Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| વિભાગ–૨: ઉપપાત
[ ૧૭૫]
अव्वाबाहं सुक्खं, अणुहोति सासयं सिद्धा ॥२१॥ अतुलसुहसागरगया, अव्वाबाहं अणोवमं पत्ता ।
सव्वमणागयमद्धं, चिट्ठति सुही सुहं पत्ता ॥२२॥ ભાવાર્થ:- બાધાઓથી રહિત શાશ્વત સુખને પ્રાપ્ત થયેલા સિદ્ધ ભગવાનને જે સુખ છે, તે મનુષ્યોને પ્રાપ્ત નથી અને સમગ્ર દેવતાઓને પણ તે સુખ પ્રાપ્ત નથી./૧૭ll
સર્વ દેવોના ત્રણે કાળના સુખનો અનંતવાર વર્ગ કરવામાં આવે તો પણ મોક્ષ સુખની સમાન થતું નથી./૧૪ો.
એક સિદ્ધના સુખને ત્રણ કાળના સમયથી ગુણિત કરવાથી જે સુખ રાશિ ઉત્પન્ન થાય છે, તેને કદાચ અનંત વર્ગથી વિભાજિત કરવામાં આવે, તોપણ તે રાશિ એટલી અધિક હોય છે કે સંપૂર્ણ આકાશમાં સમાહિત થઈ શકતી નથી../૧પી.
જેવી રીતે કોઈ પ્લેચ્છ પુરુષ નગરના અનેક વિધ ગુણોને જાણતો હોવા છતાં પણ વનમાં ઉપમા આપી શકાય તેવા કોઈ પદાર્થો ન હોવાથી તે નગરના ગુણોનું વર્ણન કરી શકતો નથી../૧
તે જ રીતે સિદ્ધોનું સુખ અનુપમ છે, તેની કોઈ ઉપમા નથી. તો પણ સામાન્યજનોને બોધ માટે વિશેષરૂપથી ઉપમા દ્વારા તેને સમજાવવામાં આવે છે, તે સાંભળો../૧
જેવી રીતે કોઈ પુરુષ સર્વરસ સંપન્ન ભોજન કરીને, ભૂખ અને તૃષાથી મુક્ત થઈ અપરિમિત તૃપ્તિનો અનુભવ કરે છે. તે જ રીતે સર્વકાલ પરમ તૃપ્તિ યુક્ત, શારીરિક અને માનસિક દુઃખોથી નિવૃત્ત સિદ્ધ ભગવાન શાશ્વત અને અવ્યાબાધ સુખમાં નિમગ્ન રહે છે./૧૮–૧લા
તે સિદ્ધ ભગવંતોએ સર્વ પ્રયોજનો સિદ્ધ કર્યા હોવાથી સિદ્ધ છે. કેવળજ્ઞાન દ્વારા સર્વ પદાર્થોનો બોધ પ્રાપ્ત કર્યો હોવાથી બુદ્ધ છે. સંસાર સાગરને પાર કરી ગયા હોવાથી પારગત છે. મોક્ષ સાધનાના આલંબનભૂત મનુષ્યગતિ આદિની પરંપરાથી ભવસાગરને પાર કર્યો હોવાથી પરંપરાગત છે. કર્મરૂપ કવચનું ભેદન કર્યું હોવાથી સર્વથા મુક્ત છે, આયુષ્યકર્મનો આત્યંતિક નાશ કર્યો હોવાથી અજર-અમર છે. સર્વ પ્રકારના પૌગલિક ભાવોથી મુક્ત હોવાથી અસંગ છે.llolી.
સિદ્ધ ભગવાન સર્વ દુઃખોને પાર કરી ગયા છે. જન્મ, જરા તથા મૃત્યુના બંધનથી મુક્ત છે. નિબંધ, શાશ્વત સુખનો અનુભવ કરે છે.ll૧ll
જેની તુલના ન કરી શકાય તેવા અતુલ સુખ સાગરમાં લીન, નિબંધ, અનુપમ, મુક્તાવસ્થાને પ્રાપ્ત થયેલા સિદ્ધ ભગવાન શાશ્વત અનાગત કાળ સુધી સુખી જ રહે છે.llરરો વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં સિદ્ધોના અનુપમ સુખને હૃદયંગમ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. સિદ્ધોનું સુખ - સિદ્ધોનું સુખ તુલના કે ઉપમા રહિત અતુલ અને અનુપમ છે. સંસારી જીવોનું સુખ વેદનીય કર્મજન્ય છે. તેથી તે નાશવંત છે, તરતમતાવાળું છે, બાધા-પીડા સહિત છે, પૌલિક અને પદાર્થ સાપેક્ષ છે. પરંતુ સિદ્ધોનું સુખ આત્મિક છે, સ્વાભાવિક છે, હંમેશાં એક સમાન રહે છે. સર્વ પદાર્થોથી