Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 27
________________ પીઠિકા-નિ ૧૧ હોય, તે ચાર સમયે પૂરે તે બતાવે છે. કઈ રીતે ? એક સમયમાં લોકની અંતર્નાડીમાં પ્રવેશે છે, બાકીના ત્રણ સમયમાં પૂર્વવત્ જાણવું. જો વિદિશામાં રહેલ હોય, તો તે બોલે ત્યારે પુદ્ગલોનું અનુશ્રેણિએ ગમન હોવાથી બે સમયે અંતર્નાડીમાં પ્રવેશ કરે છે, બાકીના ત્રણ પૂર્વવત્ થતાં પાંચ સમયે લોકમાં સૃષ્ટ થાય છે. ૩૫ બીજા કેવલી સમુદ્ઘાતની ગતિએ લોકને પૂરે છે તેમ કહે છે. તેમના મતે પ્રથમ સમયે ભાષાનું ઉર્ધ્વગમન તથા અધોગમન થવાથી મિશ્ર શબ્દના શ્રવણનો સંભવ નથી. અવિશેષથી કહ્યું છે – ભાષા સમશ્રેણિએ જે શબ્દ સાંભળે તે મિશ્ર સાંભળે છે, ઈત્યાદિ - ૪ - ૪ - મત કહ્યો. એ મતે ત્રણ સમયે લોકનું પૂરણ સંભવે છે, પણ ચાર સમયનો સંભવ ન થાય. પહેલાં સમય પછી તુરંત બધી દિશામાં પરાઘાત દ્રવ્યનો સંભવ છે, બીજા સમયમાં મંથાનની સિદ્ધિ થાય છે અને ત્રીજા સમયમાં આંતરા પૂરી દે છે. [પ્રશ્ન] કેવલી સમુદ્દાત માફક ચાર સમયે જ પૂરે તો શું દોષ ? [ઉત્તર] એમ નથી, કેમકે તમને સિદ્ધાંતનું જ્ઞાન નથી. અહીં જૈન સમુદ્દાત મધ્યે પરાઘાત થનાર વાસ્ય દ્રવ્યનો સંભવ નથી, પણ તેમાં સકર્મક જીવનો વ્યાપાર છે, તેથી બીજે સમયે દંડ અને કપાટ થાય છે. પણ શબ્દ દ્રવ્યોનું અનુશ્રેણિએ ગમન થવાથી પરાઘાત દ્રવ્ય વયમાં વાસકપણે હોવાથી બીજે સમયે જ મંયાન થઈ જાય છે. અચિત્ત મહાસ્કંધ પણ વૈશ્રસિક હોવાથી અને પરાઘાતના અભાવથી ચાર સમયે જ પૂરે છે. પણ શબ્દનું તેમ નથી. કેમકે તે સર્વત્ર અનુશ્રેણિ ગમનાવાળો છે. - x - તમે પૂછેલું કે લોકના કેટલામાં ભાગે કેટલો ભાગ સ્પર્શે ? તે કહે છે. ક્ષેત્ર ગણિતની અપેક્ષાથી લોકના અસંખ્યેય ભાગે સમગ્ર લોકવ્યાપીર ભાષાનો અસંખ્યેય ભાગ થાય છે. - ૪ - તત્વ અને ભેદથી મતિજ્ઞાનનું સ્વરૂપ કહીને હવે વિવિધ દેશના શિષ્ય સમૂહને સુખે જણાવવા કહે છે – • નિયુક્તિ-૧૨ ઈહા, અપોહ, વિમર્શ, માર્ગણા, ગવેષણા, સંજ્ઞા, સ્મૃતિ, મતિ, પ્રજ્ઞા એ સર્વે આભિનિબોધિક જ્ઞાનના પર્યાયો છે. • વિવેચન-૧૨ : રૂ ધાતુ ચેષ્ટા અર્થમાં છે. વિધમાન પદાર્થોના અન્વય અને વ્યતિરેકની પર્યાલોચના છે. આ ઈહાના પર્યાયો કહ્યા. અપોહ-નિશ્ચય. વિમર્શ તે ઈહા પછી થાય છે. પ્રાયઃ માથુ ખણવા વગેરે મનુષ્યના ધર્મો છે એમ ઘટે છે, એવો સંપ્રત્યય તે વિમર્શ છે. અન્વયધર્મની અન્વેષણા તે માર્ગણા છે. વ્યતિરેક ધર્મની આલોચના તે ગવેષણા છે. સંજ્ઞાન તે સંજ્ઞા. વ્યંજન અવગ્રહથી ઉત્તકાળ ભાવિ મતિ વિશેષ છે. સ્મરણ તે સ્મૃતિ, પૂર્વાનુભૂત અર્થનું આલંબન તે પ્રત્યય છે. મનન તે મતિ છે. કોઈ અંશે અર્થનો બોધ થવા છતાં પછીથી સૂક્ષ્મધર્મની આલોચનારૂપ તે બુદ્ધિ છે. પ્રજ્ઞાન તે પ્રજ્ઞા, વિશિષ્ટ ક્ષયઉપશમથી ઉત્પન્ન થયેલ પ્રભૂત વસ્તુગત રથાવસ્થિત ધર્મના આલોચનરૂપે મતિ છે. આ બધું આભિનિબોધિક ૩૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ મતિજ્ઞાન છે. આ પ્રમાણે કંઈક ભેદથી ભેદ બતાવ્યો. તત્વથી તો તે બધાં મતિના પર્યાય વાચકો છે. - X - મતિજ્ઞાન સ્વરૂપ કહ્યું, હવે અનુયોગ દ્વારો વડે ફરીથી તેનું નિરૂપણ કરવા કહે છે – ♦ નિયુક્તિ-૧૩ થી ૧૫ : સત્ પદ પ્રરૂપણા, દ્રવ્યમાણ, ક્ષેત્ર સ્પર્શના, કાળ, અંતર, ભાગ, ભાવ અને અલ્પબહુત્વ એ નવ દ્વાર જાણવા... ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કપાય, વૈશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઉપયોગ, આહાર, ભાષક, પ્રત્યેક, યિ, સૂક્ષ્મ, સંી, ભવ્ય, ચરમ એ ગતિ આદિ સ્થાનોમાં પૂર્વપન્ન અને પ્રપધમાન મતિજ્ઞાનીની વિચારણા થશે. * વિવેચન-૧૩ થી ૧૫ : (૧) સાચું પદ તે સત્પદ, તેની પ્રરૂપણા તે સત્પદ પ્રરૂપણા, તેનો ભાવ તે સત્યપ્રરૂપણતા છે. તે ગત્યાદિ દ્વારો વડે આભિનિબોધિક જ્ઞાન સંબંધી કહેવું. અથવા સત્ વિષય સંબંધી પદ તે સત્પદ. [પ્રશ્ન શું સત્પદની પ્રરૂપણા પણ થાય છે? કે જેથી તમે કહો છો કે – સત્યદની પ્રરૂપણા કરીએ છીએ. [સમાધાન] ખર-વિષણાદિ અસત્ પદો પણ છે, તેથી સનું ગ્રહણ કર્યુ. અથવા આવા પણ પદો છે કે ગતિ આદિ સત્પદોમાં જેના વડે મતિજ્ઞાનની પ્રરૂપણા કરાય છે. (૨) દ્રવ્યપ્રમાણ - તે જીવનું દ્રવ્યપ્રમાણ બતાવવું. એક સમયમાં કેટલાં જીવો મતિજ્ઞાન પામે છે કે બધાં પામે છે તે. (૩) ક્ષેત્ર - કેટલાં ક્ષેત્રમાં મતિજ્ઞાન સંભવે છે, તે ક્ષેત્ર બતાવવું. (૪) સ્પર્શન - તે કેટલું ક્ષેત્ર મતિજ્ઞાનીઓ સ્પર્શે છે, તે કહેવું. [પ્રશ્ન] ક્ષેત્ર અને સ્પર્શનામાં શો ભેદ ? અવગાહ છે તે ક્ષેત્ર છે, અને સ્પર્શના તો બાહ્યથી પણ હોય છે. એટલો ભેદ છે. (૫) કાળ-સ્થિતિ, (૬) અંત-પ્રતિપત્તિ આદિ આશ્રીને કહેવું. (૭) ભાગ - બીજા જ્ઞાનીની અપેક્ષાએ મતિજ્ઞાની કેટલામે ભાગે છે ? (૮) ભાવ-કયા ભાવમાં મતિજ્ઞાની છે ? (૯) અાબહુત્વ કહેવું. [પ્રશ્ન ભાગ દ્વારથી આ અર્થ આવી જાય છે, ફરી શા માટે બતાવ્યો? [સમાધાન] ના, તમે અમારો અભિપ્રાય જાણતા નથી. અહીં મતિજ્ઞાનીમાં જ પૂર્વે પામેલા અને નવા પામતાની અપેક્ષાએ અલ્પબહુત્વ કહેવું. • x - હવે ઉક્ત ગાથા ૧૪,૧૫માં આભિનિબોધિક જ્ઞાનની સત્પદ પ્રરૂપણાના દ્વારોનો અવયવાર્થ કહે છે. [તે આ પ્રમાણે—] (૧) ગતિદ્વાર - આભિનિબોધિક જ્ઞાન છે કે નહીં, જો છે તો ક્યાં છે? ગતિને આથ્રીને તે વિચારીએ, તે ગતિ ચાર પ્રકારે છે – નાક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારે ગતિમાં આભિનિબોધિક જ્ઞાનને પૂર્વે પામેલા જીવો નિયમથી છે, નવા

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120