Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
ઉપોદ્દાત નિ ૧૦૭
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
રસ્ત આવે છે, કોઈ સીધો રસ્તો પણ મેળવી શકતો નથી. તેમ અહીં સર્વથા સાથથી દૂર થયેલો જીવ યથાપ્રવૃત્તિ કરણ વડે સંસારાટવીમાં ભમતો ગ્રંથિ મેળવી, અપૂર્વકરણ વડે ઉલ્લંઘી, અનિવર્તિ કારણ મેળવી આપ મેળે સમ્યગદર્શનાદિ નિવણનો રસ્તો મેળવે છે. બીજો માણસ પરોપદેશથી મેળવે છે, બીજો ગ્રંયિક સત્વ જ પામતો નથી.
જ્વર દેટાંત - કોઈ તાવ મેળે ઉતરે, કોઈ દવા લેવાથી જાય, કોઈ તાવ જાય જ નહીં, તેમ અહીં મિથ્યાદર્શનરૂપ જવર સ્વયં જાય, જિન વચનથી જાય, બીજાને જાય જ નહીં. કરણ યોજના પૂર્વવતુ.
- કોદ્રવનું દટાંત - કેટલાંક કોદરામાં મેણો ચઢે તે સ્વયં કાલાંતરે દૂર થાય, કોઈ છાણ વગેરે સાફ કરી દૂર થાય, કેટલાંકમાં દૂર થાય જ નહીં * * બાકી
વરવતુ જાણવું. ભાવાર્થ આ – અપૂર્વકરણેથી અર્ધ શુદ્ધ, પુરાશુદ્ધ એવા કોદરા માફક અશદ્ધ મિથ્યાદર્શનવાળા, અર્ધ શુદ્ધ સમ્યગુ-મિથ્યાદર્શની, પુરા શુદ્ધ તે સમ્યકત્વથી એમ ત્રણ ભેદે છે - x • પ્રણે કરણવાળા ભવ્યને સમ્યગ્રદર્શન ન થાય, અભવ્યને યથા પ્રવૃત્ત કરણ કે જિનેશ્વરની વિભૂતિ જોઈને કે બીજા પ્રયોજનથી શ્રુતસામાયિકનો લાભ થાય, બીજો નહીં.
જળનું દેટાંત - પાણી ગારાવાળું, અર્ધશુદ્ધ, તદ્દન નિર્મળ એમ ત્રણ ભેદે છે ઈત્યાદિ બધું - X - X - કોદ્રવવત્ જાણવું.
વસ્ત્ર દૃષ્ટાંત - તે પ્રમાણે જ યોજના કરવી.
હવે પ્રાસંગિક કથન • સમ્યગ્દર્શનનો લાભ થયા પછી બાકી રહેલાં કર્મની સ્થિતિ પલ્યોપમ પૃથકવ થતાં દેશવિરતિ પામે છે. બાકી શેષ સ્થિતિમાં સંખ્યય સાગરોપમો જતાં સર્વ વિરતિ પામે. બાકીની સ્થિતિના પણ સંખ્યાત સાગરોપમ જતાં ઉપશમશ્રેણી પામે, તે જ રીતે ક્ષપક શ્રેણી પામે. ઉકત કાળ દેશવિરતિ આદિની પ્રાપ્તિ સંબંધી દેવ-મનુષ્યોમાં ઉત્પન્ન થાય અને સમ્યકત્વથી ભ્રષ્ટ ના થાય, તો નિયમથી ઉકાઢો જાણવો. નહીં તો શ્રેણિ થયા વિના સમ્યકવાદિ ગુણોની પ્રાપ્તિ એક ભવમાં પણ મળે, એમાં કોઈ દોષ નથી. અહીં ભાણકારની સાક્ષી પણ આપેલ છે.
શ્રત સમ્યકવાદિની પ્રાપ્તિનો પ્રાસંગિક હેતુ કહો. હવે જેના ઉદયથી સમ્યકત્વ સામાયિક આદિ ન થાય કે મળ્યા પછી જતો રહે, તે કષાયો કેટલા છે, કેટલા પ્રમાણમાં છે, કયું અથવા કોને સમ્યકત્વાદિ સામાયિકનું આવરણ છે ? કોનો કયો ઉપશમનાદિ ક્રમ છે તે કહે છે –
• નિયુક્તિ-૧૦૮ -
સંસારમાં જોડનાર અનંતાનુબંધી કષાયોના ઉદયે નિયમા તે જ ભાવે સિદ્ધિ પામનાર પણ સભ્યજવને પામતા નથી.
• વિવેચન-૧૦૮ - પછીની ગાથા પણ પ્રાયઃ કેટલેક અંશે ઉકત સંબંધવાળી જ છે. વ્યાખ્યા
• તેમાં પ્રથમના અનંતાનુબંધી ક્રોધાદિના ઉદયથી સમ્યકાવનો ઘાત થાય છે. અનંતાનુબંધીની પ્રાથમિકતાનું કારણ એ છે કે – બધાં ગુણોનું મૂળ સમ્યકત્વ છે. તેના ઘાતક અનંતાનુબંધી કષાય છે અથવા કર્મ ક્ષપણાનો આ ક્રમ છે. કપાયોદય - કર્મોની ઉદીરણાની આવલિકામાં આવેલ તે પુદ્ગલોથી ઉત્પન્ન સામર્થ્યતા, તેના ઉદયમાં નિયમથી શું થાય? તે પચી કહીશું. હાલ તે પ્રથમ કષાયોને જ વિશેષ રીતે કહે છે. તે મોહનીય કર્મ વડે કે તેના ફળભૂત સંસાર વડે સંયોજે તે સંયોજના.
આ સંયોજના કષાયોના ઉદયથી તેને અવિપરીત દર્શનનો લાભ ન થાય. જે કોઈપણ ભવમાં મોક્ષે જનારો છે, તે ભવસિદ્ધિક છે, પણ અહીં તદુભવ મોગામી જીવ જ લેવો. તેને અનંતાનુબંધીના ઉદયથી સમ્યકત્વ ન થાય. પ શબ્દથી જણાવે છે કે- અભવ્ય તો ન જ મળે. અથવા પરીત સંસારી પણ પ્રથમ કષાયોના ઉદયથી સમ્યકત્વને પામે.
• નિયુક્તિ -૧૦૯ -
બીજા-અપત્યાખ્યાની કષાયના ઉદયમાં જીવ સમ્યકત્વ પામે પણ દેશવિરતિ ન પામે.
• વિવેચન-૧૦૯ :
દેશવિરતિ લક્ષણ બીજા ગુણના ઘાતત્વથી કે ક્ષપણાથી આ ક્રમ છે. ૫ • કર્મ અથવા ભવનો, લાભ કરાવે તે કષાય. #પાય - ક્રોધાદિ તેનો ઉદય અથતિ અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી દેશવિરતિ કે સર્વ વિરતિરૂપ પ્રત્યાખ્યાન, જેની પ્રાપ્તિમાં ઉદયમાં ન આવે તે અપ્રત્યાખ્યાન. 4 શબ્દ સર્વથા નિષેધ અર્થમાં છે. અપ્રત્યાખ્યાનના ઉદયે ભવ્યો સમ્યગુ દર્શન તો પામે • x • પણ પાપથી અટકવું તે વિરમણ કે વિરતિ છે અને વિરતિ ન હોય તે અવિરતિ છે. કોઈ અંશે વિરતિ અને કોઈ અંશે અવિરતિ જેની નિવૃત્તિમાં મળે તે દેશવિરતિ છે. તેની પ્રાપ્તિ ન થાય.
• નિયુક્તિ-૧૧૦ -
| Mીજ પ્રત્યાખ્યાન કષાયના ઉદયે જીવ દેશવિરતિ તો પામી શકે છે, પણ ચાસ્ત્રિ [સર્વ વિરતિ] પામતો નથી.
• વિવેચન-૧૧n :
સર્વ વિરતિ નામે ત્રીજા ગુણના ધાતીપણાથી કે ક્ષપણકમથી તે બીજો કષાય છે. આ પ્રત્યાખ્યાન સર્વ વિરતિ લક્ષણવાળું છે, તેને આવક આ બીજો કષાય છે. આ પ્રત્યાખ્યાતાવરણના ઉદયથી સર્વ વિરતિ પ્રાપ્ત ન થાય.
(પ્ર] અપ્રત્યાખ્યાનમાં 4 નિષેધાત્મક છે અને પ્રત્યાખ્યાનવરણમાં મારા શબ્દ પણ પ્રતિષેધક જ છે, તો બંનેમાં તફાવત શો છે? [ઉત્તર] ન શબ્દ સર્વ નિષેધ વયનવાળો છે અને અહીં આવરા માં પ્રતિષેધક માં થોડાં કે મર્યાદાવાળા અર્થમાં છે. તેથી સર્વવિરતિનો નિષેધ કરનાર છે, પણ દેશવિરતિ નિષેધક નથી.