Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 45
________________ કર ઉપોદ્યાત નિયુક્તિછે અથવા જ્ઞાન ક્રિયા ગુણના સમૂહરૂપ સામાયિકાદિ અધ્યયનોનો સમાવેશ છે. તેથી જ્ઞાન, દર્શન, ક્રિયાનો ઉપયોગ છે. અહીં નો શબ્દ મિશ્રવચન છે. બધાં પદોની એકવાટ્યતા સામાયિકાદિ શ્રતરૂપ છ અધ્યયનોનો સ્કંધ તે શ્રુતસ્કંધ છે. તેનાથી આવશ્યક શ્રુતસ્કંધ કહેવાય છે. [પ્રશ્નો આ આવશ્યક છ અધ્યયનાત્મક કેમ કહેવાય છે ? કેમકે તે છા અર્થના અધિકારવાળું છે, તે આ સામાયિકાદિ યથાયોગ જાણવા. પાવન વિજ (૧) અવધ એટલે પાપ, યોજાય તે યોગ - વ્યાપાર. પાપ સહિત વર્તે તે સાવધ. સાવધ યોગો, તેની વિરતિ તે સામાયિકનો અધિકાર છે. (૨) ઉકીર્તન તે ઉકીર્તના. તેમાં ગુણની ઉત્કીર્તના તે અરહંતોનો ચતુર્વિસતિચોવીશની સ્તવના [લોગસ્સ (૩) ગુણ-જ્ઞાનાદિ અથવા મૂળ કે ઉત્તરગુણ. તે જેમાં છે તે ગુણવાનું તે ગુણવંતની પ્રતિપત્તિરૂપ વંદન અધ્યયન. (૪) શ્રત શીલ ખલિતની નિંદના તે પ્રતિક્રમણ અધ્યયન. (૫) ચારિત્ર આત્માની પ્રાણ ચિકિત્સા તે કાયોત્સર્ગ. (૬) વ્રતાતિચારાદિ દૂર કરી, ચીકણાં કર્મ ન બંધાય તે માટે અનશન આદિ ગુણ સંધારણા તે પ્રત્યાખ્યાન. એમ છ અધિકાર છે. અહીં સંક્ષેપમાં સ્કંધના ઉપદર્શન દ્વાર વડે કહ્યા, વિશેષ આ છ એ અધ્યયનના અધિકાર દ્વાર અવસરે કહીશું – હવે અધ્યયન ન્યાસ પ્રસ્તાવ છે – અનુયોગદ્વાર ક્રમે આવેલા દરેક અધ્યયનમાં ઓઘનિષ્પન્ન નિક્ષેપામાં ટુંકાણમાં બતાવીશું - આ આવશ્યકનો સમુદાયાર્થ કહ્યો. હવે અવયવ અર્થને કહેવા એક-એક અધ્યયનને કહીશું. તેમાં પહેલું અધ્યયન સામાયિક-સમભાવ લક્ષણથી છે. ચતુર્વિશતિ સ્તવમાં તેના ભેદવથી સામાયિક અધિકાર પહેલાં કહેવાય છે. તેના ચાર અનુયોગદ્વારો છે – - અનુયોગદ્વારનો શબ્દાર્થ શું છે? અનુયોગ તે અધ્યયનનો અર્થ છે. દ્વારો તેના પ્રવેશમુખ છે. જેમ દરવાજા સહિત નગર છે અનગર છે. એક દ્વાર હોય તો પણ કાર્યવશ બહાર જતાં વિલંબ થાય છે. તેથી મૂળ ચાર દરવાજા, બીજી નાની બારીથી સુખપૂર્વક આવાગમન થઈ શકે છે. તે પ્રમાણે સામાયિક રૂપી નગરનો અર્થઅધિગમ, ઉપાય દ્વારા વિના શક્ય છે ચાર હારવાળું બનાવતા સુખેથી અવબોધ થાય છે, માટે આ હારનો ઉપન્યાસ લાભદાયી છે. તે દ્વારો - ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, નય છે. શાસ્ત્રનું ઉપક્રમણ જેના વડે, જેનાથી, જેનામાં કરાય, તે ઉપક્રમ. અર્થાત્ શાસ્ત્રના ન્યાસનો દેશ લાવવો [શ્રોતાનું લક્ષણ ખેંચવું એ રીતે જ નિક્ષેપ લેવો. નિફોપ - ન્યાસ - સ્થાપના એ ગમે પર્યાય શબ્દો છે. તે રીતે અનુગમન તે અનુગમ છે. સૂરનો અનુકૂળ બોધ આપવો તે. શિષ્યની બુદ્ધિને દોરવી તે નયો છે. વસ્તુના આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ પર્યાયિોનો જે જે સંભવ થાય તે સમજાવવું. [પ્રશ્ન આ ઉપક્રમાદિ દ્વારોનો આવો ક્રમ શા માટે ? લક્ષ્ય ખેંચ્યા વિના શિષ્યને કંઈપણ કહેવાથી વસ્તુ સ્વરૂપ બરોબર સ્થાપી શકાશે નહીં. સ્થાપના વિના પદાર્થને સમજી ન શકે. પદાર્થો પુરા બતાવ્યા વિના નય ન જણાવી શકાય, માટે આ ક્રમ બતાવ્યો છે. ઉપક્રમ બે ભેદે – શાસ્ત્રીય અને ઈતર. ઈતર છ પ્રકારે છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ફોન, કાળ અને ભાવથી. તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યોપકમ બે ભેદો - આગમથી, નોઆગમથી. આગમથી-જ્ઞાતા હોય પણ ઉપયોગરહિત હોય, નોઆગમથી જ્ઞશરીર, ભથશરીર અને તલ્યતિરિક્ત. તે ત્રણ ભેદે છે - સચિત્ત, અચિત, મિશ્રા દ્રવ્યોપક્રમ. તેમાં સચિત દ્રવ્યોપકમ દ્વિપદ, ચતુષ્પદ અને પદ ભેદથી. તે પ્રત્યેક પણ બે ભેદે - પરિકર્મ અને વસ્તુ વિનાશ. તેમાં પશ્કિર્મ-દ્રવ્યના ગુણ વિશેષ પરિણામવાળું કરવું. તે આ રીતે ઘી આદિ ઉપભોગથી પુરપતું વણદિકરણ અથવા કર્ણસ્કંધમાં વર્ધનાદિ ક્રિયા. બીજા કહે છે – શાસ્ત્ર ગંધર્વ નૃત્યાદિ કળા મેળવવી, તે પણ દ્રવ્યોપકમ કહેવાય. પણ તે અર્થ બરોબર નથી. કેમકે તે શાસ્ત્ર જ્ઞાન વિજ્ઞાનરૂપ છે. તે ભાવપણામાં ગણાય છે. પરંતુ આત્મદ્રવ્ય સંસ્કાર વિવાની અપેક્ષાથી શરીરસ્વણદિ કરવા માફક કોઈ અંશે દ્રવ્યોપક્રમ પણ થાય. એ પ્રમાણે મેના, પોપટને શીખવીને ગુણવિશેષવાળા કરાય, ચતુષ્પદોમાં હાથી આદિ, અપદમાં વૃક્ષાદિનો ઉપયોગ તે દ્રવ્યોપકમ છે. [પ્ર] જે સ્વયં વૃક્ષને સુતાર આદિથી સુધારા માટે ઉપાય લેવરાય તેમાં દ્રવ્યોપકમતા યોગ્ય છે, પણ વર્ણ કરણ તથા કળા આદિ સંપાદન કરનારને ભાવિમાં પણ વિવક્ષિત હેતુ વિના ઉપપત્તિ ન થાય, તેથી પરિકર્મમાં તેની દ્રવ્ય ઉપક્રમતા કઈ રીતે ઘટાવી શકાય ? [ઉત્તર) વિવક્ષિત હેતુ વિના ઉપપત્તિ ન થાય, એમ કહેવું અસિદ્ધ છે. કેમકે વર્ણના નામકર્મ વિપાકીપણાંથી સ્વયં પણ થશે. કળા આદિનું ક્ષાયોપથમિકપણું હોવાથી કાળાંતરે સ્વયં પણ થશે. જેમ વિભુમ, વિલાસ આદિ યુવાવસ્થામાં સ્વયં દેખાય છે. તથા વસ્તુ વિનાશમાં અને પુરુષાદિને તલવાણદિથી વિનાશ પ્રત્યક્ષ દેખાય છે. • x - ૪ - સચિતના ઉપક્રમ માફક અચિત દ્રવ્યના ઉપક્રમમાં પદારાગમણિને ખાર માટીનું પડ કરી પકાવવા વગેરેથી અનુક્રમે નિર્મળતા થાય, અથવા ખાખ થાય. મિશ્રદ્રવ્યોપક્રમ તો કટકાદિ વિભૂષિત પુરપાદિ દ્રવ્યનો જાણવો. વિવેક્ષાથી કારક યોજના કરવી. જેમકે દ્રવ્યનો, દ્રવ્ય વડે આદિ. ક્ષેત્રનો ઉપક્રમ તે ક્ષેત્રોપકમ. ક્ષેત્ર અમૂર્ત અને નિત્ય છે, તો તેનો સુધારો કે વિનાશ કેવી રીતે થાય? તે ક્ષેત્રમાં રહેલા દ્રવ્યનો સુધારો કે નાશ કરસ્વો, તેમાં ઉપચારથી કહ્યું. - X - કાળના વર્તનાદિ રૂપવથી દ્રવ્ય પર્યાયરૂપત્વથી દ્રવ્યોપકમ જ ઉપચારથી કાલોપક્રમ કહેવાય. અથવા ચંદ્રગ્રહણાદિ લક્ષણવાળો

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120