Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
નફોળ સત્તરયળી:– જઘન્ય સાત હાથની અવગાહનાવાળા મનુષ્યો સિદ્ધ થાય છે. ત્રીજા અને ચોથા આરામાં જન્મેલા મનુષ્યો જ સિદ્ધ થઈ શકે છે. ચોથા આરાના અંતે મુનષ્યોની અવગાહના સાત હાથની હોય છે. તેથી સૂત્રકારે જઘન્ય સાત હાથની અવગાહનાવાળા સિદ્ઘ થાય, તે પ્રમાણે સામાન્ય કથન કર્યું છે.
૧૬૪
સૂત્ર ૯૦ ગાથા-૭માં સિદ્ધોની જઘન્ય અવગાહના એક હાથ આઠ અંગુલની કહી છે. તેથી સ્પષ્ટ થાય છે કે સિદ્ધ થનારા મનુષ્યોની અવગાહના બે હાથની પણ હોય શકે છે પરંતુ આ કથન વિશેષ અપેક્ષાએ છે.
ચોથા આરાના અંતે સામાન્ય રીતે મનુષ્યોની અવગાહના સાત હાથની જ હોય છે પરંતુ કોઈ વામન સંસ્થાનવાળા નવ વર્ષના મનુષ્યોની અવગાહના બે હાથની હોય તો પણ તે સિદ્ધ થઈ શકે છે. આ રીતે સૂત્રકારના બંને સ્થાનના કથનો સાપેક્ષ છે.
વૃત્તિકારના અભિપ્રાય અનુસાર જઘન્ય સાત હાથની અવગાહના તીર્થંકરોની અપેક્ષાએ છે. ફ્લ નયન્ય તીર્થસાપેક્ષવા થિતમ્ । તો હિલ્લ પ્રમાણેન જૂમાંપૂર્ણળ ન વિશેષઃ । અર્થાત્ સિદ્ધ
થનારા જીવોની જઘન્ય અવગાહના તીર્થંકરોની અપેક્ષાએ સાત હાથની છે. તેથી બે હાથના વામન સંસ્થાનવાળા કૂર્માપૂત્રના મોક્ષ જવામાં વિરોધ થતો નથી.
(૪) આયુષ્ય :– જઘન્ય સાધિક આઠ વર્ષની ઉંમરવાળા સિદ્ધ થાય છે. આ સ્થિતિ જન્મની અપેક્ષાએ કહી છે. ગર્ભકાલ સહિત ગણતા નવ વર્ષની ઉંમરવાળા સિદ્ધ થાય છે, તેમ કહી શકાય. ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષના આયુષ્યવાળા જીવો મોક્ષે જઈ શકે છે. તે પણ ગર્ભકાલ સહિત પૂર્ણ ઉંમર સમજવી. ક્રોડપૂર્વથી અધિક આયુષ્યવાળા યુગલિકો હોય છે, તે મોક્ષે જતા નથી, તેથી ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વના આયુષ્યનું કથન કર્યું છે.
આ રીતે કર્મભૂમિના પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો ઉપરોક્ત ચાર પ્રકારની યોગ્યતાવાળા હોય, તે જ મોક્ષે જઈ શકે છે.
સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્ર :
८१ अत्थि णं भंते ! इमीसे रयणप्पहार पुढवीए अहे सिद्धा परिवसंति ? णो इणट्ठे समट्ठे, एवं जाव अहे सत्तमाए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું આ પહેલી રત્નપ્રભા નરક પૃથ્વીની નીચે સિદ્ધો નિવાસ કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! તેમ નથી. તે જ રીતે શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, શંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા, તમસ્તમઃપ્રભા, આ સાતે નરક પૃથ્વીની નીચે સિદ્ધ નિવાસ કરતા નથી.
८२ अथणं भंते! सोहम्मस्स कप्पस्स अहे सिद्धा परिवसंति ? णो इणट्ठे समट्ठे ।
एवं सव्वेसिं पुच्छा - ईसाणस्स, सणकुमारस्स माहिंदस्स, बंभस्स, लंतगस्स, महासुक्कस्स, सहस्सारस्स, आणयस्स, पाणयस्स, आरणस्स अच्चुयस्स गेवेज्जविमाणाणं अणुत्तरविमाणाणं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું સિદ્ધો સૌધર્મ દેવલોકની નીચે નિવાસ કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! તેમ નથી. તે જ રીતે ઈશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક્ર, સહસ્રાર, આણત, પ્રાણત, આરણ અને અચ્યુત દેવલોક, ત્રૈવેયક વિમાનો તથા અનુત્તર વિમાનોના સંબંધમાં પણ સમજવું કે તેની