Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
પીઠિકા-નિ ૪૮ થી ૪૫
પ્રમાણ બતાવવા કહે છે –
• નિયુક્તિ -૫૧ -
તીર્ણ અસંખ્યાત દ્વીપ અને સાગર સુધી તથા ઉપ-ઉપરના ઘણું વધારે અને પોતાના કાના તૃષ સુધી જુએ છે.
• વિવેચન-૫૧ -
સૌધર્માદિ દેવોનું તીર્ણ અવધિજ્ઞાન અસંખ્યાત દ્વીપ-જંબૂદ્વીપ આદિ અને સાગર-લવણસમુદ્ર આદિ ક્ષેત્રથી જાણવું. ઉપર-ઉપરના દેવો વધુ-વધુ દ્વીપ અને સાગરને જુએ છે. પરંતુ તે દરેક કલાવાસી દેવો ઉંચે તો પોતાના સ્તૂપ તથા ધજા આદિ જેટલું જુએ. આ પ્રમાણે વૈમાનિકનું અવધિોગ બતાવીને હવે સામાન્ય દેવનું અવધિ કહે છે –
• નિયુક્તિ-પર :
આઈ સાગરોપમથી ઓછા આયવાળા દેવોને સંખ્યાત યોજન અને તેની ઉપરવાળાને અસંખ્યાત યોજન તથા જઘન્યથી ર૫-યોજન હોય.
• વિવેચન-પર - નિયુક્ત દીપિકામાં ઘણાં વિસ્તારથી છે.]
સંખ્યાત એવા યોજન તે સંખ્યાતયોજન. 7 શબ્દ “જ'કાર અર્થમાં છે. તેનો બંને સાથે સંબંધ થાય તે બતાવીશું, જે દેવનું અર્ધ સાગરોપમથી ઓછું આયુષ્ય હોય તેને સંખ્યાતા યોજનાનું અવધિજ્ઞાન ક્ષેત્રની હોય, તેથી ઉપરના આયુષ્યવાળાને અસંખ્યાત યોજનનું અવધિજ્ઞાન હોય. આ અધિકાર પૂર્વે વર્ણિત વૈમાનિક દેવોમાં ન ગણવો. સામાન્યમાં ગણવો. વિશેષથી તો ઉંચે, નીચે અને તીખું સંસ્થાના વિશેષ જાણવું.
જઘન્યથી દેવોને ર૫-યોજનનું અવધિજ્ઞાન હોય છે. તુ શબ્દ “જ'કારના અર્થમાં છે. તેથી એમ જાણવું કે ૧૦,૦૦૦ વર્ષાયુવાળા ભવનપતિ અને વ્યંતર દેવોને રપ-યોજન હોય. જ્યોતિક દેવોને તો અસંખ્યાત વર્ષાયુ હોવાથી સંખ્યાત યોજનનું અવધિજ્ઞાન જઘન્ય-ઉત્કૃષ્ટથી જાણવું વૈમાનિકોને જઘન્યથી અવધિજ્ઞાન અંગુલનો અસંખ્યય ભાગ માત્ર જાણવું અને તે ઉપપાત કાળે પરભવ સંબંધી હોય, તેને આશ્રીને કહ્યું. ઉત્કૃષ્ટથી તો અનુત્તર દેવો સંભિન્ન લોકનાડીને જુએ, તેમ પૂર્વે કહ્યું છે - x -
હવે આ અવધિ જેમને સર્વોત્કૃષ્ટ ભેદથી ભિન્ન છે, તે કહે છે – • નિયુક્તિ -૫૩ -
મનુષ્યોમાં ઉત્કૃષ્ટ, મનુષ્ય અને તિર્યંચમાં જu, લોકમex, ઉત્કૃષ્ટ તે પ્રતિપાતિ અને પછી અપતિપતિ અવધિજ્ઞાન હોય છે.
• વિવેચન-૫૩ -
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ઉત્કૃષ્ટ અવધિ મનુષ્યોમાં જ છે, દેવ આદિમાં નથી તથા જઘન્ય પણ મનુષ્ય અને તિર્યચોમાં જ છે, દેવ અને નારકીમાં નથી. તેમાં સૌથી ઉત્કૃષ્ટ લોક માત્ર અવધિ છે, કે જે પાછું પડી પણ જાય, ત્યારપછી જે અવધિ વધે તે અપતિપાતિ જ છે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ લોક માત્ર અવધિનું માન બતાવતાં પ્રસંગથી પ્રતિપાતિ-પતિપાતિનું સ્વરૂપ બતાવ્યું, તેમાં દોષ નથી. ક્ષેત્ર પરિમાણ દ્વાર કહ્યું, હવે સંસ્થાન દ્વાર -
• નિર્યુક્તિ-૫૪ :
જઘન્ય અવધિજ્ઞાન પ્તિનુકાકારે, ઉત્કૃષ્ટ ગોળ અને કંઈક લાંબુ, આજઘન્યોત્કૃષ્ટ ક્ષેત્રથી અનેક પ્રકારના આકારે હોય છે.
• વિવેચન-૫૪ :
તિબક-પાણીનું બિંદુ, તેના જેવો આકાર જઘન્ય અવધિનો હોય, તે જ સ્પષ્ટ કરતાં કહે છે - તે સર્વ બાજુથી વૃત હોય છે. કેમકે પનકક્ષેત્રનું વર્તુળપણું છે. ઉત્કૃષ્ટથી દીધું છે. તથા અગ્નિ જીવોની શ્રેણિના પરિક્ષેપની સ્વદેહાનુવૃત્તિપણે છે. મધ્યમ અવધિ અનેકાકારે છે.
જઘન્ય, ઉત્કૃષ્ટ સંસ્થાન કહી, હવે મધ્યમાવધિને કહે છે. • નિર્યુક્તિ -પપ :
કાપો, પ્યાલો, પહ, ઝલ્લરી, મૃદંગ, પુષ્પ છાબડી અને યવ આકારે [નાકાદિની અવધિજ્ઞાન અનુક્રમે છે. મનુષ્ય અને તિચિનું અવધિજ્ઞાન વિવિધ આકારે કહેલું છે.
• વિવેચન-૫૫ - મૂર્ણિમાં અહીં આનુગામિકનું વર્ણન પણ છે.].
ગાપો-ઉડુપક જેવો આકાર, લાટ દેશે ધાન્યાલય વિશેષ તે પ્યાલો, પટહ-વાધ વિશેષ, ઝલ્લરી - ચામડાથી મઢેલ વિસ્તીર્ણ વલયાકાર, તે પણ વાધ વિશેષ છે, ઉપર લાંબુ અને નીયે વિસ્તીર્ણ તથા ઉપર પાતળું તે મૃદંગ, એ પણ વાધ છે. પુખ શિખાની આવલિયી રચેલ ચંગેરી તે પુપચંગેરી છે. યવ એટલે સંવનાયક કન્યાનો ચોલક. એ બધાં આકારો લેવા. ભાવાર્થ એ છે કે – ત્રાપાદિ આકારે અવધિજ્ઞાન છે, તે અનુક્રમે નાક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક કાવાસી, કપાતીત દેવ તે પૈવેયક અને અનુત્તર દેવોને અનુક્રમે સર્વ કાળ નિયતથી અવધિ જાણવું.
તિર્યંચ અને મનુષ્યને વિવિધ આકારે રહેલ છે. દટાંત કહે છે - સ્વયંભમણ સમુદ્રના મત્સ્ય સમૂહ સમાન આકાર છે. જો કે ત્યાં વલયાકાર નિષેધ છે, અવધિજ્ઞાન તો તેવા આકારે પણ હોય. એમ સૂત્રથી ગણધરોએ અને અર્થથી તીર્થકરોએ કહેલ છે. આ અવધિ ભુવનપતિ અને વ્યંતરોને ઉંચે ઘણું હોય, બાકીના દેવોને નીચે વધુ હોય, જ્યોતિક અને નારકીને તીઈ વધુ હોય. મનુષ્ય અને તિર્યંચને વિચિત્ર પ્રકારે હોય.
સંસ્થાન દ્વાર કહ્યું, હવે આનુગામુક દ્વાર કહે છે – • નિયુક્તિ-પ૬ :
નાસ્કો તા દેવોને અનુગામી અવધિજ્ઞાન હોય છે. મનુષ્ય અને તિચિને આનુગામી, નાનુગામી અને મિશ્ર અવધિજ્ઞાન હોય છે.
• વિવેચન-૫૬ :લોચન માફક જ્યાં જાય ત્યાં સાથે જાય, તે આનુગામુક અવધિ. તુ શબ્દ