Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 29
________________ પીઠિકા-નિ ૧૩ થી ૧૫ ૪૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ તેમાં પ્રતિપતિને આશ્રીને વિવક્ષિત કાળે હોય કે ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી ક્ષેત્ર પલ્યોપમના અસંય ભાગ પ્રદેશની સશિતુલ્ય હોય. પૂર્વ પ્રતિપન્ન જઘન્યથી કંઈક વિશેષ જાણવા. હવે ક્ષેત્રપ્રમાણ - તેમાં વિવિધજીવો અને એક જીવને આશ્રીને ક્ષેત્ર કહે છે. બધાં મતિજ્ઞાની લોકના અસંખ્યય ભાગમાં વર્તે છે. એક જીવ તો ઈલિકાગતિથી જતાં ઉંચે અનુત્તર દેવમાં શ૧૪ ભાગમાં વર્તે છે. અથવા ત્યાંથી આવે છે. નીચે છઠ્ઠી નાચ્છીમાં જતાં-આવતાં ૫ ભાગમાં વર્તે છે. કેમકે ત્યાંથી નીચે મતિજ્ઞાની આશ્રીને અપોલોક નથી. સમ્યક્દષ્ટિ ત્યાંથી નીચે સાતમી નારડીમાં ન જાય. પ્રિ સાતમી નરકમાં પણ સમ્યગ્દર્શનનો લાભ બતાવ્યો છે, માટે આવતા જીવને Is થી અધિક ક્ષેત્ર કેમ ન સંભવે ? [ઉત્તર] ના, કેમકે સાતમી નારકીથી સમ્યકવીનું આગમન ના થાય. કેમ ન થાય ? ત્યાંથી નીકળી તિર્યંચ ગતિમાં જ આવે છે. * * સ્પર્શનાદ્વાર - પૂર્વે કહ્યું છે કે – અવગાહ તે ક્ષેત્ર છે, સ્પર્શના તેથી અધિક જાણવી. જેમકે - પરમાણુનું ક્ષેત્ર એક પ્રદેશ, સાત પ્રદેશ સ્પર્શના. કાળદ્વાર - ઉપયોગને આશ્રીને એક કે અનેક જીવોનો ઉપયોગ કાળ અંતમુહર્ત જ છે. તેની લબ્ધિને આશ્રીને જઘન્યથી અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમથી અધિક - x - પૂર્વવત્ જાણવું. પછી વયમાં બીજી ગતિમાં ન જાય તો અવશ્ય મોક્ષ થાય. જુદા જુદા જીવોને આશ્રીને તો સર્વકાળ મતિજ્ઞાની જીવો છે. પણ મતિજ્ઞાન હિત લોક કોઈ કાળે નથી. અંતરદ્વાર - એક જીવને આશ્રીને મતિજ્ઞાનનું અંતર જઘન્યથી તમુહૂર્ત છે, કેમકે સમ્યકત્વ પામે અને વમે, પાછું અંતર્મુહૂર્તમાં જ્ઞાન આવરણ કર્મના ક્ષયોપશમથી મતિજ્ઞાન પામે. ઉત્કૃષ્ટથી તો ઘણી આશાતના કરીને અપાઈ પુદ્ગલ પરાવર્તન કાળ રખડીને પામે. કેમકે તીર્થકર, શ્રત, પ્રવચન, આચાર્ય, ગણધર, મહર્તિક સાધુની ઘણી આશાતના કરે તો જીવ અનંત સંસારી થાય, વિવિધ જીવ અપેક્ષાથી આંતરાનો અભાવ છે. ભાગદ્વાર - મતિજ્ઞાની, બીજા જ્ઞાનીના અનંતમાં ભાગે વર્તે છે. ભાવદ્વાર - મતિજ્ઞાની ક્ષાયોપથમિક ભાવમાં વર્તે છે. - ૪ - અલાબહત્વ - મતિજ્ઞાનીમાં પ્રતિપધમાનક અને પૂર્વ પ્રતિપક્ષની સાપેક્ષાથી આ વિભાગ છે. સદ્ભાવ હોય ત્યારે સર્વથી થોડાં પ્રતિપધમાનક છે, પૂર્વપતિપન્ન તો જઘન્યથી પણ તેમનાથી અસંખ્યાતગણાં છે. ઉત્કૃષ્ટ પદવાળા તેનાથી પણ વિશેષાધિક છે. હવે મતિજ્ઞાનના ભેદો – • નિયુક્તિ-૧૬ પૂર્વાદ્ધ :અભિનિબોધિક જ્ઞાનની ૨૮ પ્રકૃતિઓ હોય છે. • વિવેચન-૧૬ પૂર્વાદ્ધ : પૂર્વોક્ત - મન અને આંખને છોડીને બાકી વ્યંજનાવગ્રહ ચાર ભેદે છે. અથવિગ્રહ બધી ઈન્દ્રિયો અને મનનો સંભવે છે, તે જ પ્રકારે છે ઈહા, અપાય, ધારણા પ્રત્યેકના છ-છ ભેદો, એમ કુલ-૨૮ ભેદો થયા. પૂર્વે અવગ્રહાદિ કહેલાં જ છે, તો ફરી અહીં કેમ કહો છો ? ત્યાં સૂત્રમાં સંખ્યા નિયમથી કહી નથી, અહીં તે કહી, માટે તેમાં વિરોધ નથી. આ મતિજ્ઞાન ચાર ભેદે છે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. દ્રવ્યથી - સામાન્ય આદેશથી મતિજ્ઞાની સર્વ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો જાણે, પણ વિશેષાદેશથી ન જાણે. ક્ષેત્રથી લોકાલોકને, કાળથી સર્વકાળને, ભાવથી ઔદયિકાદિ પાંચ ભાવોને અને સર્વ ભાવના અનંત ભાગને જાણે. મતિજ્ઞાન કહ્યું, હવે શ્રુતજ્ઞાન કહે છે – • નિયુક્તિ-૧૬ ઉત્તરાદ્ધ :શ્રુતજ્ઞાનની પ્રકૃતિઓ હવે વિસ્તારથી કહીશ. • વિવેચન-૧૬ ઉત્તરાદ્ધ :- x • શ્રુતજ્ઞાનને કહીને, અવધિ જ્ઞાનને સોપથી કહીશું. • નિયુકિત-૧૭ : લોકમાં પ્રત્યેક અક્ષરો અને તેના જેટલાં સંયોગો થાય, તેટલી પ્રકૃતિઓ શ્રુતજ્ઞાનની હોય છે, તેમ જાણવું. • વિવેચન-૧૩ : એકૈક પતિ તે પ્રત્યેક. મેં કારાદિ અક્ષરો અનેક ભેદે છે. જેમકે સાનુનાસિક કે નિરનુનાસિક મ કાર. વળી તે એકૈક હૂહ, દીર્ધ, પ્લત એવા ત્રણ ભેદે છે. વળી તે ઉદાત, અનુદાત્ત, સ્વરિત ભેદે છે. એમ ૧૮-ભેદો છે. તે પ્રમાણે ' કારદિમાં ભેદો યથાસંભવ બતાવવા. અક્ષરોના સંયોગો તે બે વગેરે મળીને સંયોગ થાય છે. તે ઘટ, પટ વગેરે છે. વાઘ, હસ્તિ આદિ આ અનંતા સંયોગો છે. તે દરેક સ્વ-પર પર્યાયિ અપેક્ષાએ અનંતા છે. [પ્રશ્ન એ કારાદિ સંખ્યય અક્ષરોના અનંતા સંયોગો કેવી રીતે થાય ? કહેવા યોગુ પુદ્ગલાસ્તિકાયાદિ પદાર્થો અનંતા છે, તે દરેક પદાર્થના કંઈક ભિન્નપણાંથી ભેદો છે, તે પદાર્થોનાં નામ અનંતા હોવાનું સિદ્ધ થવાથી અનંત સંયોગસિદ્ધિ છે. હવે અભિધેયનું અનંતપણું બતાવે છે – એક પરમાણુ, બે પ્રદેશવાળો, અનંતપ્રદેશવાળો સ્કંધાદિ ભેદો છે. અથવા એક્ટ પણ અનેક અભિધાનની પ્રવૃત્તિના અભિધેય ધર્મ ભેદો છે. જેમકે પરમાણુ નિરંશ છે, નિપ્રદેશ, નિર્ભેદ, નિવયવ આદિ છે. આ બધાં સર્વથા એક અભિધેયના વાચક ધ્વનિઓ નથી. કેમકે બધાં શબ્દોમાં કંઈક અંશે ભિન્ન પ્રવૃત્તિ નિમિતપણું છે. એમ બધાં દ્રવ્ય પર્યાયોમાં યોજવું. સૂત્રમાં પણ કહ્યું છે કે – અનંતા ગમો, અનંતા પર્યાયિો છે. આ જ અર્થને અક્ષરોમાં આરોપીને કહે છે - આટલાં પરિમાણવાળા પ્રવૃત્તિના નિમિતપણાથી સર્વે ભેદો શ્રુતજ્ઞાનમાં થાય છે. સામાન્યથી બતાવેલ અનંત શ્રુતજ્ઞાનની પ્રકૃતિને યથાવ બતાવવાના આત્માનાં સામર્થ્ય અભાવે થોડામાં બતાવે છે.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120