Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 212
________________ શ્રી ઉવવાઈ સૂત્ર લોકાકાશના પ્રદેશોની સમાન છે. પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા સમયે વિપરીત ક્રમથી આત્મપ્રદેશોનો સંકોચ કરીને શરીરસ્થ થઈ જાય છે. ૧૬૦ જેમ ઘડી કરેલું ભીનું કપડું સૂકાતા કલાકો વ્યતીત થઈ જાય છે પરંતુ તે જ કપડાંને પહોળું કરતાં તે તુરંત સૂકાઈ જાય છે. તે જ રીતે આત્મપ્રદેશો આખા લોકમાં વિસ્તૃત થતાં કર્મો શીઘ્ર ક્ષય પામે છે. આઠ સમયની આ પ્રક્રિયા દ્વારા વેદનીયાદિ ચારે અઘાતી કર્મોની વિષમતા દૂર થઈ જાય છે. તે ઉપરાંત અનંત કર્મોની નિર્જરા થાય છે. કેવળી સમુદ્દાતમાં યોગ :– આઠ સમયમાં મનોયોગ કે વચનયોગનો પ્રયોગ થતો નથી. કાયયોગના સાત પ્રકારમાંથી ત્રણ પ્રકારના કાયયોગ હોય છે. તેમાં પ્રથમ અને આઠમા સમયે ઔદારિક કાયયોગ, બીજા, છઠ્ઠા અને સાતમા સમયે ઔદારિક મિશ્રકાયયોગ અને ત્રીજા, ચોથા અને પાંચમા સમયે કાર્પણ કાયયોગ હોય છે. સમુદ્દાત પછી યોગની પ્રવૃત્તિ :– આઠ સમયના સમુદ્દાત પછી કેવળી ભગવાનને અંતર્મુહૂર્તનું આયુષ્ય શેષ હોય છે. તે કાલમાં તે સયોગી અવસ્થામાં ત્રણે યોગનો પ્રયોગ કરે છે. સત્ય અને વ્યવહાર મનોયોગ દ્વારા મનઃપર્યવજ્ઞાની કે અનુત્તર વિમાનવાસી દેવોએ મનથી પૂછેલા પ્રશ્નોના મનથી ઉત્તર આપી શકે છે. સત્ય અને વ્યવહાર વચનયોગ દ્વારા ઉપદેશ અથવા પ્રશ્નોના ઉત્તર આપે છે અને ઔદારિક કાયયોગ દ્વારા ગમનાગમન આદિ સંયમ સમાચારી સંબંધી કાયિક પ્રવૃત્તિ કરે છે. યોગ નિરોધ અને સિદ્ધાવસ્થા ઃ ७३ से णं भंते! तहा सजोगी सिज्झइ जाव सव्वदुक्खाणं अंत करेइ ? णो इणट्ठे समट्ठे । से णं पुव्वामेव सण्णिस्स पंचिदियस्स पज्जत्तगस्स जहण्णजोगिस्स हेट्ठा असंखेज्जगुणपरिहीणं पढमं मणजोगं णिरुंभइ, तयाणंतरं च णं बेइंदियस्स पज्जत्तस्स जहण्णजोगिस्स हेट्ठा असंखेज्जगुणपरिहीणं बिइयं वइजोगं णिरुंभइ, तयाणंतरं च णं सुहुमस्स पणगजीवस्स अपज्जत्तगस्स जहण्णजोगस्स हेट्ठा असंखेज्जगुणपरिहीणं तइयं कायजोगं णिरुंभइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું સયોગી–મન, વચન તથા કાયયોગ યુક્ત તે કેવળી ભગવાન સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી. તે કેવળી ભગવાન સર્વ પ્રથમ પર્યાપ્ત પંચેન્દ્રિય જીવના જઘન્ય મનયોગથી નીચેના સ્તરથી અસંખ્યાત ગુણ હીન(સ્થૂલ) મનોયોગનો નિરોધ કરે છે. ત્યારપછી પર્યાપ્ત બેઇન્દ્રિય જીવના જઘન્ય વચનયોગથી નીચેના સ્તરથી અસંખ્યાત ગુણહીન(સ્કૂલ) વચનયોગનો નિરોધ કરે છે. ત્યાર પછી અપર્યાપ્ત સૂક્ષ્મ પનક જીવના જઘન્ય યોગથી નીચેના સ્તરથી અસંખ્યાત ગુણહીન(સ્કૂલ) કાયયોગનો નિરોધ કરે છે. ७४ से णं एएणं उवाएणं पढमं मणजोगं णिरुंभइ, मणजोगं णिरुंभित्ता वयजोगं णिरुंभइ, वयजोगं णिरुंभित्ता कायजोगं णिरुंभइ, कायजोगं णिरुंभित्ता आणपाणणिरोहं करेइ, आणपाणणिरोहं करेत्ता अजोगत्तं पाउणइ, अजोगत्तणं पाउणित्ता ईसिं


Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237