Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 214
________________ શ્રી ઉવવાઈ સૂત્ર સીધી શ્રેણીથી જ ગમન કરે છે. મુક્ત થયેલો જીવ એક સમયમાં જ લોકાગ્રે પહોંચી જાય છે. જો સીધી ગતિથી જાય, તો જ એક સમયમાં પહોંચી શકે; વળાંકવાળી ગતિમાં બે, ત્રણ સમય લાગે છે. આત્મા જે ક્ષેત્રથી સિદ્ધ થાય, તેની જ બરાબર ઉપર સિદ્ધ ક્ષેત્રમાં લોકાગ્રે પહોંચી જાય છે. આ રીતે મુક્ત થયેલા જીવનું ગંતવ્ય સ્થાન એકદમ સીધાઈમાં જ હોવાથી તેને વળાંક લેવાની જરૂર હોતી નથી, તેથી જ તે જીવ એક સમયની ઋજુગતિથી ત્યાં પહોંચી જાય છે. ૧૬૨ असमा ઃ– અસ્પૃશ્યમાનગતિ (૧) સ્વાવગાઢ આકાશ પ્રદેશો સિવાયના બાકીના આકાશ પ્રદેશોનો સ્પર્શ કર્યા વિના જે ગતિ થાય, તે અસ્પૃશ્યમાનગતિ છે. (૨) મનુષ્ય ક્ષેત્રમાંથી સિદ્ધ ક્ષેત્ર સુધી પહોંચવામાં અંતરાલવર્તી આકાશ પ્રદેશોનો સ્પર્શ કર્યા વિના જે ગતિ થાય, તે અસ્પૃશ્યમાન ગતિ છે. મુક્ત થયેલો જીવ એક સમયમાં લોકાગ્રે પહોંચી જાય છે. જો તે વચ્ચેના આકાશપ્રદેશોને સ્પર્શ કરતો જાય, તો એક સમયમાં પહોંચી શકે નહીં, ખરેખર સિદ્ધ થયેલો જીવ જે સમયે કર્મોથી મુક્ત થાય છે, તે જ સમયે લોકાગ્રે સિદ્ધક્ષેત્રમાં પહોંચી જાય છે, તેમાં તેને અન્ય સમય વ્યતીત થતો નથી. માર્ગમાં અન્ય સમય ન લાગવાની અપેક્ષાએ જ તે આકાશ પ્રદેશ અસ્પૃષ્ટ કહેવાય છે. તેથી મુક્ત । જીવની અસ્પૃશ્યમાન ગતિ કહી છે. સારોવત્તે સિાફ ઃ– સાકારોપયોગે સિદ્ધ થાય છે. મુક્ત થયેલા જીવને કેવળજ્ઞાન અને કેવળદર્શન તે બે ઉપયોગ હોય છે. તેમાં સિદ્ધ થવાના સમયે અવશ્ય સાકારોપયોગ– કેવળજ્ઞાનનો ઉપયોગ હોય છે. કારણ કે કોઈ પણ લબ્ધિ કે ઉપલબ્ધિ સાકારોપયોગમાં જ પ્રાપ્ત થાય છે. સિદ્ધોનું સ્વરૂપ ઃ ७५ णं तत्थ सिद्धा हवंति साईया, अपज्जवसिया, असरीरा, जीवघणा, વંસળળાળોવત્તા, િિનાયકા, ગિરેયળા, ખીરયા, પિમ્મતા, વિતિમિરા, વિસુદ્ધા सासयमणागयद्धं कालं चिट्ठति । ભાવાર્થ :- તે સિદ્ધો સાદિ—મોક્ષ પ્રાપ્તિના કાળની અપેક્ષાથી આદિ સહિત, અપર્યવસિત-અંતરહિત, અશરીરી–શરીરરહિત, જીવઘન–પોલાણ રહિત સઘન આત્મપ્રદેશયુક્ત, જ્ઞાનરૂપ સાકાર તથા દર્શનરૂપ અનાકાર ઉપયોગસહિત, નિષ્ઠિતાર્થ– કૃત કૃત્ય, જેના સર્વ કાર્યો સમાપ્ત થયા છે તેવા, નિરંજન—નિશ્ચલ, સ્થિર, નીરજ–બધ્યમાન કર્મરૂપી રજથી રહિત, નિર્મલ–મલરહિત, પૂર્વબદ્ધ કર્મોથી મુક્ત, વિતિમિર– અજ્ઞાનરૂપી અંધકારથી રહિત, વિશુદ્ધ—પરમશુદ્ધ સિદ્ધ ભગવાન ભવિષ્યમાં શાશ્વત કાલપર્યંત રહે છે. ७६ सेकेणट्टेणं भंते ! एवं वुच्चइ - ते णं तत्थ सिद्धा भवंति साईया, अपज्जवसिया जाव चिट्ठति । गोया ! से जहाणामाए बीयाणं अग्गिदड्डाणं पुणरवि अंकुरुप्पत्ती ण भवइ, ए वामेव सिद्धाणं कम्मबीए दड्ढे पुणरवि जम्मुप्पत्ती ण भवइ । से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ- ते णं तत्थ सिद्धा भवंति सादीया, अपज्जवसिया जाव चिट्ठति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે સિદ્ધ ભગવાન સાદિ અનંત છે યાવત્ શાશ્વતકાળ પર્યંત સ્થિત રહે છે ?

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237