Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 57
________________ ઉપોદ્ઘાત નિ ૧૧૦ - - - દેશ અને એક દેશ મળી દેશૈકદેશ છે. તેમાં દેશ - થોડો ભાગ. સ્થૂળ પ્રાણાતિપાત શ્રાવકનું પહેલું વ્રતભંગ તે જીવહિંસા છે, તેનો જ એક દેશ તે વનસ્પતિકાયની હિંસા છે, તે બંનેની વિરતિ તે નિવૃત્તિ છે. તેને પામે તે દેશ ચારિત્ર છે. પ્રત્યાખ્યાના વરણ કયોદયથી દેશૈકદેશ ચાસ્ત્રિ [વિરતિ] પામે, તેથી વધુ (સર્વ વિરતિ ન પામે. ЕЧ વિત્તિ - નિવૃત્તિ. - x - જેના વડે અનિંદિત ચરાય તે ચસ્ત્રિ, તેનો ભાવ તે ચાસ્ત્રિ છે. તેના પરમાર્થ - પૂર્વ ભવે ઉપાર્જિત આઠ પ્રકારના કર્મોનો અપચય કરવા માટે ચરણ ચાસ્ત્રિ છે. તે સર્વ સાવધ યોગ નિવૃત્તિરૂપ ક્રિયા છે. તેનો લાભ ન થાય. હવે ઉપસંહાર – • નિયુક્તિ-૧૧૧ : મૂળગુણનો ઘાત કરનારા-અનંતાનુબંધ્યાદિના ઉદયે મૂળગુણોને પામી શકતો નથી, સંજવલન કષાયના ઉદયે યથાખ્યાત ચાસ્ત્રિ ન પામે. • વિવેચન-૧૧૧ : મૂળગુણો ઉત્તરગુણના આધારરૂપે છે, તે સમ્યકત્વ, મહાવ્રત અને અણુવ્રતરૂપે છે, તે મૂળગુણોનો લાભ ન મેળવે. ક્યારે ? મૂળ ગુણોનો ઘાત કરનારા તે મૂળગુણઘાતી કષાયો - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણ, તે પ્રત્યેકના ક્રોધ, માન, માયા, લોભ એ ચાર ભેદે ગણતાં બાર ભેદના ઉદયમાં. તે પ્રમાણે થોડું બડે તે સંજ્વલન, પરિષહાદિના સંઘાતથી બળે, તે સંજ્વલન ક્રોધાદિ ચાર કષાય છે. તેમના ઉદયે ચાત્રિ ન મળે અથવા મળેલું જતું રહે. [પ્રશ્ન] શું બધું ચાસ્ત્રિ જતું રહે કે ન મળે? [ઉત્તર] ચથાખ્યાત ચારિત્ર કષાયરહિત છે, તે જાય. પણ કષાયવાળું સર્વ વિરતિચાસ્ત્રિ મળે. આ સંજ્વલન કષાયો યથાખ્યાત ચાસ્ત્રિ માત્રના ઘાતિ છે એમ નથી, બીજા દેશ ચાસ્ત્રિના પણ ઘાતિ છે. પરંતુ બીજા ચાસ્ત્રિના દેશઘાતિ પણ છે, કેમકે સંજ્વલનના ઉદયે બીજા ચાસ્ત્રિમાં પણ થોડાં અતિચાર લાગે. • નિયુક્તિ-૧૧૨ : સર્વે પણ અતિચારો સંજ્વલનના ઉદરે હોય છે, બાર કષાય તો વળી મૂળથી ગુણનો છેદ કરનારા છે. • વિવેચન-૧૧૨ : આલોચનાદિથી છંદ પર્યન્ત પ્રાયશ્ચિત વડે શોધવા યોગ્ય છે. અપિ શબ્દથી કેટલાંક ચાત્રિમાં સ્ખલના થવાથી અતિયારો છે, તે સંજ્વલન કષાયોના ઉદયથી જ હોય, - ૪ - તે સિવાયના બાર કષાયોના ઉદયથી મૂળ છંદ પણ થાય છે. મૂળ - અટ્ટમના પ્રાયશ્ચિત્ત વડે થયેલ દોષ છેદાય, તે મૂળ છેદ, તે સંપૂર્ણ ચાસ્ત્રિનો છેદ કરનાર છે. પુન: શબ્દ ચાલુ અર્થનો વિશેષાર્થ બતાવે છે અનંતાનુબંધી આદિ કષાયોના ઉદયથી સંબદ્ધ થાય છે અથવા મૂલ છેદ યથાસંભવે આ યોજવું - પ્રત્યાખ્યાનાવરણ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ કષાયોના ઉદયે સર્વ ચાસ્ત્રિનો વિનાશ છે. અપ્રત્યાખ્યાનથી દેશવિરતિ અને અનંતાનુબંધીથી સમ્યકત્વનાશ થાય. • નિયુક્તિ-૧૧૩ : યોગ વડે બાર પ્રકારના કષાયોનો ક્ષય કે ઉપશમ થતાં યાત્રિને પામે Εξ છે. તે યાત્રિના પાંચ ભેદ વિશેષ છે. • વિવેરાન-૧૧૩ : બાર પ્રકારે અનંતાનુબંધી આદિ ભેદવાળા ક્રોધાદિ લક્ષણ કષાયો પ્રશસ્ત યોગ વડે ક્ષય કરવાથી એટલે તદ્દન બુઝાયેલા અગ્નિ સમાન થાય અથવા ઉપશમભસ્મસાત્ અગ્નિ તુલ્ય, ક્ષયોપશમ - અર્ધા બુઝાવેલા અગ્નિ ઉદ્ઘટ્ટન સમ. યોશ - મન, વચન, કાયાના પ્રશસ્ત હેતુભૂત. ચાસ્ત્રિલાભ થાય. આ સામાન્યથી કહ્યું. પછી બારે પ્રકારના કષયોના ક્ષયાદિથી કહેવાતા પાંચ ભેદો આ છે – • નિયુક્તિ-૧૧૪,૧૧૫ : પહેલું સામાયિક ચાસ્ત્રિ, બીજું છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ ત્રીજું, ચોથું સૂક્ષ્મ સંપરાય, પછી યથાખ્યાત નામે પાંચમું સર્વે જીવલોકમાં પ્રસિદ્ધ છે. જેને આચરીને સુવિહિતો મોક્ષમાં જાય છે. • વિવેચન-૧૧૪,૧૧૫ : સમ - જ્ઞાન, દર્શન, ચારિત્રનો આવ - લાભ, તે સમય, - ૪ - તે જ સામાયિક. તે સાવધયોગ વિરતિરૂપ છે. તેથી બધું પણ આ ચાસ્ત્રિ અવિશેષથી સામાયિક છે. પણ સાથે છેદાદિ બીજા વિશેષણો લગાડવાથી શબ્દ અર્થથી જુદાપણું બતાવે છે. તેમાં પ્રથમ વિશેષણ વિના સામાન્ય શબ્દ “સામાયિક' જ રહે છે. તેના બે ભેદ – ઇત્વર, ચાવત્કથિક. તેમાં થોડાં કાળ માટે તે ઈન્વર, તે ભરત, ઔરવતમાં પહેલા-છેલ્લા તીર્થંકરમાં અનારોપિતવ્રતવાળા શૈક્ષને જાણવું. યાવત્કથિક - આત્માને આખી જીંદગીનું હોય - x - મધ્યમ અને વિદેહના તીર્થના સાધુને જાણવું. કેમકે તેમને ઉપસ્થાનાનો અભાવ છે. અહીં પ્રસંગથી સાધુના સ્થિત અને અસ્થિત કલ્પને કહે છે - - x - શ્વેત ગાથા - આમાં ચાર કલ્પ સ્થિત છે, છ કલ્પ અસ્થિત છે. સ્થિતચાર કયા છે ? શય્યાતર પિંડ, ચાર મહાવ્રત, પુરુષ જ્યેષ્ઠ, કૃતિકર્મકરણ બાકીના છ કલ્પ અસ્થિત છે. તે આ પ્રમાણે – (૧) ચેલ - વસ્ત્ર જેને નથી તે અચેલક, તેમાં રહેલાં તે અચેલકત્વ. વિદેહના અને મધ્યમ તીર્થંકરના તીર્થના સાધુ, પહેલાં-છેલ્લા તીર્થવર્તી સાધુવત્ અચેલપણે રહેતા નથી. કેમ? તેઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી મૂલ્યવાન્ અને વિચિત્રાદિ વસ્ત્ર પણ ભોગવે. પણ પહેલાં-છેલ્લા તીર્થના સાધુ ઋજુ-જડ અને વક્ર-જડ હોવાથી મૂલ્યવાન્ અને સુંદર વસ્ત્રો ન ભોગવવાથી તથા જીર્ણાદિ વસ્ત્ર પરિભોગથી અચેલકત્વ છે. જીર્ણાદિ વસ્ત્રોના સદ્ભાવે અચેલકત્વ કેમ કહેવાય ? જીર્ણપણું, અસારપણું, અલ્પપણું, વિશિષ્ટ અર્થક્રિયા-સાધનપણું, અસણું છે. લોકવ્યવહારમાં તેવી પ્રવૃત્તિ

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120