Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 52
________________ ઉપોદ્ઘાત નિ ૯૨ કેવી રીતે કહ્યો ? [ઉત્તર] શબ્દ જ અર્થના પ્રત્યાયન [ઓળખાવનાર] નું કાર્ય હોવાથી ઉપચારથી શબ્દનો અર્થ કહ્યો. જેમકે આચાર વચન બોલવાથી આચાર [વર્તન] સમજાય છે. નિપુણ - સૂક્ષ્મ પણ ઘણાં અર્થવાળું અથવા નિયતગુણવાળું તે નિગુણ, કેમકે તેમાં સંપૂર્ણ ગુણો સ્થાપેલાં છે અથવા પાઠાંતરથી નિપુણ કે નિગુણ ગણધરો રચના કરે છે. ૮૫ [પ્રશ્ન] અર્થ ઓળખાવનાર શબ્દને જિનેશ્વર બોલે છે, પણ સાક્ષાત્ અર્થ બતાવતા નથી, ગણધરો પણ શબ્દરૂપ જ શ્રુત ગુંથે છે, તો તેમાં ભેદ શો છે ? [ઉત્તર] પૂર્વે ગાથામાં બતાવેલ જ છે. હવે તે સૂત્ર ક્યાંથી ક્યાં સુધી કેટલાં પરિમાણનું છે? તે કહે છે – • નિયુક્તિ-૯૩ : સામાયિકથી બિંદુસાર સુધી શ્રુતજ્ઞાન છે, તેનો સાર ચાસ્ત્રિ છે, ચાસ્ત્રિનો સાર તે નિર્વાણ છે. • વિવેચન-૯૩ : જેની આદિમાં સામાયિક છે, તે શ્રુતજ્ઞાન છે, તે બિંદુસાર પર્યન્ત છે. ખાવ શબ્દથી સૂચવેલ છે કે પહેલું, બીજું એવા બાર અંગ તે દૃષ્ટિવાદ સુધી છે, તે શ્રુતજ્ઞાનનું પ્રધાનફળ ચારિત્ર છે. આ ત્રણ શબ્દ વર્તનરૂપે છે અથવા જેના વડે મોક્ષપદ પ્રાપ્ત થાય તે ચાસ્ત્રિ છે. ચાસ્ત્રિનો સાર મોક્ષ [નિર્વાણ] છે. સાર - પ્રધાન ફળ પર્યાય. અપિ શબ્દથી સમ્યકત્વનો સાર પણ ચારિત્ર છે અથવા શ્રુતજ્ઞાનનો સાર પણ ચાસ્ત્રિ છે. જો તેમ ન લઈએ તો નિર્વાણમાં જ્ઞાનનું હેતુપણું ન થાય અને તે અનિષ્ટ છે. તત્ત્વાર્થ સૂત્રકાર પણ કહે છે – સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ એ ત્રણેનો સમન્વય મોક્ષમાર્ગ છે. શ્રુત એ નિર્વાણના હેતુપણે સામાન્ય હોવા છતાં ચાસ્ત્રિથી મોક્ષ અને શ્રુથી ચાસ્ત્રિ એટલે શ્રુતથી પરંપરાએ મોક્ષ થાય. છતાં જ્ઞાન અને ચરણનું મોક્ષમાં પ્રધાનપણું છે તે બતાવવા આવો ઉપન્યાસ કરેલ છે કે શ્રુતથી ચાસ્ત્રિ અને ચાત્રિથી મોક્ષ થાય છે. અહીં ઘરળ' તે સંયમ અને તપરૂપે છે, નિર્વાણ તે બધાં કર્મરૂપ રોગનો મળ દૂર થવાથી જીવનું પોતાના રૂપમાં નિરંતર મુક્તિપદમાં રહેવું છે અહીં પણ નિયમથી શૈલેશી અવસ્થા સ્પર્શીને તુરંત મોક્ષ પામે. ચાર ઘનઘાતિ કર્મ ક્ષય થયા પછી કેવળજ્ઞાનાદિ ઉત્તમ ગુણો આત્મામાં પ્રગટ થયાં છતાં શૈલેશી અવસ્થા વિના મોક્ષ ન મળે. તેથી અહીં કહ્યું કે ચાસ્ત્રિનો સાર નિર્વાણ છે અન્યથા તે જ શૈલેશી અવસ્થામાં ક્ષાયિક જ્ઞાન, દર્શન ન હોય. તેથી દર્શનાદિ ત્રણેના સમુદિતપણાથી નિર્વાણ હેતુત્વ છે, ત્રણેમાંથી એકે ઓછું હોય તો નહીં - નિર્યુક્તિકાર કહે છે – - • નિયુક્તિ-૯૪ જે જીવ તપ, સંયમમય યોગોને વહન કરવામાં સમર્થ નથી, તે શ્રુતજ્ઞાનવાળો હોવા છતાં પણ મોક્ષ પામી શકતો નથી. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ • વિવેચન-૯૪ : શ્રુતજ્ઞાનમાં, અપિ શબ્દથી મતિ આદિમાં પણ વર્તતો મોક્ષને પામતો નથી. આના દ્વારા પ્રતિજ્ઞાર્થ સૂચવેલ છે કે જે તપ સંયમરૂપ યોગોને સહન કરવા શક્તિમાન ન થાય. આ રીતે હેત્વર્થ કહ્યો. દૃષ્ટાંત આગળ કહેવાશે. પ્રયોગ આ રીતે – જ્ઞાન એકલું ઈચ્છિત અર્થનું પ્રાપક નથી, સન્ક્રિયાના અભાવથી, જેમકે - ૪ - માર્ગનો જ્ઞાતા નિમિક હોય, વહાણ હોય, છતાં ઈચ્છિત દિશામાં પ્રેરક પવનના અભાવે વહાણ ન ચાલે. • નિયુક્તિ-૯૫,૯૬-વિવેચન : જેમ સારો નાવિક વહાણના સુકર્ણની ધારા ઉપર બેઠો હોય, તો પણ અંદર બેઠેલા વેપારીની ઈચ્છિત ભૂમિએ જવા તે દિશાના પવન વિના સમુદ્ર તરવા શક્તિમાન નથી. આમ જે રીતે નિપુણ ખલાસી પવન વિના વહાણ ન ચલાવી શકે, તેમ શ્રુતજ્ઞાની સાધુ પોત-નાવ વડે મતિજ્ઞાનરૂપ સુકાને બેઠેલો હોય તો પણ તપ, સંયમના અનુષ્ઠાન વિના સંસાર સમુદ્ર તરવા શક્તિમાન ન થાય. નિપુણ શબ્દથી-શ્રુતજ્ઞાનને વધારે મેળવેલો અર્થ કર્યો. અર્થાત્ સાધુએ જ્ઞાન ભણીને પણ તપ અને સંયમના અનુષ્ઠાનમાં અપ્રમાદપણે વર્તવું. આલોક સંબંધી દૃષ્ટાંત કહે છે - • નિર્યુક્તિ-૯૭ : ૬ ‘સંઘરરૂપ' સમુદ્રથી ઉપર આવેલા હે પાણી! તું ફરી સંસારમાં ડૂબીશ નહીં. ચાસ્ત્રિગુણરહિત પાણી ઘણું જાણવા છતાં સંસારમાં ડૂબે છે. • વિવેચન-૯૭ : દૃષ્ટાંત વડે પદાર્થનું સ્વરૂપ બરોબર સમજાય છે, માટે કહે છે – કોઈ કાચબો ઘણાં પાંદડાથી છિદ્રરહિત પડલથી ઢંકાયેલા પાણીવાળા અંધકારના મોટા કુંડમાં રહ્યો છે. - ૪ - પીડાથી આમતેમ ભટકતો હતો. કોઈ વખતે પડલમાં પડેલ છિદ્રથી બહાર આવ્યો. ત્યારે શરદપૂર્ણિમાનો ચંદ્ર હતો. તેના કિરણોના શીતળ સ્પર્શનું સુખ ભોગવી, પોતાના બંધુઓને પણ બહાર લાવવા ફરી પાણીમાં ગયો. ફરી પે'લુ છિદ્ર ન મળતાં બહુ દુ:ખી થયો. આ પ્રમાણે જીવરૂપ કાચબો અનાદિ કર્મ સંતાન પડલથી ઢંકાયેલો, મિથ્યાદર્શનાદિ અંધકારથી વ્યાપ્ત સંસાર સાગરમાં વિવિધ વેદના અને અનિષ્ટ સંયોગાદિ દુઃખોથી પીડા પામતો કોઈ વખત મનુષ્ય જન્મ સંબંધી છિદ્ર મેળવીને જિનચંદ્ર પ્રવચનરૂપ કિરણના પ્રકાશથી સંતોષ પામી, મનુષ્ય જન્મને દુષ્પ્રાપ્ય જાણીને સ્નેહમાં આતુરચિત્ત થઈને સંસારમાં પાછો પડે, તો હે શિષ્ય ! તું કાચબા માફક ડૂબતો નહીં. પ્રશ્ન – કાચબો અજ્ઞાની હોવાથી ડૂબે, પણ સાધુ તો જ્ઞાની છે, હિત-અહિત પ્રાપ્તિ-પરિહારનો જ્ઞાતા છે, તે કેમ ડૂબે ? ચરણ ગુણો વડે અનેક રીતે હીન હોય, તે ઘણું જાણે તો પણ ડૂબે અથવા નિશ્ચયનયથી ભણેલો પણ ડૂબતો હોય તો તે અજ્ઞાની જ છે. કેમકે જ્ઞાનનું ફળ મેળવી ન શક્યો.

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120