Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 213
________________ | વિભાગ–૨: ઉપપાત [ ૧૬૧ | हस्सपंचक्खरुच्चारणद्धाए असंखेज्जसमइयं अंतोमुहुत्तियं सेलेसिं पडिवज्जइ, पुव्वरइयगुणसेढियं च णं कम्मं तीसे सेलेसिमद्धाए असंखेज्जेहिं गुणसेढीहिं अणंते कम्मंसे खवयंते वेयणिज्जाउयणामगोए इच्चेते चत्तारि कम्मसे जुगवं खवेइ, खवित्ता ओरालियतेयकम्माई सव्वाहिं विप्पजहणाहिं विप्पजहइ, विप्पजहित्ता उज्जुसेढीपडिवण्णे अफुसमाणगईए उर्ल्ड एक्कसमएणं अविग्गहेण गंता सागारोवउत्ते सिज्झइ । ભાવાર્થ:- આ ઉપાય કે ઉપક્રમ દ્વારા તે કેવળી ભગવાન પહેલા મનોયોગનો વિરોધ કરે છે. મનયોગનો નિરોધ કરીને વચનયોગનો વિરોધ કરે છે. વચનયોગનો વિરોધ કરીને કાયયોગનો વિરોધ કરે છે. કાયયોગનો નિરોધ કરીને સર્વથા યોગનો વિરોધ કરે છે. યોગ નિરોધ કરીને તે અયોગ અવસ્થા પ્રાપ્ત કરે છે. અયોગાવસ્થા પ્રાપ્ત કરીને ઈષત્ સ્પષ્ટ પાંચ હૃસ્વ અક્ષરો અ, ઇ, ઉં, ઋ અને વૃના ઉચ્ચારણ કાલ પ્રમાણ અસંખ્યાત સમયના અંતર્મુહૂર્તમાં શેલેશી અવસ્થા(મેરુસમ અકંપદશા) પ્રાપ્ત કરે છે. તે શેલેશી કાળમાં પૂર્વ રચિત અસંખ્યાતગુણશ્રેણીઓના અનંત કર્માશોનો ક્ષય કરતા વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર આ ચાર કર્મોનો એક સાથે ક્ષય કરે છે. ત્યાર પછી ઔદારિક, તૈજસ, કાર્મણ શરીરનો પૂર્ણરૂપથી પરિત્યાગ કરી દે છે, એ પ્રમાણે કરીને અજુ શ્રેણીને પ્રાપ્ત કરીને, અન્ય આકાશ પ્રદેશને ન સ્પર્શતી એવી અસ્પૃશ્યમાન ગતિ દ્વારા, એક સમયમાં, ઊર્ધ્વદિશામાં ગમન કરી સાકારોપયોગ-જ્ઞાનના ઉપયોગમાં સિદ્ધ થાય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં યોગનિરોધ ક્રમ અને સિદ્ધ થવાની પ્રક્રિયાનું નિરૂપણ છે. યોગનિરોધ - આયુષ્યના અંતિમ અસંખ્યાત સમયના અંતર્મુહૂર્તકાલ દરમ્યાન કેવળી ભગવાન યોગનિરોધ કરે છે. સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામના શુક્લધ્યાનના ત્રીજા ચરણમાં પ્રવર્તમાન સાધક સર્વ પ્રથમ સ્થૂલ કાયયોગનો આશ્રય લઈને સ્કૂલ વચનયોગ અને મનોયોગને સૂક્ષ્મ બનાવે છે પછી સૂક્ષ્મ મનોયોગનું આલંબન લઈને સ્થૂલ કાયયોગને સૂક્ષ્મ બનાવે છે, ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગના આલંબનથી સૂક્ષ્મ મનોયોગ અને વચનયોગનો વિરોધ કરે અને ત્યાર પછી સૂક્ષ્મકાયયોગનો વિરોધ કરે છે. અંતે અસંખ્યાત સમયમાં શ્વાસોચ્છવાસનો નિરોધ થઈ જાય છે. શૈલેશી અવસ્થા :- યોગનો નિરોધ થતાં જ કેવળી ભગવાન અયોગી તેમજ શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય છે. તેમાં આત્મપ્રદેશો સંપૂર્ણતઃ નિષ્ઠપ થઈ જાય છે. તેની સ્થિતિ “અ, ઇ, ૩, , ” પાંચ હૃસ્વ અક્ષરના ઉચ્ચારણ કાલ પ્રમાણ છે. તે કાલ દરમ્યાન પૂર્વ રચિત ગુણશ્રેણી પ્રમાણે અનંત કર્મોનો નાશ કરે છે. આ રીતે આ ચારે અઘાતી કર્મો નાશ પામે છે, ઔદારિક, તૈજસ અને કાર્મણ શરીર છૂટી જાય છે, દેહમુક્ત થયેલો તે આત્મા સિદ્ધ થાય છે. ગણશ્રેણી - કાલાન્તરમાં વેદન કરવા યોગ્ય વેદનીયાદિ કર્મદલિકોનો ક્ષય કરવા માટે તેની વિશેષ પ્રકારે ગોઠવણી કરવી તેને ગુણશ્રેણી કહે છે. તેમાં પ્રથમ સમયથી બીજા સમયે અસંખ્યાતગુણ અધિક કર્મદલિકો હોય છે. આ રીતે તેમાં પ્રતિસમય ઉત્તરોત્તર અસંખ્યાતગુણ અધિક કર્મદલિકોની રચના-ગોઠવણી હોય છે. આ જ ક્રમથી અસંખ્યાત સમય સુધી કર્મોનો નાશ થતાં અનંત કર્માશોનો નાશ થઈ જાય છે. ૩_દીપ - જશ્રેણીને પ્રાપ્ત થઈને- કર્મમુક્ત થયેલો જીવ ત્ર&જુશ્રેણી અર્થાતુ વળાંક રહિત

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237