Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 200
________________ [ ૧૪૮] શ્રી વિવાઈસૂત્ર અમાસ અને પૂર્ણિમાનાદિવસે પરિપૂર્ણ પૌષધનું અનુપાલન કરે છે, શ્રમણ-નિગ્રંથોને પ્રાસુક, એષણીય નિર્દોષ અશન, પાન, ખાધ, સ્વાધ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પગ લૂછણિયું, ઔષધ, ભેષજ, પાટ, બાજોઠ, રહેવાનું સ્થાન, પાથરવા માટેના ઘાસ આદિ દ્વારા પ્રતિલાભિત કરતાં પોતાનું જીવન વ્યતીત કરે છે. આ પ્રકારે શ્રાવક જીવન જીવતાં આયુષ્યના અંતે ભક્તપ્રત્યાખ્યાન પંડિત મરણ સ્વીકાર કરે છે. તેમાં ઘણા દિવસો સુધી ભોજનનો ત્યાગ કરીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિપૂર્વક મૃત્યુના સમયે મૃત્યુ પામીને ઉત્કૃષ્ટ અમ્રુત કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ તેની ગતિ આદિ થાય છે. ત્યાં તેની સ્થિતિ બાવીસ સાગરોપમની છે. તે પરલોકના આરાધક છે, શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં શ્રાવકોની જીવનચર્યાના વિસ્તૃત વર્ણનપૂર્વક તેની ઉત્પત્તિનું નિરૂપણ કર્યું છે. પન્નાલો પાવાવાળો પવિયા:- શ્રાવકોને ગૃહસ્થ જીવનનો વ્યવહાર નિભાવવાનો હોય છે. તેથી તે પાપ પ્રવૃત્તિથી સર્વથા નિવૃત્ત થઈ શકતા નથી તેથી તે પોતાની શક્તિ અને તેના ગૃહસ્થ જીવનની પરિસ્થિતિનો વિચાર કરીને વ્રતોને ધારણ કરે છે. શ્રાવકવ્રતના અનેક વિકલ્પો હોય છે. તેના વ્રતો મહાવ્રતોની અપેક્ષાએ સ્થલ હોય છે. જેમ પ્રથમ અહિંસા વ્રતમાં શ્રાવક ત્રસ જીવની હિંસાનો ત્યાગ કરે છે, સ્થાવર જીવોની હિંસાનો સર્વથા ત્યાગ કરી શકતા નથી. તેથી તેમાં અમુક મર્યાદા કરે છે. ત્રસ જીવોની હિંસાના ત્યાગમાં પણ સાપરાધી જીવોની હિંસાનો ત્યાગ કરતા નથી. આ રીતે શ્રાવકોના દરેક વ્રતમાં અનેક પ્રકારની છૂટછાટ હોય છે. તેથી જ સૂત્રકારે પ્રખ્યામો = એક દેશથી અથવા એક પ્રકારે નિવૃત્ત થાય છે અને એક દેશથી (એક પ્રકારે) નિવૃત્ત થતા નથી, તે પ્રકારનું કથન કર્યું છે. તે જ રીતે મિથ્યાદર્શનશલ્ય પાપના પણ તે દેશ ત્યાગી હોય છે કારણ કે તેમને સમકિતમાં રાજા આદિના છ આગાર હોય છે. તે શ્રમણોપાસકો પોતાના વ્રતોનું પાલન કરીને અંત સમયે આરાધનાપૂર્વક મૃત્યુ પામે છે તેથી ઉત્કૃષ્ટ બારમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને તે પરભવના આરાધક થાય છે. શ્રમણોની ઉત્પત્તિ :५४ से जे इमे गामागर जावसण्णिवेसेसु मणुया भवंति, तं जहा- अणारंभा, अपरिग्गहा धम्मिया धम्माणुया, धम्मिट्ठा, धम्मक्खाई, धम्मपलोई, धम्मपलज्जणा, धम्मसमुदायारा, धम्मेणं चेववित्तिकप्पेमाणा ससीला.सव्वया.सपडियाणंदा,साह: सव्वाओपाणाइवायाओपडिविरया जाव सव्वाओ मिच्छादसणसल्लाओ पडिविरया, सव्वाओ आरंभसमारंभाओ पडिविरया, सव्वाओ करणकारावणाओ पडिविरिया, सव्वाओ पयणपयावणाओ पडिविरया, सव्वाओ कोट्टणपिट्टणतज्जणतालणवहबंधपरिकिलेसाओ पडिविरया, सव्वाओ ण्हाणमद्दण-वण्णगविलेवणसद्दफरिसरसरूवगंधमल्लालंकाराओपडिविरया, जेयावण्णेतहपगारा सावज्जजोगोवहिया कम्मंता परपाणपरियावणकरा कज्जति तओ विपडिविरया जावज्जीवाए। ભાવાર્થ - ગામ, આકર સન્નિવેશ આદિમાં જે મનુષ્યો હોય છે તેમાંથી કેટલાક મનુષ્યો અનારંભી અને અપરિગ્રહી હોય છે. તે ધાર્મિક, ધર્મનું અનુસરણ કરનારા, ધર્મપ્રિય, ધર્મનું કથન કરનારા, ધર્મને જ ઉપાદેય રૂપે જોનારા, ધર્મમાં વિશેષરૂપે તલ્લીન રહેનારા, ધર્મમાં આનંદ સાથે તેનું સમ્યક આચરણ

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237