Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
હું જૈન શાસ્ત્રમાં અંબડ એક મહાપુરુષ તો છે જ પરંતુ તેને ઉચ્ચકોટિના પરિવ્રાજક રૂપે પ્રદર્શિત કરી, અંતરંગમાં જૈન અરિહંતોના તેઓ સંપૂર્ણ ઉપાસક હતા, તેવી ઘોષણા કરી છે. જોકે તેમનું પૂર્ણ ચરિત્રઆ શાસ્ત્રના અનુવાદમાં પાઠકને જોવા મળશે, પરંતુ અહીં આપણે ફક્ત અંબદપરિવ્રાજક પ્રત્યે દેવાધિદેવના શ્રીમુખે શાસ્ત્રકારે જે શ્રદ્ધા અભિવ્યક્ત કરી છે અને પરિવ્રાજક તથા જૈનશ્રમણ બંનેનો ભાવાત્મક સુમેળ કેટલો સુંદર હોઈ શકે, પરિવ્રાજક રૂપે પણ તેઓ મોક્ષના અધિકારી છે અને જૈનશાસ્ત્ર તેના ઉદ્ભટ ત્યાગ અને પરમ ચારિત્ર ઉપર વારી ગયા છે; તે વાંચીને સાંપ્રદાયિક સૌહાર્દનો એક અલૌકિક ભાવ અને એક વિશિષ્ટ ઉદાહરણ પુરું પાડે છે અને તેઓ પરિવ્રાજક રૂપે પણ આરાધક બન્યા છે અને વિધિવત્ સંલેખના કરી મનોમન બધા પચ્ચખ્ખાણ ગ્રહી, દિવ્ય ગતિ પ્રાપ્ત કરે છે, ફક્ત દિવ્ય ગતિ આપીને શાસ્ત્રકાર અટક્યા નથી પરંતુ તેના આગામિક જન્મનું અતિ ઉત્તમ વર્ણન કર્યું છે અને આ વર્ણન પણ સાહિત્યનો એક ઉત્તમ નમૂનો છે. અંબાની આ જન્મની બધી સાધનાઓ આગામિક જન્મમાં ઝળહળી ઉઠી છે. શુદ્ધ સોનારૂપે તેમનું ચરિત્ર ચળકે છે. 'દઢપ્રતિજ્ઞ કુમાર' નવનિધિ અને ઉત્તમ ભોગોની વચ્ચે જન્મ પામીને તેનાથી સર્વથા નિર્લિપ્ત રહી. આધ્યાત્મિક ક્ષેત્રના કષાયો ઝઝુમી (જીવન કાળનું) જન્મ મરણનું મહા યુદ્ધ સમાપ્ત કરી સમાધિપૂર્વક અનંત શાંતિને વરી જાય છે. સોળે કળાએ જ્ઞાન ખીલી જવાથી કેવળજ્ઞાન અને કેવળદર્શનના અતિ વિશુદ્ધ ભાવોમાં આત્મા સમાવિષ્ટ થઈ સિદ્ધપદ ને પ્રાપ્ત કરી લે છે. ખરી રીતે અંબડ પરિવ્રાજકના બંને જન્મોનું ચરિત્ર ચિત્રણ આ ઉવવાઈ શાસ્ત્રનો એક અતિ ઉત્તમ જેમ તરબુચમાં લાલ ડાગળી હોય તેમ મધુર ભાવોથી ભરેલો વૃતાંત છે. કેમ જાણે પ્રભુએ અંબડ ઉપર અનંત કૃપાની વૃષ્ટિ કરી હોય, તેમ હાલામાં વ્હાલા એક સક્ષાત્ર રૂપે તેમને શાસ્ત્રમાં અજર અમર કરી દીધા છે.....
'ઉવવાઈ શબ્દનો અર્થ 'ઉપપાત થાય છે. જૈન દર્શનમાં ત્રણ પ્રકારના જન્મ છે તેમાં એક 'ઉપપાત' પણ વિશિષ્ટ જન્મ છે. માતા–પિતાના સંયોગ વિના અથવા રાસાયણિક સંમૂઠ્ઠિમ ભાવોના અભાવમાં સહજ ભાવે જીવ કર્મ પ્રભાવે જોત જોતામાં જન્મ પામી દેહનો વિકાસ કરે, તેને 'ઉપપાત' 'જન્મ' કહેવામાં આવ્યો છે. આવા ઉપપાત જન્મનું વિશદ વર્ણન અને 'ઉપપાત જન્મધારીઓ' નું ગણિત મોટા પ્રમાણમાં ઠેર ઠેર અંકિત કરવામાં આવ્યું છે. 'ઉવવાઈ શાસ્ત્રમાં આ ભાવોની વિશેષતા છે. આ સિવાયના બીજા પણ ઘણા ભાવોનો સમાવેશ આ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે.
26 |