Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 223
________________ વિભાગ–૨: ઉપપાત દે છે. તેથી આ મનુષ્યલોકમાં જ સ્થૂલ ઔદારિક શરીર અને સૂક્ષ્મ તૈજસ-કાર્પણ શરીરનો ત્યાગ કરીને અશરીરી બનીને સિદ્ધ જીવની ગતિ થાય છે. ૧૭૧ તત્ત્વ યંતૂળ સિા :- જે સમયે કર્મ અને કર્મજન્ય ભાવો છૂટે છે, તે જ સમયે તે જીવ સિદ્ધક્ષેત્રમાં જાય, છે, ત્યાં જ તે સિદ્ધ થાય છે. તે જ અશરીરી કે કર્મ રહિત અવસ્થાનો પ્રથમ સમય છે. અહીં કર્મ સહિત અને શરીર સહિત અવસ્થાનો અંતિમ સમય હોય છે. આ રીતે ચારે પ્રશ્નોના ઉત્તરો પરસ્પર સાપેક્ષ છે. સર્વ કર્મોનો ક્ષય થવો, શરીરનું છૂટવું, લોકાગ્રે પહોંચવું અને ત્યાં સ્થિત થવું તે ચારે ક્રિયા સમસમયવર્તી જ છે. સિદ્ધોનું સંસ્થાન અને અવગાહના : ९० जं संठाणं तु इहं भवं, चयंतस्स चरिमसमयम्मि । आसी य पएसघणं, तं संठाणं तहिं तस्स ॥ ३ ॥ दीहं वा हस्सं वा, जं चरिम भवे हवेज्ज संठाणं । तत्तो तिभागहीणं, सिद्धाणोगाहणा भणिया ॥४॥ तिण्णि सया तेत्तीसा, धणुत्तिभागो य होइ बोद्धव्वो । एसा खलु सिद्धाणं, उक्कोसोगाहणा भणिया ॥५॥ चत्तारि य रयणीओ, रयणितिभागूणिया बोद्धव्वा । एसा खलु सिद्धाणं, मज्झिमओगाहणा भणिया ॥ ६ ॥ एक्का य होइ रयणी, साहिया अंगुलाइ अट्ठ भवे । एसा खलु सिद्धाणं, जहण्णओगाहणा भणिया ॥७॥ जा ओगाहणाए सिद्धा, भवत्तिभागेण होंति परिहीणा । संठाणमणित्थत्थं, जरामरणविप्पमुक्काणं ॥८॥ ભાવાર્થ:- દેહનો ત્યાગ કરતી વખતે અંતિમ સમયમાં જે સંસ્થાન હોય છે, તે જ આકાર સિદ્ધ સ્થાનમાં રહે છે પરંતુ તેમાં નાક, કાન, ઉદર, આદિમાં રહેલું પોલાણ રહેતું નથી. ત્યાં આત્મપ્રદેશો ઘનીભૂત થઈ જાય છે.ગ્રા અંતિમ ભવમાં દીર્ઘ કે હૃસ્વ, લાંબો કે ટૂંકો, મોટો-નાનો જે આકાર હોય છે, તેનો ત્રીજો ભાગ ન્યૂન સિદ્ધોની અવગાહના કહી છે.||૪|| ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા સિદ્ધ થાય છે. તે સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ ધનુષ્ય, ૩ર આંગુલ હોય છે, તે પ્રમાણે સર્વજ્ઞનું કથન છે.પા મધ્યમ સાત હાથની અવગાહનાવાળા મનુષ્યો સિદ્ધ થાય છે. તે સિદ્ધોની મધ્યમ અવગાહના ચાર હાથ અને ત્રીજો ભાગ ન્યૂન એક હાથ અર્થાત્ ૧૬ આંગુલ હોય છે; તેવું સર્વજ્ઞોનું કથન છે.III

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237