Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 63
________________ ઉપોદ્ઘાત નિ૰ ૧૩૩ ઉલટું સમજે, તેથી અર્થમાં વિસંવાદ થાય, અર્થ બદલાતા નિર્મળ ચાસ્ત્રિ ન પાળે, તેથી મોક્ષ ન મળે, મોક્ષ ન મળે તો દીક્ષા નિરર્થક જાણવી. જીવના લક્ષણથી જીવને સમજાવે તો અનુયોગ થાય, કાર્યસિદ્ધિ થાય, સંપૂર્ણ અર્થબોધ થાય. યાવત્ મોક્ષ મળે. ક્ષેત્ર અનનુયોગ તથા અનુયોગ સંબંધે કુબ્જાનું દૃષ્ટાંત – દક્ષિણ દેશમાં પેંઠણ નામે નગર છે, ત્યાં શાલિવાહન રાજા છે, દર વર્ષે ભરૂચ નગરમાં નરવાહન રાજાને રોકે. વર્ષાઋતુ આવે ત્યારે દેશમાં પાછો જાય. એ પ્રમાણે કાળ વીતે છે. કોઈ વખતે રાજાએ સભાની માંડવીમાં થૂંક્યું. તેને ત્યાં કુબ્જાદાસી હતી. તેણે વિચાર્યુ કે રાજાએ અહીં થુંક્યુ માટે તે જવાની તૈયારીવાળો છે. તે દાસીને રાજનો યાનશાલિક ઓળખીતો હતો, તેને વાત કરી. તેણે બધાં વાહનો સજ્જ કર્યા. તે જોઈને બધાં તૈયાર થઈ ગયા. સવારે જોયું તો તેનું બધું લશ્કર ચાલવાની તૈયારી વાળું હતું. રાજાને આશ્ચર્ય થયું. છેલ્લે ખબર પડી કે તેના થુંકવાના કારણે કુબ્જાદાસીએ આ જાણ્યું. ૧૦૭ રાજાને અયોગ્ય સ્થાને ચુંકવાનો અનનુયોગ થયો. પણ જો તે રાજા માંડવીનો વિચાર કરત કે અહીં ફુંકાય નહીં તો કોઈને તે વાતની ખબર ન પડત. તો અનુયોગ થાત. એ પ્રમાણે આચાર્ય એવું પ્રરૂપે કે પ્રદેશ રહિત એકાંત નિત્ય આકાશ છે, આવું માનતા અનનુયોગ થાય, પણ અપ્રદેશવાળો અનેકાંત અપેક્ષાથી નિત્યાનિત્ય નથી, એમ પ્રરૂપે તો અનુયોગ થાય. કાળના અનનુયોગ તથા અનુયોગનું સ્વાધ્યાયનું દૃષ્ટાંત - એક સાધુને વધુ રાત્રિ ગયા પછી પાછલો પાઠ ગોખી જવામાં કેટલો કાળ ગયો, તેની ખબર ન હતી. સમ્યગ્દષ્ટિ દેવીએ તેના હિત માટે વિચાર્યુ કે રખેને કોઈ મિથ્યાર્દષ્ટિ દેવી તેમને દુઃખ ન દે, તેથી છાશની માટલી ભરી જોરથી પોકારે છે “મયેલું દહીં દેશો” પે’લા સાધુને સહન ન થતાં બોલ્યા કે “શું આ છાશ વેચવાનો સમય છે?” દેવી બોલી કે તો શું આ સ્વાધ્યાયની વેળા છે ? ત્યારે સાધુને ઉપયોગ મૂકતા ખબર પડી કે ઘણી રાત્રિ વીતી ગઈ છે. ત્યારે તેણે કહ્યું “મારુ દુષ્કૃત્ મિથ્યા થાઓ.'' - ૪ - ૪ - આ અકાળે ગોખવું તે અનનુયોગ છે. કાળે ભણે તે અનુયોગ. - વચન વિષયમાં અનનુયોગ અને અનુયોગનું દૃષ્ટાંત એક ગામમાં એક બહેરુ કુટુંબ વસે છે. ત્યાં ડોસો, ડોસી, તેનો પુત્ર અને વહુ રહે. તે પુત્ર ખેતી કરે, ત્યાં હળ ચલાવતા પથિકે સ્તો પૂછ્યો. પેલો બહેરો હોવાથી બોલ્યો કે આ મારા બે બળદ તો ઘેર જન્મેલા છે. ત્યાં તેની સ્ત્રી ખાવાનું લાવી, તેણીને કહ્યું બળદના શીંગડા સમાર્યા ? સ્ત્રી બોલી આ દહીં મેં વલોવ્યું નથી કે મીઠું નાંખેલ નથી. વહુએ ઘેર જઈને પૂછ્યું કે મીઠું નાંખ્યું છે કે નહીં ? ડોશી બોલી જાડું-ખરબચડું ગમે તે વસ્ત્ર હોય તે ડોસાની પોતડી હશે. ડોસીએ ડોસાને પૂછ્યું, તે બોલ્યો સોગન ખાઈને કહું છું. મેં તલનો દાણો નથી ખાધો. આ પ્રમાણે સમજ્યા વિના બોલાય તે અનનુયોગ. તે રીતે એક વચનને બદલે આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ દ્વિવચન બોલે તો પણ અનનુયોગ. પણ પૂછ્યાનો યોગ્ય ઉત્તર આપવો તે અને વચન જે ઘટે તે બોલવું તે અનુયોગ. ગામડીયાનું દૃષ્ટાંત - વચન ઉપર જ છે અને અનુયોગની પ્રધાનતા જણાવવા માટે છે. કોઈ નગરમાં એક સ્ત્રી, પતિ મરી જતાં લાકડાં વેચી પેટ ભરે. દારિધી મરેલ જેવી થઈ પુત્રને લઈ બીજે ગામ ગઈ. બાળકે મોટો થતાં પૂછ્યું કે – મારો બાપ ક્યાં ? તે મરી ગયો. ફરી પૂછ્યું – કઈ રીતે જીવતો હતો ? ખેલ કરીને. હું પણ ખેલ કરીશ. બેટા ! વિનયથી શીખ્યા વિના ન થાય. વિનય કેવો છે ? જયકાર કરવો, નીચા નમવું. કહે તેમ કરવું. માની રજા લઈને નીકળ્યો. રસ્તામાં શીકારી મૃગને પકડવા સંતાયેલા. તેમને જોઈને બાળકે વિચાર્યુ - તેઓ પણ ભણવા બેઠા હશે. માના કહેવા પ્રમાણે જયનાદ કર્યો. તેથી ભય પામેલાં મૃગો નાસી ગયા. શીકારી તેને મારવા લાગ્યા. બાળકની સાચી વાત સાંભળી છોડી દીધો. આવી રીતે તું જ્યાં દેખે ત્યાં ધીરે ધીરે જવું, જોરથી ન બોલવું. આગલ જતાં ધોબીને જોયા. તેને ધીમે ચાલતો જોઈ ધોબીએ ચોર માનીને પકડ્યો, મારવા લાગ્યા. સાચી વાત જાણી છોડી દીધો અને કહ્યું કે – “શુદ્ધ થાઓ !'' એમ બોલવું. ૧૦૮ , ખેડૂતો બીજ વાવતા હતા, છોકરો બોલ્યો “શુદ્ધ થાઓ'' [આકાશ સ્વચ્છ થાઓ.] ઉલટું સમજી ખેડૂતે માર્યો. સાચી વાત સાંભળી છોડી દીધો, કહ્યું કે “ઘણું થાઓ” એમ બોલવું. રસ્તામાં મડદાને લઈ જતા માણસો જોયા. ત્યાં ‘ઘણું થાઓ' તેમ કહેવું. રસ્તામાં ક્યાંક લગ્ન હતા, ત્યાં તે શબ્દો બોલતાં ફરી માર પડ્યો અને સમજાવ્યું કે તારે બોલવું કે “અડવું જોવાને ઘણાં લોકો મળો.” રસ્તામાં ગુન્હેગારને બાંધીને લઈ જતાં જોઈને તેમ બોલતાં ફરી માર પડ્યો. તેનાં સગાંઓ શીખવ્યું કે હવે તારે બોલવું કે “જલ્દી છૂટા થાઓ'' રસ્તામાં દોસ્તી બાંધતા મિત્રોને જોઈને ત્યાં તેમ બોલતાં ફરી માર ખાધો. - ત્યાં કોઈ દંડિક કુલપુત્રને ત્યાં નોકરી રહ્યો. દુકાળમાં ધાન્યના અભાવે ખાટી છાશની ઘેંસ રાંધી બાઈએ છોકરાને કહ્યું કે – ચોરામાં મહાજન બેઠું છે, ત્યાંથી તારા માલિકને બોલાવ. તેણે જઈને જોરથી કહ્યું – ઘેંસ ઠંડી થાય છે, જલ્દી આવો. પે'લાની ઈજ્જત જતાં ઘેર આવીને છોકરાને ધમકાવ્યો કે આવી ઘરની વાત ધીમેથી કહેવી. કોઈ વખતે ઘરમાં આગ લાગી. ત્યારે ધીમે જઈને કાનમાં કીધું કે ઘેર આગ લાગી છે. મોડું થતાં ઘરનું ઘણું બળી ગયું. માલિકે ઠપકો દઈ શીખવ્યું કે આ રીતે ધુમાડો દેખાય ત્યાં જ પાણી, છાણ વગેરેથી બુઝવી નાંખવું. કોઈ વખતે ઘરમાં ધુપનો ધુમાડો જોઈ તેમ કરવા લાગ્યો. આવી મુર્ખાઈથી તેને છુટો કરી દીધો. કથાસાર - સમજ્યા વિના કંઈને બદલે કંઈ કરાય તે અનનુયોગ, સમજીને ઉચિત કરાય તે અનુયોગ છે. હવે ભાવવિષય કહે છે – • નિયુક્તિ-૧૩૪ : શ્રાવકની સ્ત્રી, સપ્તપદ, કોંકણકપુત્ર, નોળીયો, કમલામેલા, શાંબ અને

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120