Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 21
________________ પીઠિકા-નિ - પરિમાણવાળો છે, તે ઉભય વ્યતિક્તિ દ્રવ્ય મંગલ છે જ્ઞ શરીર દ્રવ્યમંગળવત્ છે. તથા જે ભાવિ સંયમાદિ ક્રિયા પરિણામ યોગ્ય શરીર કે આત્મ દ્રવ્ય છે, તે બંનેથી જુદું છે તે ભવ્ય શરીર દ્રવ્યમંગલવત્ જાણવું. તથા જે સ્વભાવથી શુભ વર્ણ, ગંધાદિ ગુણયુક્ત સુવર્ણ, માળા આદિ છે તે પણ ભાવમંગલ પરિણામના કારણપણાથી દ્રવ્ય મંગલ છે. અહીં પણ નો શબ્દ સર્વ નિષેધવાચી છે. એ પ્રમાણે દ્રવ્ય મંગલ કહ્યું. ભાવો વિવક્ષિત ગાથાનો અર્થ - થવું તે ભાવ છે. તે બોલવા માટે ઈષ્ટ ક્રિયાના અનુભવ લક્ષણવાળો સર્વજ્ઞોએ કહેલ છે. ઈન્દ્રના ક્રિયા અનુભવનાર ઈન્દ્ર માફક જાણવો. તેમાં ભાવથી મંગળ તે ભાવમંગલ અથવા ભાવ તે જ મંગલ. તે આગમ અને નોઆગમ બે ભેદે છે. તેમાં આગમથી તે મંગલના જ્ઞાનથી ઉપયુક્ત તે ભાવ મંગલ છે. ૨૩ [શંકા] ભાવ મંગલના ઉપયોગ માત્રથી કેવી રીતે તન્મયપણું ગણાય ? કેમકે અગ્નિના જ્ઞાનથી ઉપયુક્ત માણવક અગ્નિ માફક દહન, પચન, પ્રકાશન આદિ અર્થ ક્રિયાના સાધકત્વના અભાવયુક્ત જ છે. [સમાધાન] ના, તેમ નથી. અમારો અભિપ્રાય તમે જાણતા નથી. કેમકે સંવિત્, જ્ઞાન, અવગમ, ભાવ એ બધાં શબ્દો એકાર્થક છે અને એકાર્યક પ્રત્યયો સરખા નામવાળા છે. તે બધાં વાદીઓને એક સરખું માન્ય છે. અગ્નિ એવા જ્ઞાનથી અવ્યતિક્તિ જ્ઞાતા, તેના લક્ષણવાળો ગ્રહણ કરાય છે. અન્યથા તેના જ્ઞાનમાં અતન્મય હોવાથી પદાર્થને ન જાણે. અંધના હાથમાં દીવો અંધને કામ ન લાગે. એકનું જાણેલ બીજો ન જાણે. જો જ્ઞાન અને પદાર્થ એક રૂપે ન હોય તો પદાર્થ પણ ન સમજાય. તે જ્ઞાન અનાકાર પણ નથી. કેમકે તેમ ન માનતા અનુભવેલો પદાર્થ પણ ન જણાવાનો પ્રસંગ આવશે અને બંધનો અભાવ થશે. તથા જ્ઞાન, અજ્ઞાન, સુખ-દુઃખના પરિણામનું અન્યપણું થશે. તે આકાશ માફક જાણવું. પણ અગ્નિ માફક હંમેશાં બાળવાની ક્રિયાવાળો નથી. - ૪ - હવે નોઆગમથી ભાવમંગલ કહે છે – શ્રુતજ્ઞાનને છોડીને બીજા ચાર જ્ઞાન ભાવ મંગલ છે. નો શબ્દ સર્વથા નિષેધવાચી છે અથવા સમ્યક્ દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ ઉપયોગ પરિણામ જે છે તે માત્ર આગમ [શ્રુત] નથી પણ અનાગમ પણ નથી. માટે મિશ્રવચનપણાથી નો શબ્દ જોડતાં નો આગમથી જાણવું અથવા અર્હત્ નમસ્કારાદિ ઉપયોગ આગમના એક દેશપણાથી નો આગમથી ભાવમંગલ છે. [શંકા] નામ, સ્થાપના અને દ્રવ્યમાં વિવક્ષિત ભાવના શૂન્યત્વથી દ્રવ્યપણું સમાન વર્તે છે, તો તેમાં શું વિશેષ છે ? જેમ સ્થાપના ઈન્દ્રમાં ઈન્દ્રનો આકાર દેખાય છે અને કર્તાના હૃદયમાં સાચા ઈન્દ્રની બુદ્ધિ થાય છે જોનાર પણ આકારથી આ ઈન્દ્ર છે, તેમ નિશ્ચય કરે છે. ફળના અર્થી નમસ્કાર બુદ્ધિથી તેમને સ્તવે છે. કેટલાંક, દેવના અનુગ્રહથી ધન આદિ ફળને પામે છે તેવો લાભ એકલા નામ કે દ્રવ્ય ઈન્દ્રથી થતો નથી તે અહીં વિશેષતા છે. વળી દ્રવ્ય ઈન્દ્ર ભાવ ઈન્દ્રના કારણપણાને પામે છે, તેમજ ઉપયોગની આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ અપેક્ષામાં પણ, તેની ઉપયોગતાને ભાવિમાં પ્રાપ્ત કરશે. તે પ્રમાણે નામ અને સ્થાપનામાં થતું નથી. તે દ્રવ્યમંગલમાં વિશેષ છે. [શંકા] નો પછી ભાવમંગલ એ જ એક યુક્ત છે, કેમકે પોતાનું કાર્ય સાધે છે. તે નામ આદિ ન સાધી શકે. જેમ પાપ કંઈ સારું ફળ ન આપી શકે તેમ. [સમાધાન] એમ નથી. નામ વગેરેનું પણ ભાવમાં વિશેષપણું છે. કેમકે અવિશિષ્ટ ઈન્દ્રાદિ વસ્તુ ઉચ્ચાવા માત્રથી નામાદિ ચાર ભેદવાળી જણાય છે અને ભેદો તે જ પર્યાયો છે અથવા નામાદિ ત્રણે ભાવમંગલના અંગો છે, કેમકે તેના પરિણામના કારણરૂપ છે તથા મંગલાદિનું અભિધાન તે સિદ્ધ આદિનું અભિધાન સાંભળીને તથા અર્હત્ પ્રતિમા સ્થાપનાને જોઈને, તથા ભૂતયતિ ભાવ, ભવ્યયતિ શરીરને જોઈને પ્રાયઃ સમ્યક્ દર્શનાદિ ભાવમંગલ પરિણામો ઉત્પન્ન થાય છે. - ૪ - ૨૪ નોઆગમથી અર્હત્ નમસ્કારાદિ ભાવમંગલ કહ્યું, અથવા નોઆગમથી ભાવમંગલ તે નંદી છે. તેમાં આનંદ તે નંદી અથવા ભવ્ય જીવોને જેના વડે આનંદ મળે તે નંદી આ નંદી પણ મંગલની માફ્ક નામ આદિ ચાર ભેદે છે, તેમ જાણવું. નામ, સ્થાપના પૂર્વવત્ દ્રવ્ય નંદી બે ભેદે - આગમથી અને નો આગમથી આગમથી જ્ઞાતા પણ અનુપયુક્ત. નોઆગમથી - જ્ઞ શરીર, ભવ્ય શરીર અને ઉભય વ્યતિરિક્ત - દ્રવ્ય નંદી તે બાર પ્રકારના વાજિંત્રોનો સમુદાય - ભંભા, મુકુંદ, માઈલ ઈત્યાદિ. ભાવ નંદી બે ભેદે - આગમથી અને નોઆગમથી. આગમથી જ્ઞાતા અને તેમાં ઉપયોગવાળો. નોઆગમથી જ્ઞાન પાંચ પ્રકારે, તે આ – • નિયુક્તિ-૧ આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એમ પાંચ ભેદે જ્ઞાન છે. • વિવેચન-૧ :- [ચૂર્ણિમાં પ્રત્યક્ષ અને પરોક્ષ ભેદથી વ્યાખ્યા છે. અર્થાભિમુખ નિયત બોધ થાય તે આભિનિબોધિક - x - અથવા અભિનિબોધમાં થાય કે તેના વડે થાય કે તેવા રૂપે થાય કે તેનું પ્રયોજન હોય ઈત્યાદિ બધું આભિનિબોધિક છે. તે અવગ્રહાદિરૂપ મતિજ્ઞાન જ છે. તેના સ્વસંવિદિતરૂપત્વથી ભેદોપચારાદિ છે અથવા જેના વડે અભિનિબોધ થાય તે આભિનિબોધિક. તેના આવરણ કર્મનો ક્ષયોપશમ અથવા જેમાંથી અભિનિબોધ થાય તે આભિનિબોધિક. તેમાં તે કર્મના આવરણનો ક્ષયોપસમ જ છે. અથવા જેમાં અભિનિબોધ થાય ઈત્યાદિ તે આભિનિબોધિક. જે સંભળાય તે શ્રુત. એટલે શબ્દ જ. ભાવશ્રુતના કારણપણે તે શબ્દ છે અથવા જેના વડે સંભળાય તે શ્રુત. તેના આવરણરૂપ કર્મનો ક્ષયોપશમ તે શ્રુત અથવા જેનાથી સંભળાય તે શ્રુત, તે પણ આવરણનો ક્ષયોપશમ જ છે, જેમાં સંભળાય તે ક્ષયોપશમ શ્રુત છે અથવા જે સાંભળે છે, તે સાંભળનાર આત્મા જ ઉપયોગના એકમેકપણાથી શ્રુત છે. શ્રુત એવું તે જ્ઞાન તે શ્રુતજ્ઞાન. ત્ર શબ્દ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની તુલ્યતા બતાવે છે. કેમકે તે બંનેમાં સ્વામીનું સામ્યપણું

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120