Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
પીઠિકા-નિ ૩૦
કર્મોદયથી સૂક્ષ્મ પન્નક વનસ્પતિ વિશેષ જીવ આહાર કરીને જેટલી અવગાહનાની કાયા કરે, તેટલું અવગાહના ક્ષેત્ર અવધિજ્ઞાની જઘન્યથી જુએ. તેનો પ્રયોગ આ પ્રમાણે – અવધિનું જઘન્ય ક્ષેત્ર આટલું જ છે.
હવે સંપ્રદાયથી આવેલો અર્થ આ પ્રમાણે છે – [અહીં વૃત્તિકાર મહર્ષિ પાંચ ગાળાનું કુલક નોધે છે, ત્યારપછી તેનો કંઈક અર્થ કહે છે, તે આ −
આ મહામત્સ્ય શું છે ? તેનો ત્રીજા સમયે નિજદેહ દેશમાં ઉત્પાદ શું છે ? અથવા ત્રણ સમય આહાકત્વ કઈ રીતે કલ્પવું ? તે જ મહામત્સ્ય ત્રણ સમયો વડે આત્માને પ્રયત્ન વિશેષથી સંક્ષેપ કરતો, સૂક્ષ્મ અવગાહના યુક્ત થાય છે. બીજો નહીં. પહેલાં - બીજા બે સમયે અતિ સૂક્ષ્મ અને ચોથા આદિ સમયમાં અતિ સ્થૂળ. ત્રણ સમય આહારક જ તેને યોગ્ય છે, માટે તે લીધું.
બીજા કહે છે – ત્રણ સમય આહારક. લંબાઈ-પહોળાઈનો સંહાર બે સમય
*ક
અને સૂચિ સંહરણ ઉત્પાદ સમય, એ ત્રણ સમય. વિગ્રહના અભાવે આહાર હોય. તેથી ઉત્પાદ સમયે જ ત્રણ સમય આહારક સૂક્ષ્મ પનકજીવની જઘન્ય અવગાહના હોય, તેથી તે પ્રમાણ જઘન્ય અવધિક્ષેત્ર જાણવું. પણ આ અયુક્ત છે, કેમકે ત્રણ સમય આહાકત્વ એ પનકના જીવનું વિશેષણ છે. મત્સ્યેની લંબાઈ અને પહોળાઈનો
સંહરણ સમય બે અનેક પકન સમય અયોગ છે. કેમકે ત્રણ સમય આહારકત્વ
નામક વિશેષણની અનુપપત્તિનો પ્રસંગ આવશે.
ઉક્ત વ્યાખ્યામાં ૧૦૦૦ યોજનનો મત્સ્ય મરીને જે પોતાની કાયામાં સૂક્ષ્મ પનક જીવપણે જે ઉત્પન્ન થાય, તે અહીં લેવો. હવે ઉત્કૃષ્ટથી કહે છે –
• નિર્યુક્તિ-૩૧
-
સર્વ બહુ અગ્નિકાય જીવો આંતરા વિના હંમેશા સર્વ દિશામાં જેટલા ભરેલા હોય, તેટલાં ક્ષેત્ર પ્રમાણ ઉત્કૃષ્ટ અવધિ ક્ષેત્ર બતાવેલ છે.
- વિવેચન-૩૧ :
વિવક્ષિત કાળમાં અવસ્થિત રહેલા અગ્નિના જીવો સૌથી વધારે વિધમાન હોય તે ‘સર્વ બહુ.'' પણ ભૂત કે ભાવિના નહીં. તેમ બીજા જીવો પણ નહીં. કેમકે તે અસંભવ છે. તે અગ્નિ જીવો સૌથી વધારે છે. તે જેટલાં પ્રમાણના ક્ષેત્રમાં વ્યાપે,
તે આંતરા રહિત વિશિષ્ટ સૂચિની રચનાએ ભરાય. અહીં ભૂતકાળ નિર્દેશ એ કારણે છે કે આ અવસર્પિણીમાં પ્રાયઃ અજિત સ્વામીના કાળમાં અગ્નિના જીવો સૌથી વધારે હતા. તે જણાવવાને છે. આ વિશેષણ વખતે એક દિશાના ક્ષેત્ર આશ્રયી પણ લેવાય. તેથી કહ્યું કે સર્વ દિશામાં, આના દ્વારા સૂચિ પરિભ્રમણ પ્રમિત કહ્યું, તે પરમ અવધિનું ક્ષેત્ર છે. માટે પરમાવધિ ક્ષેત્ર ઉપર બતાવેલા ઘણાં અગ્નિના જીવો આશ્રયી ગણધરાદિએ દેખાડેલ છે, તેથી પર્યાય વડે પરમાવધિ ક્ષેત્ર આટલું છે તેમ કહ્યું અથવા સર્વ બહુ અગ્નિ જીવો આંતરારહિત જેટલું ક્ષેત્ર રોકે તે સર્વ દિશાવાળા ક્ષેત્રમાં જેટલાં દ્રવ્યો રહે, તેના પરિચ્છેદના સમાર્ટ યુક્ત પરમાવધિ ઉત્કૃષ્ટ થકી બતાવ્યો. ભાવાર્થ પૂર્વવત્, પણ આ અક્ષરાર્થ છે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
હવે સાંપ્રદાયિક બતાવે છે - સર્વ બહુ અગ્નિકાય બાદર જીવો પ્રાયઃ અજિતનાથ સ્વામી તીર્થંકરના કાળે હતા. કેમકે ત્યારે તેના આરંભક જીવો ઘણાં હતા. ઉત્કૃષ્ટ પદવાળા સૂક્ષ્મ જીવો બાદર જીવોમાં ઉમેરતા સર્વ બહુ થાય છે. તેમને સ્વબુદ્ધિથી છ પ્રકારે અવસ્થાન કલ્પીએ –
એકૈક ક્ષેત્ર પ્રદેશ, એકૈક જીવ અવગાહના વડે ચોતરફ ચોખૂણો ઘન પહેલાં સ્થાપીએ. તે જ જીવની સ્વ અવગાહનાથી બીજી સ્થાપના, એમ પ્રતર ભેદ પણ બે
પ્રકારે છે. શ્રેણી પણ બે ભેદે છે. તેમાં પહેલાં પાંચ પ્રકારો અનાદેશ છે. કેમકે ક્ષેત્રની અલ્પતા છે, કંઈક અંશે શાસ્ત્ર વિરુદ્ધ છે. છઠ્ઠો પ્રકાર સૂત્રાદેશ છે. તેથી આ શ્રેણિ અવધિજ્ઞાનીને બધી દિશામાં શરીર પર્યન્તથી ભમે છે. તે અલોકમાં લોક માત્ર અસંખ્યાત ક્ષેત્ર વિભાગ પ્રમાણ છે. આટલું ઉત્કૃષ્ટ અવધિક્ષેત્ર છે. આટલા ક્ષેત્રમાં જો દેખી શકે તો પણ અલોકમાં તેવી વસ્તુ નથી.
આ રીતે જઘન્ય અને ઉત્કૃષ્ટ અવધિ ક્ષેત્ર કહ્યું. હવે વિમધ્યમ પ્રતિપાદિત કરવા કહે છે. અવધિજ્ઞાની આટલું ક્ષેત્ર જુએ તો આટલો કાળ ઉપલંભ થાય. અથવા આટલા કાળ ઉપલંભમાં આટલું ક્ષેત્ર જાણી શકે, એ બતાવવા નિર્યુક્તિકાર ચાર ગાથા કહે છે.
• નિયુક્તિ-૩૨ થી ૩૫ ઃ
બંનેમાં અંગુલ અને આવલિકાનો અસંખ્ય ભાગ દેખે, ક્ષેત્ર અને કાળમાં સંખ્યાત ભાગ દેખે. ગુલથી ન્યૂન આવલિકા, સંપૂર્ણ આવલિકામાં ગુલ પૃથકત્વ જુએ. હાથમાં અંતર્મુહૂર્ત, દિવસમાં ગાઉ માત્ર, દિવસ પૃથકત્વ વડે યોજન, પક્ષમાં પચીશ યોજન જુએ ભારતમાં અર્ધમાસ, જંબુદ્વીપમાં સાધિક માસ, મનુષ્યલોકમાં વર્ષ, રુચકદ્વીપ સુધીનો વર્ષ પૃથકત્વ જુએ. સંખ્યાતાકાળના અવધિજ્ઞાનમાં સંખ્યાત દ્વીપ-સમુદ્રો પર્યન્ત, અસંખ્યાત કાળમાં દ્વીપસમુદ્રની
ભજના જાણી.
• વિવેચન-૩૨ થી ૩૫ -
ક્ષેત્રાંગુલના અધિકારથી અહીં પ્રમાણાંગુલ લેવો. કેટલાંક કહે છે. અવધિનો અધિકાર હોવાથી ઉચ્છ્વય અંગુલ લેવો. આવલિકા અસંખ્યેય સમયની જાણવી. - x - કોઈ અવધિજ્ઞાની ક્ષેત્રથી અંગુલનો અસંખ્યાતમો ભાગ જાણે, તે કાળથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ જાણે. અહીં ક્ષેત્ર અને કાળ જોવાનું કહ્યું, તે ઉપચારથી જાણવું
કેમકે ક્ષેત્રમાં રહેલ દર્શનયોગ્ય દ્રવ્યો અને તેના પર્યાયો વિવક્ષિત કાલાંતરવર્તીને જુએ છે પરંતુ ક્ષેત્ર અને કાળને ન જુએ કેમકે તેને મૂર્તદ્રવ્યનું આલંબન છે.
એ પ્રમાણે સર્વત્ર જાણવું. એમ ચારે ગાથામાં ભાવના કરવી. જ્યારે તે અવધિજ્ઞાની અંગુલનો અસંખ્યાત ભાગ જુએ, ત્યારે આવલિકાના પણ સંખ્યેય ભાગને જુએ છે. જ્યારે અંગુલ ક્ષેત્રને જુએ ત્યારે થોડો સમય ઓછી એવી આવલિકાને જુએ છે. પરંતુ જ્યારે આવલિકાનો પૂરો કાળ જુએ ત્યારે ક્ષેત્રના અંગુલ પૃથકત્વ બે થી નવ સુધી જુએ.
-