Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
પીઠિકા-નિ ૨૦
૪૪
જાણવું.
અશ્રુતજ્ઞાન સવતિશય રૂ૫ રનોના સમુદ્ર સમાન છે. પ્રાયઃ ગુરુ પાસેથી મળતું હોવાથી પરાધીન છે. તેથી શિષ્યાનુગ્રહાર્થે જેને જે લાભ થાય તે દર્શાવતા કહે
• નિયુક્તિ-૨૧ :
આઠ બુદ્ધિના ગુણો વડે આગમશાસ્ત્રોનું ગ્રહણ કર્યું. તેને પૂર્વ વિશારદ વીરપુરુષો શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કહે છે.
• વિવેચન-૨૧ :
૩ - અભિવિધિ કે મર્યાદા અર્થમાં છે. આગમન તે આગમ. ગામ - પરિચ્છેદ [બોઘ). તે આગમ છે, તે કેવળ, મતિ, અવધિ, મન:પર્યવ લક્ષણ હોય છે. તે ખુલ્લું બતાવતા કહે છે - જેના વડે શીખવાય તે શાસ્ત્ર, શાસ્ત્ર એ જ શ્રત. આગમ ગ્રહણ, ષષ્ટિમંત્રાદિ કુશાસ્ત્રના વ્યવચ્છેદાર્ગે છે કેમકે તે આગમ નથી. કેમકે તેમાં સમ્યક બોધપણાંનો અભાવ છે, છતાં તે લોકમાં ભાગરૂપે રૂઢ છે. આગમ એ જ શાસ્ત્ર છે આગમ શાસ. તેનું ગ્રહણ. હવે પછી બતાવાનાર આઠ ગુણો વડે શ્રુતજ્ઞાનનો લાભ દેખેલ છે, તે ગ્રહણ કરવાનું બતાવે છે. કોણ બતાવે છે ?
પૂર્વોમાં વિશારદ અને વ્રતપાલનમાં સ્થિર એવા ધીરપુરુષો. બુદ્ધિના આઠ ગુણો કહેલા છે, તે આ પ્રમાણે –
• નિયુક્તિ-૨૨
સુશ્રુષા, પ્રતિકૃચ્છા, સાંભળવું, ગ્રહણ કરવું. જહા-વિચારવું, પછી પોહનિશ્ચય કરવો, પચી ધારવું, તે મુજબ સમ્યફ કરવું.
• વિવેચન-૨૨ -
વિનયયુક્ત થઈ શિષ્ય, ગુરુ મુખેથી સાંભળવાની ઈચ્છા કરે, ફરી પૂછે-પૂછીને તે શ્રતને અશક્તિ કરે. ફરી કહેવાય તે સાંભળે, સાંભળીને ગ્રહણ કરે, ગ્રહણ કરીને ઈહા કરે - પર્યાલોચના કરે કે શું આ આમ છે કે બીજી રીતે છે ? 4 શબ્દ સમુચ્ચય મટો છે. ઉપ શબ્દથી પરલોચન કરતો કંઈ સ્વબુદ્ધિથી પણ ઉપેક્ષા કરે. ત્યારપછી અપોહન કરે - એ પ્રમાણે આચાર્યએ જે આદેશ કર્યો છે. પછી તે અનેિ તે પ્રમાણે ધારી રાખે. તે મુજબ સમ્યક અનુષ્ઠાન કરે, કેમકે તેમાં કહેવાયેલ અનુષ્ઠાન પણ શ્રુતપ્રાપ્તિનો હેતુ થાય છે. કેમકે તે અનુષ્ઠાનો જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમાદિના નિમિત પણે છે. અથવા ગુરુ જે-જે આજ્ઞા કરે છે, તેને સમ્યમ્ અનુગ્રહ માનતો સાંભળવાને ઈચ્છે છે તે શુષા કહેવાય છે.
પૂર્વે આજ્ઞા કરેલ સર્વે કાર્યો કરીને ફરી પૂછે તે પ્રતિકૃચ્છા.
ફરી આદેશ કરાય તેને સારી રીતે સાંભળે. બાકી પૂર્વવતું. [આ સુઝની વ્યાખ્યા મૂર્ણિ અને નિયુક્તિ દીપિકામાં વધુ વ્યવસ્થિત છે.]
• નિયુક્તિ -૨૩ - મૌન, હુંકાર, ગાઢ રીતે બોલે, પ્રતિકૃચ્છા, વીમ, પછી સર્વે પદાર્થોના
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ અર્થમાં પારંગત થાય, પછી પરિનિષ્ટ થાય તે સાતમું.
• વિવેચન-૨૩ :
(૧) મૂંગા થઈને સાંભળે, અર્થાત્ પહેલાં શ્રવણમાં શરીર સંયત કરી, મૌન થઈને રહે. (૨) પછી હું તારો આપે - વંદન કરે. (3) બાઢકાર કરે અર્થાત્ તે તેમજ છે, બીજી રીતે નથી. (૪) સાંભળીને પૂર્વાપર સૂp અભિપાયથી કંઈક પ્રતિપૃચ્છા કરે કે આ કેવી રીતે છે ? (૫) મીમાંસા કરે - તેના પ્રમાણની જિજ્ઞાસા કરે. (૬) શ્રવણમાં તેના ઉત્તર ઉત્તર ગુણ પ્રસંગ અને પારગમન થાય. (૩) શ્રવણમાં પરિનિષ્ઠા થાય અર્થાતુ ગુરુએ કહેલને અનુભાષણ કરી શકે. શ્રવણ વિધિ કહી.
હવે વ્યાખ્યાન વિધિ કહે છે - • નિયુક્તિ-૨૪ :
પહેલા સૂત્રનો અર્થ, બીજું નિયુક્તિ સહિત મિશ્ર અર્થ કહેવો. બીજુ સંપૂર્ણ [પસકત કે અપસક્ત] કહેવું. આ અનુયોગ વિધિ કહી છે.
• વિવેચન-૨૪ :
સૂત્રનો અર્થ તે સૂત્રાર્થ જ માત્ર જે અનુયોગમાં પ્રતિપાદિત કરાય તેને સૂત્રાર્થ કહેવાય. અથવા સૂત્રાર્થ માત્ર બતાવનાર મુખ્ય અનુયોગ તે સૂગાથે. • x • ગુરુએ પહેલાં સૂત્રનો અર્થ માત્રના નામવાળો અનુયોગ કહેવો, જેથી નવા શીખનારની મતિ સંમોહ ન પામે. બીજો અનુયોગ સૂત્ર પર્શિક નિયુક્તિ સહિત કરવો. એ પ્રમાણે જિનેશ્વર અને ચૌદ પૂર્વી કહે છે. ત્રીજો સંપૂર્ણ અત્િ પ્રસક્ત કે અનુપસક્ત પણ જ્યાં લાગુ પડે તેવું બધું કહી બતાવે, આવો ત્રણ પ્રકારનો વિધિ જિનાદિએ બતાવેલો છે.
ક્યાં ? સૂગના પોતાના અભિધેય સાથે અનુકૂળ યોગ તે અનુયોગ અર્થાત્ સૂગનું વ્યાખ્યાન. - x • શ્રુતજ્ઞાન સમાપ્ત. હવે અવધિજ્ઞાન -
• નિયુક્તિ -૫ :
અવધિજ્ઞાનની બધી પ્રવૃતિઓ ખરેખર અસંખ્યાત છે. કેટલીક ભવપત્યયિક છે અને કેટલીક ક્ષાયોપથમિક છે.
• વિવેચન-૨૫ -
ગણાય તે સંખ્યા, તે સંગાથી અતિત તે અસંખ્યય. તે સંખ્યાતીતમાં અનંત પણ થાય છે. તેથી તે અનંત પણ છે. ઈસુ વિશેષણ અર્થે છે. તેથી ક્ષેત્ર અને કાળ નામક પ્રમેય અપેક્ષાથી જ સંગાતીત છે. દ્રવ્ય અને ભાવથી અનંતા છે. અવધિજ્ઞાનની પ્રકૃતિ-ભેદ કે અંશો છે. અર્થાત્ –
અવધિજ્ઞાની લોકક્ષેત્રના અસંખ્યય ભાગથી આરંભીને પ્રદેશની વૃદ્ધિથી અસંમેય લોક પરિમાણ ઉત્કૃષ્ટ આલંબનથી x કહ્યું. કાળથી આવલિકાના અસંખ્યય ભાગથી માંડીને સમય વૃદ્ધિએ અસંખ્યય ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ કહ્યો છે. શેયભેદથી જ્ઞાનભેદ છે. તેથી સંખ્યાતીત તેની પ્રવૃતિઓ કહી છે. તૈજસ વાકદ્રવ્યમાં અપાંતરાલવર્તી વર્ગણાઓ અનંત પ્રદેશવાળા દ્રવ્યોથી લઈને વિચિત્રવૃદ્ધિથી સર્વે મૂર્ત દ્રવ્યો ઉત્કૃષ્ટથી જુએ, તે વિષય પરિમાણ કહ્યું. પ્રતિવસ્તુગત અસંખ્યય પયય