Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 32
________________ પીઠિકા-નિક ૨૫ વિષયમાન છે. તેથી પગલાસ્તિકાય તથા તેના પયયોને અંગીકાર કરીને ડ્રોયના ભેદથી જ્ઞાનના ભેદો અનંતા છે. તેમાં કેટલાંક ભેદો - જે ભવમાં કર્મવશવર્તી પ્રાણીઓ વર્તે છે, તે નારકાદિ લક્ષણ ભવ આશ્રયી - ભવપત્યયી પ્રકૃતિઓ છે. જેમ પક્ષીનું આકાશમાં ઉડવું. તેમ નાક અને દેવોને ભવપ્રત્યયી અવધિજ્ઞાન હોય. ગુણ પરિણામ પ્રત્યયી તે ક્ષયોપશમથી કોઈ તિર્યંચ કે મનુષ્યને થયેલ છે. પ્રશ્ન - અવધિજ્ઞાન ક્ષાયોપથમિક ભાવે બતાવ્યું છે, પણ નાકાદિ ભવ ઔદયિક છે. તો તે પ્રકૃતિમાં તે ભાવ કેવી રીતે ઘટે ? [ઉત્તર] તે પણ ક્ષયોપશમ નિબંધન જ છે. પણ આ ક્ષયોપશમ નારક અને દેવના ભવમાં જ ઉદયમાં આવે છે. માટે ભવપ્રત્યયી કહી. સૂત્ર-નિયુક્તિકાર - x • અપાયુને કારણે સામર્થ્ય દશવિ છે – • નિયુક્તિ-ર૬ : અવધિજ્ઞાનની સર્વ પ્રકૃત્તિ વર્ણવવાની મારી શકિત કેટલી ? તેથી ચૌદ ભેદ નિક્ષેપ કરીશ અને ઋદ્ધિ પ્રાપ્તને હું કહીશ • વિવેચન-૨૬ : આયુષ્ય મર્યાદિત અને ક્રમથી બોલવાનું હોવાથી અવધિજ્ઞાનની બધી પ્રકૃતિ વર્ણવવાની મારી શક્તિ ક્યાંથી હોય? તેથી શિષ્યોના અનુગ્રહને માટે અવધિજ્ઞાનને ચૌદ પ્રકારે કહીશ. અવધિ સંબંધી આમર્પોષધિ આદિ લક્ષણ પ્રાપ્ત ઋદ્ધિ જેનાથી છે, તે પ્રાપ્ત ઋદ્ધિ. - x • હું કહીશ. તે આ - • નિયુક્તિ -૨૭,૨૮ : ૧- અવધિ, ર- ક્ષેત્ર પરિમાણ, 3- સંસ્થાન, ૪- અનુગામિક, ૫- અવસ્થિત, ૬- ચલ, ૩- તીવ-મંદ, ૮- પ્રતિપાત-ઉત્પાદાદિ, ૯- જ્ઞાન, ૧૦- દશન, ૧૧વિભંગ, ૧૨- દેશ, ૧૩- ક્ષેત્ર, ૧૪- ગતિ અને પ્રાપ્ત દ્ધિ અનુયોગ. - વિવેચન-૨૭,૨૮ - અહીં અવધિથી ગતિ સુધીના ચૌદ દ્વાર અને પંદરમું ઋદ્ધિ કહ્યું. બીજા - ‘અવધિ’ પદ છોડીને આનુગામુક - અનાનુગામુક સહિત અર્થથી લઈને ૧૪-દ્વારો કહે છે. કેમકે અવધિ પ્રકૃતિ નથી. - x - તેથી ૧૪ વિક્ષેપ કહ્યાં. બંને પક્ષમાં અવિરોધ છે. તેમાં પ્રથમ અવધિના નામાદિ ભેદ ભિન્ન સ્વરૂપ કહેવું. અવધિ શબ્દ બે વાર આવૃત્તિ પામશે તેમ વ્યાખ્યા કરવી. પછી ક્ષેત્ર પરિમાણ વિષયક અવધિ કહેવું. એ રીતે સંસ્થાન વિષય કહેવું અથવા અવધિનું જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભેદવાળું ક્ષેત્ર પ્રમાણ કહેવું આદિ. આનુગામુક દ્વાર - અનુગમનના સ્વભાવવાળું તે આનુગામુક છે. તેનો વિપક્ષ તે અનાનુગામુક અવસ્થિતદ્વાર - દ્રવ્યાદિમાં કેટલો કાળ પડ્યા વિના ઉપયોગથી અને લબ્ધિથી અવસ્થિત રહે છે. ચલ અવધિ તે અવસ્થિત ન રહે છે. તે વધતું અથવા ઘટતું પણ હોય. તીવ્ર મંદદ્વાર - તીવ્ર, મંદ તથા મધ્યમ અવધિ બતાવ્યું. તીવ્ર ૪૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ વિશુદ્ધ છે, મંદ અવિશુદ્ધ છે, મધ્યમ મિશ્ર છે પ્રતિપાતોત્પાદ - એક કાળે દ્રવ્યાદિ અપેક્ષાથી અવધિના પ્રતિપાત અને ઉત્પાદ બતાવવા તે. - - હવે બીજી ગાથા કહે છે શું આ જ્ઞાન છે ? કે દર્શન છે ? કે વિભંગ છે ? પરસ્પરથી આનું અપમહત્વ વિચારવું. દેશદ્વાર - કોના દેશ કે સર્વ વિષયમાં અવધિજ્ઞાન થાય ? તે કહેવું. ફોગદ્વાર - ક્ષેત્ર સંબંધી અવધિ કહેવું. તે સંબદ્ધ, અસંબદ્ધ, અસંખ્યયના વચમાં રહેલો લક્ષણ ક્ષેત્ર અવધિ કહેવો. ગતિ-ઈતિ. અહીં ઈતિ શબ્દ આદિના અર્થમાં છે. તેથી ગત્યાદિ, દ્વારજાલ અવધિમાં કહેવો. તથા પ્રાપ્ત ઋદ્ધિ અને અનુયોગ કરવો. અનુયોગ - અનુકથન. આ રીતે હમણાં બતાવેલા પ્રતિપત્તિઓ અવધિના જ ભેદો છે. હવે ઉક્ત ગાયાના દરેક દ્વારને જુદું કહે છે - • નિયુક્તિ -૨૯ : નામ, સ્થાપના, દ્રવ્ય, હોમ, કાળ, ભવ અને ભાવ. આ સાત પ્રકારનો ખરેખર અવધિજ્ઞાનનો નિક્ષેપ છે. • વિવેચન-૨૯ : અવધિ સાથે નામ જોડતાં નામ નિપામાં – (૧) “અવધિ’ એવું કોઈનું નામ કરાય છે જેમકે મયદાનું. (૨) અવધિની સ્થાપના, જેમકે અક્ષ આદિ ચના, તે સ્થાપના અવધિ. સ્થાપના અવધિ તે તે દ્રવ્ય ક્ષેત્રના સ્વામીનો આકાર વિશેષ છે. (3) દ્રવ્યમાં અવધિ તે દ્રવ્યાવધિ, દ્રવ્યનું આલંબન. અથવા - X - દ્રવ્ય એ જ અવધિ, તે ભાવાવધિનું કારણ છે. અથવા ઉત્પન્ન થનાર શરીરાદિ અવધિનું કારણ હોવાથી દ્રવ્યાવધિ છે. (૪) ક્ષેત્રાવધિ - ક્ષેત્રમાં અવધિ અથવા જે ક્ષેત્રમાં અવધિ ઉત્પન્ન થાય છે, તે અવધિનું કારણ હોવાથી ક્ષેત્રાવધિ છે. અથવા જ્યાં અવધિનું વર્ણન થાય છે. (૫) કાલાવધિ - કાળમાં અવધિ અથવા જે કાળમાં અવધિ ઉત્પન્ન થાય છે અથવા જે કાળમાં વર્ણન કરીએ તે. (૬) ભવાવધિ - થવું તે ભવ ચે અને તે નારકાદિ લક્ષણવાળો છે. તેમાં થાય છે. (૩) ભાવાવધિ-ક્ષાયોપથમિક કે દ્રવ્ય પર્યાય છે, તેમાં અવધિ ઉત્પન્ન થાય છે. અનંતવણિત જ સાત પ્રકારે અવધિનો નિક્ષેપ છે, બીજી રીતે નથી. હવે ક્ષેત્ર પરિમાણ નામે બીજું દ્વાર ખુલાસાથી કહે છે – • નિયુક્તિ-30 - જેટલો ત્રણ સમય આહાર લેનાર સૂક્ષ્મ પનક જીવની જEાન્યા અવગાહના છે, તેટલું જઘન્ય અવધિ ક્ષેત્ર જાણવું. • વિવેચન-3o : ફોઝ પરિમાણ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભેદથી ત્રણ પ્રકારનું છે. તે પ્રાયઃ આદિમાં જઘન્ય છે, તેથી તે જ પહેલાં બાતવે છે. ત્રણ સમયમાં સૂમ નામ

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120