Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 195
________________ | વિભાગ–૨: ઉપપાત [ ૧૪૩ | बहूई वासाई आउयं पालेति, पालित्ता भत्तं पच्चक्खंति पच्चक्खित्ता बहुई भत्ताई अणसणाए छेदेति छेदित्ता आलोइयपडिक्कंता, समाहिपत्ता कालमासे कालं किच्चा उक्कोसेणं सहस्सारे कप्पे देवत्ताए उववत्तारो भवंति । तहिं तेसिं गई जाव अट्ठारस सागरोवमाइं ठिई पण्णत्ता, परलोगस्स आराहगा, सेसं तं चेव । ભાવાર્થ :- જે પાણીમાં ચાલનારા, પૃથ્વી પર ચાલનારા અને આકાશમાં ઊડનારા, પર્યાપ્ત સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય હોય છે, તેમાંથી જેને શુભ આત્મપરિણામો, પ્રશસ્ત અધ્યવસાય- માનસિક વિચારધારા તથા વિશુદ્ધ વેશ્યા દ્રવ્યોના સંયોગે તદાવરણીય એટલે જ્ઞાનાવરણીય અને વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી ઈહા, અપોહ, માર્ગણા, ગવેષણા કરતા પોતાના પૂર્વના સંજ્ઞીભવોને જાણનારું જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થાય છે, તેઓ જાતિસ્મરણજ્ઞાનના આધારે સ્વયં પાંચ અણુવ્રત, અનેકવિધ શીલવ્રત, ગુણવ્રત, વિરમણવિરતિ, પ્રત્યાખ્યાન–ત્યાગતપ, પૌષધોપવાસ આદિ દ્વારા આત્માને ભાવિત કરતા ઘણા વર્ષો સુધી પોતાના આયુષ્યને ભોગવીને અંત સમયે ભક્ત પ્રત્યાખ્યાન કરે છે. અનશનથી અનેક ભક્તોનું છેદન કરે છે, છેદન કરીને પોતે કરેલા પાપોની આલોચના-પ્રતિક્રમણ કરી, સમાધિપૂર્વક મૃત્યુના સમયે મૃત્યુ પામીને, ઉત્કૃષ્ટ સહસાર દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. પોતાના સ્થાન પ્રમાણે તેની ગતિ આદિ થાય છે. ત્યાં તેની સ્થિતિ અઢાર સાગરોપમ પ્રમાણ હોય છે. તે પરલોકના આરાધક હોય છે. શેષ વર્ણન પૂર્વવત્ છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના ઉપપાતનું પ્રતિપાદન છે. પૂર્વના ભવમાં જેણે દેશવિરતિ કે સર્વવિરતિ ધર્મનું આચરણ કર્યું હોય તેવા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયને અહીં જાતિસ્મરણજ્ઞાન થવાનું નિરૂપણ છે. ના સ:- જાતિસ્મરણજ્ઞાન. તે ધારણા મતિજ્ઞાનનો એક પ્રકાર છે. તેના દ્વારા પોતાના પૂર્વે કરેલા સંજ્ઞી ભવોનો બોધ થાય છે. તિર્યંચના ભવમાં તે જીવને પૂર્વે મનુષ્યભવમાં આચરેલા વ્રત-નિયમનું સ્મરણ થાય અને તેના આધારે તે વર્તમાન તિર્યંચ ભવમાં સ્વયં વ્રત-નિયમનો સ્વીકાર કરે છે. ત્યારે તેને દેશવિરતિ-શ્રાવકપણું અને પાંચમું ગુણસ્થાન હોય છે. પૌષધ :- સંજ્ઞી તિર્યંચો ચારે ય આહારનો તથા મૈથુનનો ત્યાગ કરી, સાવધ-પાપકારી પ્રવૃત્તિઓનો ત્યાગ કરી, જાતિસ્મરણજ્ઞાનથી મૃત પૂર્વભવના અનુભવ દ્વારા ધર્મધ્યાનમાં અહોરાત્ર વ્યતીત કરી પૌષધ વ્રતની આરાધના કરે છે. વ્રતધારક સંજ્ઞી તિર્યંચો વ્રત-નિયમના પરિણામે તેમજ અંત સમયની આરાધનાના પ્રભાવે વૈમાનિક જાતિના દેવમાં ઉત્કૃષ્ટ આઠમા સહસાર દેવલોક સુધી જઈ શકે છે અને પરલોકના આરાધક પણ થઈ શકે છે. સામાન્યપણે શુભ પરિણામોના આધારે અંતર્મુહુર્તની સ્થિતિવાળા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય આઠમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. આજીવિક ગોશાલક મતાવલંબી શ્રમણોની ઉત્પત્તિ :|५० से जे इमे गामागर जाव सण्णिवेसेसु आजीविया भवंति, तं जहा- दुघरंतरिया,

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237