Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 20
________________ પીઠિકા-નિ - [પ્રશ્ન] જો તેમ હોય તો અમંગલને પણ મંગલબુદ્ધિએ માનતા તે લાભદાયી થાય. એ તો અનિષ્ટ છે. [સમાધાન] એમ નથી. અમંગલ તો સ્વરૂપથી જ અમંગલ હોવાથી સ્વબુદ્ધિ અપેક્ષાએ મંગલ માનવા છતાં લાભ ન કરે. જેમ કોઈ માણસ સોનાને સોનું સમજી વ્યવહારમાં લે તો ઈષ્ટ સિદ્ધિ થાય, પણ પીતળને સોનું માનીને લે તો. - ૪ - કાર્ય સિદ્ધ ન થાય. ૨૧ [શંકા] ત્રણ મંગલો મધ્યે વચ્ચેનું મંગલ, અમંગલ થઈ જશે ? ના, એમ નથી. કેમકે તત્ત્વથી આખું શાસ્ત્ર જ મંગલરૂપ છે. કેમકે આખા શાસ્ત્રને ત્રણ ભાગમાં વહેંચેલ છે. જેમ લાડુના ત્રણ ભાગ પાડો તો કોઈપણ ભાગમાં તેમાં લાડુ ન હોય તેવું ન બને, તેમ આ શાસ્ત્ર આખું મંગલરૂપે છે. તેનું મંગલત્વ કર્મની નિર્જરા કરે છે. અનુમાન - આ વિવક્ષિત શાસ્ત્ર મંગલ છે, નિર્જરાહેતુ છે, તપ સમાન છે. [શંકા] આનું નિર્જરાપણું કઈ રીતે છે ? જ્ઞાનરૂપે હોવાથી અને જ્ઞાન, કર્મ નિર્જરાનો હેતુ કહેલો છે. કહ્યું છે – નાસ્કીનો જીવ કરોડો વર્ષે જે કર્મ ખપાવે તે ત્રિવિધે ગુપ્ત જ્ઞાની ઉચ્છ્વાસ માત્રમાં ખપાવે છે. [શંકા] એમ હોય તો પણ મંગલ ત્રણની કલ્પના વ્યર્થ છે ? ના, એમ નથી. અમે તેનો ઉત્તર કહી દીધેલ છે. તેથી આ નક્કી થયું કે – શાસ્ત્રના આદિ, મધ્ય અને અંતમાં મંગલ ઉપાદેય છે. મંગલ શબ્દનો અર્થ શો છે ? - ૪ - ૪ - જેના વડે હિત મંગાય, સમજાય કે સધાય તે મંગલ છે અથવા મંળ એટલે ધર્મ, ના એટલે લેવું. - ૪ - ૪ - જે ધર્મને લાવે કે ધર્મનો ઉપાદાન હેતુ છે, તે મંગલ છે અથવા મને ભવથી અર્થાત્ સંસારથી બચાવે કે દૂર લઈ જાય તે મંગલ. [* મંગલના અર્થમાં ચૂર્ણી જુદી જ રીતે અર્થ પ્રકાશે છે, તે જરૂર જોવું અને વિશેષાવશ્યક ભાણ્ય-ટીકામાં તો અતિ વિસ્તારથી મંગલનો અર્થ છે. મંગલ, નામ આદિ ચાર ભેદે છે – નામ મંગલ, સ્થાપના મંગલ, દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ. તેમાં - x - જે જીવ, અજીવાદિ વસ્તુનું નામ હોય, જેમકે – કોઈ ગોપાલના બાળકનું નામ ઈન્દ્ર હોય, તે પરમાર્થથી દેવોનો સ્વામી ઈન્દ્ર સાથે મળતું આવે છે છતાં તે દેવોનો સ્વામી ન કહેવાય. પણ દેવોનો ઈન્દ્ર તો ગુણથી નામ છે. ઐશ્વર્યપણાથી ઈન્દ્ર, 'વ' ધાતુનો અર્થ પરમ ઐશ્વર્ય થાય છે. તે તેમાં ઘટાવાય. ગોવાળપુત્રમાં નહીં. પર્યાયો વડે – શક, પુરંદરાદિ નામો કહેવાય છે. તેની સાથે ઈન્દ્ર નામના ગોપાલ પુત્રનું નામ ન સરખાવાય, અહીં ફક્ત નામ અને નામવાળો એ બેમાં અભેદ ઉપચાર કરવાથી ગોવાળીયો વસ્તુ જ લેવાય તથા બીજા સ્થળે ન વર્તતુ કંઈ પણ 'હિત્ય' આદિ માફક ઈચ્છા પ્રમાણે નામ હોય. ત્ર શબ્દથી તે નામ દ્રવ્ય હોય ત્યાં સુધી રહે. - સૂત્રમાં જે નામં આવહિય કહેલું છે – નામ છેવટ સુધી રહે, તે અમુક દેશમાં જે સંજ્ઞા ચાલતી હોય તે નામને આશ્રીને જાણવું. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ આ નામ સાથે મંગલ જોડતાં ‘નામ મંગલ’ શબ્દ થયો. તેમાં કોઈ જીવ કે અજીવ કે બંનેનું નામ મંગલ રાખ્યું હોય તે છે જેમ જીવને આશ્રીને સિંધુ દેશમાં અગ્નિને મંગલ કહે છે, અજીવને આશ્રીને લાટ દેશમાં વાળેલી દોરીને મંગલ ગણે છે ઈત્યાદિ - ૪ - ૨૨ સ્થાપના મંગલ - જે વસ્તુ ભાવ, ઈન્દ્ર આદિ અર્થ રહિત હોય, છતાં તેમાં તેનો અભિપ્રાય-બુદ્ધિ હોય, તે ઈન્દ્ર વગેરેની આકૃતિ લેય્યાદિ કર્મકૃત્ હોય અથવા આકૃતિ વિના પણ અક્ષ આદિમાં સ્થાપના નિક્ષેપ-કર્યો હોય તે સ્થાપના ઈત્તર કે અલ્પકાળની હોય. = શબ્દથી કેટલીક સ્થાપના વગેરે તે વસ્તુ રહે ત્યાં સુધીની હોય છે, સ્થપાય તે સ્થાપના. સ્થાપના એવું આ મંગલ તે સ્થાપના મંગલ. તેમાં સ્વસ્તિકાદિ સ્થાપના મંગલ છે. ભૂતસ્ય ગાથાનો અર્થ – અતીત કે ભાવિ પર્યાયોનું જે નિમિત્ત લોકમાં હોય છે, તેને દ્રવ્ય કહે છે. તે દ્રવ્ય તે-તે પર્યાયોને પામે છે, માટે તેને દ્રવ્ય કહે છે. તત્ત્વજ્ઞ-તીર્થંકરો કહે છે, તેમાં સચેતન દ્રવ્ય તે જે પુરુષને તે પદાર્થનું લક્ષ્ય ન હોય, મોઢેથી બોલતો હોય, તો તે દ્રવ્ય જ છે અને અચેતન દ્રવ્ય તે જ્ઞ શરીર, ભવ્ય શરીર અને તેવું બીજું કંઈ દ્રવ્ય હોય તે. આ પ્રમાણે બતાવેલ છે. તે દ્રવ્ય સાથે મંગલ જોડતાં દ્રવ્યમંગલ કહેવાય છે. આ દ્રવ્યમંગલ બે ભેદે છે - આગમથી અને નોઆગમથી. તેમાં આગમથી - આગમની અપેક્ષાએ, નોઆગમથી - તેનાથી વિપરીતને આશ્રીને. આગમચી - મંગલ શબ્દને જાણતો હોય પણ તેમાં ઉપયોગ ન હોય, તે દ્રવ્ય મંગલ. નોઆગમથી ત્રણ ભેદે છે – (૧) જ્ઞશરીરદ્રવ્યમંગલ, (૨) ભવ્યશરીરદ્રવ્ય મંગલ, (૩) તે બંનેથી વ્યતિક્તિ દ્રવ્ય મંગલ. તેમાં ૧ - જાણકાર, તેનું શરીર - સડે તે શરીર. આ જ્ઞશરીર એ જ દ્રવ્ય મંગલ હોય તે જ્ઞશરીરદ્રવ્યમંગલ અથવા જ્ઞશરીર તે દ્રવ્યમંગલ એવો સમાસ કરવો. અર્થાત્ મંગલપદાર્થનો જ્ઞાતા, તેનું આત્મારહિત જે શરીર, તે અતિતકાળે અનુભૂત ભાવની અનુવૃત્તિથી સિદ્ધશિલા-મોક્ષમાં ગયેલ છતાં ધૃત-ઘટાદિ ન્યાયથી નોઆગમથી જ્ઞશરીરદ્રવ્યમંગલ કહેવાય છે. કેમકે તેનું મંગલનું જ્ઞાન શૂન્ય છે. અહીં નો શબ્દ સર્વથા નિષેધવાચી છે. માદ્ય - યોગ્ય, મંગલ પદાર્થને ભવિષ્યમાં જાણશે, પણ હાલ તે જાણતો નથી તે, તેનું શરીર તે ભવ્ય શરીર. ભવ્ય શરીર જ દ્રવ્યમંગલ છે અથવા ભવ્ય શરીર અને દ્રવ્ય મંગલનો સમાસ કરવો. તેનો ભાવાર્થ આ છે – ભાવિ વૃત્તિને અનુસરીને મંગલ ઉપયોગના આધારભૂતપણાથી ભાવિમાં આ ઘડામાં મધ ભરાશે એમ ખાતરી થવાથી તે મધનો ઘડો કહેવાય. તેમ બાળ આદિનું શરીર તે ભવ્યશરીર દ્રવ્ય મંગલ જાણવું. અહીં પણ નો શબ્દ નિષેધવાચી છે. જ્ઞ શરીર અને ભવ્ય શરીર, બંનેથી જુદું તે દ્રવ્ય મંગલ સંયમ તપ નિયમ ક્રિયા અનુષ્ઠાનનો કરનારો અનુયુક્ત હોય તે. તેને આગમથી ઉપયોગરહિત માફક જાણવો. અથવા જે શરીર કે આત્મદ્રવ્ય પૂર્વે કરેલાં સંયમ આદિ ક્રિયા

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120