Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 49
________________ co ઉપોદ્દાત નિ ૮૩ ૩૯ શ્રુતમાં અભિધેય અર્થ, તેથી સૂગ પૃથક્નો ભાવ અર્થાત્ સૂગની અને અર્થની. શ્રુત વિશેષણ છે તેની, જે તીર્થકર અને ગણધર આદિ વડે પ્રતિપાદિત છે. આવા શ્રુતજ્ઞાાન ભગવંતને. સૂર અને અર્થનું પરસ્પર નિયોજન તે નિયુક્તિ કહીશ. બધાંની નિયુક્તિ કહેશો ? ના. શ્રુત વિશેષ આવશ્યક આદિની. તેથી હવે કહે છે – • નિયુક્તિ-૮૪ થી ૮૬નું વિવેચન : આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂયગડાંગ તથા દશાશ્રુતસ્કંધની નિયુક્તિને કહીશ. કલાર્કની, પરમ નિપુણ વ્યવહાર સૂરની, સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ઋષિભાષિતની નિયુક્તિને કહીશ. હું જિનેશ્વરના ઉપદેશાનુસાર આ નિર્યુક્તિઓ કહીશ, તે ઉદાહરણ, હેતુ, કારણ, પદ સમૂહથી ઉપદેશાનુસાર આ નિયુક્તિઓ કહીશ, તે ઉદાહરણ, હેતુ, કારણ, પદ સમૂહથી યુક્ત સંeોપમાં કહેવાશે. • x • x • ઉકત પત્તનિપુણ એટલે મોક્ષના અંગપણાથી “પરમ'નું અને નિપુણ - બંસકપણાનું સૂચક છે. તેથી અહીં મનુ મૃત જેવો સંસાર સંબંધી વ્યવહાર નથી, પણ સત્ય પ્રતિજ્ઞા વ્યવહાર છે. ક્રિયા અભિધાનનું કારણ, આમાં અનેક જુદા ગ્રંથોનો વિષય છે. - ૪ - આ કૃતવિશેષ નિયુક્તિ સ્વબુદ્ધિથી નહીં પણ જિનોપદેશ વડે કહીશ. માણT - સાધ્ય, સાધન, અન્વય, વ્યતિરેકનું પ્રદર્શન-ટાંત, સાધ્ય ધર્મ અન્વય વ્યતિરેક લક્ષણ તે હેતુ. ક્યાંક હેતુ છોડીને દૃષ્ટાંત જ કહે છે. • x • ક્યાંક માત્ર હેતુ કહેલ છે. - x - તિતિકાર કહે છે કે - “જિનેશ્વરનું વચન સિદ્ધ છે, કોઈ વખત ઉદાહરણ કહેશે એ કોઈ વખત શ્રોતાને આશ્રીને હેતુ કહેશે. કેમકે તે ઉપપત્તિ માત્ર છે, જેમકે નિરૂપમ સુખવાળા સિદ્ધ છે, કેમકે જ્ઞાનમાં કોઈ પ્રકારે ક્ષતિ નથી. • x - X - ૪ - પહેલી સામાયિક નામે ઉપોદ્ઘાત નિયુકિત કહીશ – • નિયુક્તિ-૮૭ : ગરજનોએ ઉપદેશેલ અને આચાર્યની પરંપરામાં આવેલ એની સામાયિકની નિયુકિતને હું કહીશ. • વિવેચન-૮૭ : સામાયિક સૂત્રની નિયુક્તિ, જે તીર્થકર, ગણધરાદિએ શિષ્યો સન્મુખ ઉપદેશેલી અને આચાર્યની પરંપરાથી આવેલી છે, તેને કહીશ. તે પરંપરાથી બે પ્રકારે છે - દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્ય પરંપરા - જેમ ઇંટોને પરંપરાએ એક પુરુષ, બીજા પુરુષને પહોંચાડે છે, તે સંબંધે કથા ગાથા કહીશું. ભાવ પરંપરા તે ઉપોદ્ઘાત નિયુક્તિ જ આચાર્ય પરંપરાથી આવેલ છે. કેવી રીતે? જંબૂસ્વામીએ પ્રભવસ્વામીને આપી, તેણે શય્યભવ સ્વામીને કહી એ રીતે અથવા આચાર્ય પરંપરાથી આવેલી ગરએ કહી. [પ્રશ્ન દ્રવ્ય - જે ઇંટો આદિ છે, તે પરંપરાએ પહોંચાડવી યોગ્ય છે, પણ ભાવ તો શ્રુતજ્ઞાનના પર્યાયપણાથી એક વસ્તુમાંથી બીજીમાં જવાનો અભાવ છે, તો આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ તે પરંપરાથી કેમ આવે ? ઈત્યાદિ પ્રશ્નો - (ઉત્તર) આ ઉપચાર હોવાથી દોષ છે. જેમ રૂપિયાથી ઘી આવ્યું એ પ્રમાણે આચાર્યની પરંપરાનો હેતુ હોવાથી “આવેલ છે” તેમ જાણવું એટલે બોધવચન આ આગમન શબ્દ છે, પણ ક્રિયારૂપે નથી. દ્રવ્ય પરંપરાનું દૃષ્ટાંત - સાકેતનગર હતું. તેની ઈશાને સુરપ્રિય નામક યક્ષમંદિર હતું, તેમાં સુરપ્રિયની મૂર્તિનું ચિત્ર હતું. તે પ્રતિવર્ષ નવું ચીતરાય છે, તેનો પરમ મહોત્સવ કરાય છે. તે ચિતરેલ યક્ષ સદેશ્ય રૂપે રહી તે ચિત્ર કરનારને મારે છે, તે ડરથી જો ન ચિતરે તો મસ્કીનો રોગ ફેલાવે છે. તેથી બધાને બચાવવા સિતારામાં એકને મરવાની ફરજ પડે છે. તેથી બધાં ચિતાસ જીવ લઈને ભાગવા લાગ્યા. રાજાને ખબર પડી. તેણે વિચાર્યું કે બધાં ચિતારા ચાલ્યા જશે, તો આ ચક્ષ અમને બધાંને ઓચિંતા મારી નાંખશે. તેથી ચિતારને બોલાવીને ઈનામો આપી સંતુષ્ટ કર્યા. તેમના નામની ચિઠ્ઠી લખી. જેનું નામ નીકળે તે ચિત્ર બનાવે અને મૃત્યુવશ થાય. કોઈ દિવસે કોસાંબીથી એક ચિતારામ ભાગીને કામ શીખવા આવ્યો. ચીતારાના ઘરમાં ભરાણો, તે ઘરમાં ડોસીને એક પુત્ર હતો, તેની સાથે ચિતારાના પુત્રને મૈત્રી થઈ. કોઈ દિવસે ચિઠ્ઠીમાં તે ડોસીના દીકરાનું નામ નીકળતા, દોસી રડવા લાગી. પરદેશી છોકરાએ કહ્યું કે - રડ નહીં, હું ચિત્ર કરી આવીશ. • x • પછી તેણે છટ્ટનું પચ્ચકખાણ કર્યું, અખંડિત બે વસે પહે, મુખકોશ બાંધ્યો. નવા કળશોની ભૂમિ સાફ કરી, નવા કુચડા-પીંછી-મલકાદિ તૈયાર કર્યા - x - યોગ્ય રીતે ચિત્ર બનાવી, તે ચિત્રના પગે પડીને કહ્યું - યાદેવ ! મેં તમારો કંઈપણ અપરાધ કર્યો હોય તો ક્ષમા કરશો. ત્યારે યક્ષે વરદાન માંગવા કહ્યું. ચિતારાપુને કહ્યું - આજથી તમારે કોઈને મારવો નહીં. ચો કહ્યું – ભલે ! તેમ થાઓ. યક્ષે બીજા વરદાન માટે કહ્યું. ચિતાર પુત્ર બોલ્યો કે જેનો એકદેશ જોઉં તે દ્વિપદ, ચતુષ્પદ કે અપદ જે હોય તેનું ચિત્ર હું બનાવી શકે. યક્ષે કહ્યું - જા, તેમ જ થશે. યક્ષ ગયો. રાજાએ આ વાત સાંભળી તેનું સન્માન કર્યું. પછી તે ચિતારો કોસાંબી નગરી ગયો ત્યાં શતાનિક નામે સજા હતો. તેને ત્યાં મિસભા ન હતી, સિતારાને બોલાવ્યા, સભાના ભાગ પાડી દીધા, તેમાં વરદાનવાળા સિતારાને અંતઃપુરનો કીડાપદેશનો ભાગ ચીતરવા આપ્યો. તેણે ત્યાં જેવું અંતઃપુર હતું, તેવું ચિત્ર કર્યું. કોઈ વખતે જાળીના પડદામાંથી મૃગાવતી રાણીના પગનો અંગૂઠો જોયો, તેણે ઉપમાનથી રાણીનું રૂપ દોર્યું. તે ચિતારાની આંખ મીંચકાતા એક શાહીનું ટપકું ગણીના ચિત્રમાં સાથળ ઉપર પડ્યું. સિતારાઓ ભુંસી નાંખ્યું. એ રીતે ત્રણ વખત બન્યું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે આ ટ૫કું તલને માટે જરૂરી છે. ચિરસભા તૈયાર થઈ, રાજા જોવા આવ્યો, રાણીના ચિત્રમાં ગુપ્ત ભાગે તલ જોતા કોપિત થયો, આ દુષ્ટ નક્કી મારી રાણીને ભોગવી છે, એમ વિચારી

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120