Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 48
________________ ઉપોદ્ઘાત નિ ૮૦ જ છે. તે સમ્યગ્દર્શનાદિ ત્રણ કરણ ભાવ પામેલા છે, તે તરણ કહેવાય. તરવા યોગ્ય તે ભવોદધિ છે. અથવા પંકદાહ અર્થાત્ પાપરૂપીદાહ તે કષાયો અને પિપાસા તે વિષયોની ઈચ્છા, એ બધાંને દૂર કરે છે, તે ધર્મ સાધન સાચુ તીર્થ છે, તેમ પંડિતો કહે છે. 99 અથવા (૧) સુખથી ઉત્તરાય અને સુખથી નીકળાય, (૨) સુખે ઉતરાય પણ દુઃખે નીકળાય, (૩) દુઃખે ઉત્તરાય અને સુખે નીકળાય, (૪) દુઃખે ઉતરાય અને દુઃખે નીકળયા. તે દ્રવ્યતીર્થ છે. તે આ પ્રમાણે અનુક્રમે શીવમત, બૌદ્ધમત, દિગંબર અને જૈન સાધુ જાણવા. મગ - સમગ્ર ઐશ્વર્યાદિ લક્ષણ. સમગ્ર ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ, પ્રયત્ન એ છ અર્થમાં ભગ' શબ્દ છે. તેનાથી યુક્ત તે ભગવંત. [પ્રશ્ન] તીર્થંકરમાં ભગવંતનો અર્થ સમાઈ જાય છે. - ૪ - તો ભગવંત શબ્દની શી જરૂર છે ? [ઉત્તર] એમ નથી, બીજા મતવાળા અમુક નયને અવલંબીને રહેલા છે, તેમના મતમાં માનેલા તીર્થંકર નહીં પણ ઉક્ત ગુણવાળા તીર્થંકર લેવા એમ સૂચવવાને ‘ભગવંત’ શબ્દ લીધો છે. અર્થાત્ તેવા ઉત્તમ ગુણોથી રહિત નહીં પણ યુક્ત એવા તીર્થંકરને હું વંદુ છું. - તે પ્રમાણે 'પ ્' તે ક્રોધાદિ શત્રુઓ છે, તેમના ઉપર આક્રમણ કરી, તેમનો પરાજય સંપૂર્ણપણે કર્યો માટે અનુત્તર પરાક્રમી તીર્થંકરો છે. [પ્રશ્ન] ઐશ્વર્યવાળા ભગવંતો અનુત્તર પરાક્રમી જ હોય, કેમકે તેના વિના ભગવંત ન કહેવાય. તેથી “અનુત્તર પરાક્રમ'' વિશેષણ નકામું છે. [ઉત્તર] અનાદિ શુદ્ધ, ઐશ્વર્યાદિયુક્ત પરમ પુરુષની કલ્પના કરતાં નસવાદીનું નિરાકરણ કરવા માટે આ પદ નકામું નથી. વળી કેટલાંક અનુત્તર પરાક્રમ વિના પણ બ્રહ્માદિને અનાદિથી ભગવંત માને છે, તેઓ કહે છે – “જેનું ન હણાય તેવું નિર્મળ જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, ધર્મ એ ચાર જગત્પત્તિને સ્વાભાવિક છે.’’ અથવા બીજા આત્માને અકર્તા માને છે. તે બંનેના મતખંડન કરવા કે “આત્મા પરાક્રમ કરીને શુદ્ધ થાય છે.” તે બતાવવા આ વિશેષણ જરૂરી છે. અમિત તે અપરિમિત કેવળજ્ઞાન છે, કેમકે જાણવા યોગ્ય પદાર્થ અનંત છે, તે જ્ઞાનવાળા ભગવંત છે. [પ્રશ્ન] અનુત્તર પરાક્રમી નિયમથી અનંતજ્ઞાની છે, તો તે વિશેષણ શા માટે કહ્યું. કેમકે ક્રોધાદિ ક્ષય થવાથી તુરંત અનંત કેવળજ્ઞાન થાય છે. [વાદીમત-] તે બધું દેખે કે ન દેખે પણ ઈષ્ટ પદાર્થને જરૂર દેખે, કેમકે કીડાની સંખ્યા ગણવા જેવું ઝીણું જ્ઞાન આપણે શું ઉપયોગી? આ મતના ખંડન માટે કહ્યું. ભવસમુદ્રને તર્યા તે તીર્ણ, ભવૌઘ તરીને સુગતિમાં ગયેલા તેમાં સર્વજ્ઞપણું, સર્વદર્શીપણું પ્રાપ્ત થવાતી નિરૂપમસુખ ભાગી છે. સુગતિ કહેવાથી ભવભ્રમણની તિર્યંચાદિ ગતિ છોડીને પંચમીગતિએ પહોંચ્યા છે. સિદ્ધ શબ્દથી લૌકિક અણિમાદિ આઠ પ્રકારના ઐશ્વર્યવાળી, સ્વેચ્છાથી ચાલવું આદિ ન લેતાં મોક્ષગતિવાળી સિદ્ધિ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ લેવી. - ૪ - ૪ - સિદ્ધિ નામે સુગતિનો પંથ તેના પ્રદેશક અર્થાત્ સિદ્ધિ ગતિનું બીજ સામાયિકાદિ બતાવનાર તીર્થંકર છે, આ વિશેષણથી અનેક જીવોને ઉપકારી તીર્થંકર નામ કર્મોદયથી તેઓ ઉપદેશ વડે તીર્થને સ્થાપે છે, તેમને હું વાંદુ છું. આ રીતે ઋષભદેવાદિને મંગલાર્થે વંદન કહ્યું. હવે આસન્નોપકારી વર્ધમાનસ્વામીને - ૪ - વંદે છે– • નિર્યુક્તિ-૮૧ : મહાભાગા, મહામુનિ, મહાયશા. દેવેન્દ્ર-નરેન્દ્રોથી પૂજિત આ વર્તમાન તીર્થ સ્થાપક તીર્થંકર મહાવીરને હું વાંદુ છું. • વિવેચન-૮૧ : - ‘વંમિ' આદિ પદ સંપૂર્ણ ઉત્તરપદાનુયાયી જાણળા. તેમાં માī - અચિંત્ય શક્તિ, - ૪ - જગત્ને ત્રણે કાળમાં સર્વજ્ઞત્વથી માને માટે મુનિ, તે પણ મહામુનિ છે. ત્રણે જગમાં વ્યાપેલા યશવાળા હોવાથી મોટા યશવાળા, કષાયાદિ શત્રુનો જય કરવાથી મહા-વીર, કેવળજ્ઞાન રૂપી લક્ષ્મીથી શોભે છે, માટે વીર. કહ્યું છે જે કર્મોને વિદારે છે, તપ વડે શોભે ચે, તપ-વીર્ય વડે યુક્ત છે, માટે તે વીર છે. દેવેન્દ્ર અને ચક્રવર્તી વડે પૂજિત એવા વર્ધમાનસ્વામી છે, જેમણે આ વર્તમાન તીર્થને સ્થાપેલ છે, માટે તેમને નમસ્કાર કરું છું. આ રીતે જિનેશ્વર મહાવીરને મંગલપાર્થે વંદન કર્યુ. હવે સૂત્ર રચનારા ગણધરાદિને પણ પૂજ્યબુદ્ધિથી વંદન કરે છે – • નિયુક્તિ-૮૨ પ્રવચનના પ્રવાચક એવા અગીયારે ગણધરોને, સર્વે ગણધરવંશને, વાચકવંશને અને પ્રવચનને હું વંદુ છું. • વિવેચન-૮૨ : ૧૧ ની સંખ્યાથી વાચી એવા અનુત્તર જ્ઞાનદર્શનાદિ ધર્મગણને ધાક તે ગણધરો, પ્રકર્ષથી પ્રધાન કે પ્રથમ એવા તે વાચક તે પ્રવાચક, કોના? પ્રવચન - આગમના, તેમને હું વંદુ છું. એ રીતે મૂળ ગણધરને વંદન કર્યુ તથા બધાં જ આચાર્યનો પ્રવાહ. તેમને, તથા ઉપાધ્યાયોના પ્રવાહને અને આગમને હું વંદુ છું. અહીં બંને વંશ તથા પ્રવચનને શા માટે વાંદો છો ? તે કહે છે – જેમ અર્થ કહેનાર અરહંત વંધ છે, સૂત્રકાર ગણધર વંધ છે, તે પ્રમાણે અર્થસૂત્રરૂપ પ્રવચન અમારા સુધી લાવનારા આચાર્યાદિનો વંશ અમારે ઉપકારક હોવાથી વંધ છે. આગમ તો સાક્ષાત્ વંધ જ છે. - - - હવે ચાલુ વિષય કહે છે – --- • નિર્યુક્તિ-૮૩ :- પૂર્ણિમાં કા સહિત લાંબુ વિવેયાં છે. તેમને મસ્તક વડે વંદીને, તેમણે કહેલ અર્થ પૃથકત્વને અને શ્રુતજ્ઞાન રૂપ ભગવંતના સ્વરૂપની નિયુક્તિને હું કહીશ. • વિવેરાન-૮૩ : પૂર્વોક્ત તીર્થંકરાદિને વાંદીને-મસ્તક વડે નમીને, હું નિર્યુક્તિ કહીશ. કોની ?

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120