Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 190
________________ [ ૧૩૮] શ્રી વિવાઈસૂત્ર લાકડીથી યુદ્ધ કરવું (૫૭) મુષ્ટિ યુદ્ધ (૫૮) બાહુ યુદ્ધ (૫૯) લતાઓ દ્વારા યુદ્ધ કરવું (so) ઈસત્યથોડાનું ઘણું અને ઘણાનું થોડું લશ્કર બનાવવાની કળા (૧) ખગની મૂઠ બનાવવાની કળા (૨) ધનુર્વિદ્યામાં નિપુણતા (૩) ચાંદી દ્વારા રસાયણો બનાવવાની કળા (૪) સુવર્ણ દ્વારા રસાયણો બનાવવાની કળા (૫) સૂત્ર ખેડ- સૂતર બનાવવાની કળા તેમજ સૂતર-દોરી આદિથી રમવાની કળા (૬) ખેતર ખેડવું તેમજ ગોળ-ગોળ પરિભ્રમણ કરવાની કળા (૭) નાલિકા ખેડ- કમળની નાળનું છેદન કરવું તેમજ ઇષ્ટ સિદ્ધિના અભાવમાં વિપરીત રૂપે પાસા ફેંકવા (૮) પાંદડા વિંધવાની કળા (૯) કડા-કુંડલ આદિનું છેદન કરવું (૭૦) મૃત–મૂચ્છિત થયેલાને સજીવન કરવા (૭૧) જીવિતને મૃત તુલ્ય કરવા અથવા સુવર્ણ આદિ ભસ્મને ફરીથી સુવર્ણનું રૂપ આપવું (૭૨) શકુનિત- કાગડા–ઘુવડ આદિ પક્ષીઓની ભાષા જાણવી અને તેઓના અવાજ પરથી શુભાશુભ ફળ જાણવું. આ પ્રમાણે બાળકને બોંતેર કળાઓ સિદ્ધ કરાવીને, તેનું શિક્ષણ આપીને કલાચાર્ય તેના માતા-પિતાને સુપ્રત કરશે. |४० तए णं तस्स दढपइण्णस्स दारगस्स अम्मापियरो तं कलायरियं विउलेणं असणपाणखाइमसाइमेणं वत्थगंधमल्लालंकारेण यसक्कारेहिति, सम्माणेहिति, सक्कारेत्ता सम्माणेत्ता विउलं जीवियारिहं पीइदाणं दलइस्संति, दलइत्ता पडिविसज्जेहिंति । ભાવાર્થ - ત્યારે દઢપ્રતિજ્ઞા બાળકના માતા-પિતા કલાચાર્યને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, સુગંધી પદાર્થો, માળાઓ અને અલંકારો આપીને તેનો સત્કાર સન્માન કરી, તેની આજીવિકા માટે વિપુલ ભેટ આપીને વિદાય કરશે. |४१ तए णं से दढपइण्णे दारए बावत्तरिकलापंडिए, णवंगसुत्तपडिबोहिए, अट्ठारसदेसी भासाविसारए, गीयरई, गंधव्वणट्टकुसले, हयजोही, गयजोही, रहजोही, बाहुजोही, बाहुप्पमद्दी, वियालचारी, साहसिए, अलंभोगसमत्थे यावि भविस्सइ । ભાવાર્થ - ત્યાર પછી બોતેર કળાઓમાં પારંગત થયેલા દઢપ્રતિજ્ઞ બાળકના સુષુપ્ત બે કાન, બે આંખ, બે નાસિકા એક જીભ, એક સ્પેશેન્દ્રિય, તે નવે અંગો જાગૃત થઈ જશે અર્થાતુ યૌવનાવસ્થાને પ્રાપ્ત થશે, તે અઢાર દેશની ભાષાઓમાં વિશારદ; ગીતપ્રિય, ગાંધર્વવિદ્યા અને નૃત્યકળામાં કુશળ; અશ્વપર બેસીને યુદ્ધ કરવામાં કુશળ અશ્વયોધી થશે; તે જ રીતે ગજોધી, રથયોધી અને બાહ્યોધી થશે; બાહુપ્રમર્દી, વિકાલચારી– નિર્ભયતાપૂર્વક રાત્રે ફરનાર; સાહસિક અને ભોગ ભોગવવામાં સમર્થ થઈ જશે. ४२ तए णं दढपडण्णं दारगं अम्मापियरो बावत्तरिकलापंडियं जाव अलंभोगसमत्थं वियाणित्ता विउलेहि अण्णभोगेहिं, पाणभोगेहिं, लेणभोगेहिं, वत्थभोगेहिं, सयणभोगेहिं, उवणिमंतेहिति । ભાવાર્થ :- ત્યાર પછી માતા-પિતા દઢપ્રતિજ્ઞને બોતેર કળાઓમાં પારંગત થાવભોગ ભોગવવામાં સમર્થ થયેલો જાણીને ઉત્તમ પ્રકારના ખાવા-પીવાના પદાર્થો, સુંદર ભવન આદિમાં નિવાસ, ઉત્તમ વસ્ત્ર, ઉત્તમ પ્રકારની શય્યા આદિ સુખપ્રદ સામગ્રીનો ઉપભોગ કરવાનો આગ્રહ કરશે. ४३ तए णं से दढपइण्णे दारए तेहिं विउलेहिं अण्णभोगेहिं जाव सयणभोगेहिं णो सज्जिहिइ, णो रज्जिहिइ, णो गिज्झिहिइ, णो मुज्झिहिइ, णो अज्झोववज्जिहिइ ।

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237