Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 201
________________ | વિભાગ-૨: ઉપપાત ૧૪૯ કરનારા, ધર્મ દ્વારા પોતાની આજીવિકા ચલાવનારા, સુશીલ, સુવતી, આત્મપરિતુષ્ટ અને શ્રેષ્ઠ જીવન જીવનારા હોય છે. તે જીવન પર્યત પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢારે પાપોથી સર્વથા નિવૃત્ત થાય છે, સર્વ પ્રકારના આરંભ સમારંભથી દૂર રહે છે. પાપ પ્રવૃત્તિ સ્વયં કરવા કે બીજા પાસે કરાવવાથી દૂર રહે છે, ભોજનની પચન-પાચન ક્રિયાથી તદ્દન દૂર રહે છે; કૂટવું, પીટવું, તર્જના, તાડના, વધ, બંધન, પરિતાપ આદિ ક્રિયાથી તે સર્વથા દૂર રહે છે; સ્નાન, મર્દન, અંગોપાંગ રંગવા, વિલેપન, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ, માળા અને અલંકારથી સંપૂર્ણ રૂપે વિરત હોય છે. આ રીતે અન્ય પણ બીજાના પ્રાણોને કષ્ટ પહોંચાડનારી પાપ પ્રવૃત્તિઓથી તે જીવન પર્યત સંપૂર્ણરૂપે વિરત હોય છે. ५५ से जहाणामए अणगारा भवंति- इरियासमिया, भासासमिया. एसणासमिया आयाणभंडमक्तणिक्खेवणासमिया, उच्चारपासवणखेलसिंघाणजल्लपरिद्धावणियासमिया, મળમુત્તા, વયત્તા, વાયપુરા, ગુના, મુત્તવિવા, ગુત્તમચારી, અમમાં, વિંદ્રવળા, छिण्णगंथा, छिण्णसोया, णिरुवलेवा, कंसपाईव मुक्कतोया, संख इव णिरंगणा, जीवो इव अप्पडिहयगई, जच्चकणगं पिव जायरूवा, आदरिस फलगा इव पागडभावा, कुम्मो इव गुतिंदिया, पुक्खरपत्तं इव णिरुवलेवा, गगणमिव णिरालंबणा, अणिलो इव णिरालया, चंदो इव सोमलेसा, सूरो इव दित्ततेया, सागरो इव गंभीरा, विहग इव सव्वओ विप्पमुक्का, मंदरा इव अप्पकंपा, सारयसलिलं इव सुद्धहियया, खग्गिविसाणं इव एगजाया, भारंडपक्खी इव अप्पमत्ता, कुंजरो इव सोंडीरा, वसभो इव जायत्थामा, सीहो इव दुद्धरिसा, वसुंधरा इव सव्वफासविसहा, सुहुयहुयासणो इव तेयसा जलंता इणमेव णिग्गंथं पावयणं पुरओकाउं विहरंति ।। ભાવાર્થ:- તે અણગાર–શ્રમણો ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન નિક્ષેપ સમિતિ, ઉચ્ચારપાસવણ ખેલ જલ્લસિંઘાણ પારિઠાવણિયા સમિતિનું તથા મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયાગુપ્તિનું પાલન કરે છે. ગુખ–શબ્દો આદિ વિષયોમાં રાગરહિત, ગુખેન્દ્રિય-વિષયો તરફ જતી ઇન્દ્રિયોનું ગોપન કરનાર, ગુપ્ત બ્રહ્મચારી-નિયમ–ઉપનિયમપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરનારા, મમત્વ રહિત, પરિગ્રહ રહિત, છિન્નગ્રંથ-સંસારના સંબંધોરૂપી ગ્રંથીને છેદનાર, છિનસોત-લોકપ્રવાહમાં ન વહેનારા તેમજ આશ્રવોના પ્રવાહને રોકી દેનારા, નિરૂપલેપ-કર્મબંધના લેપથી રહિત, કાંસ્યપાત્રની જેમ કોઈ પણ પ્રકારના લગાવ રહિત, શંખની જેમ રાગાદિભાવોથી અપ્રભાવિત, જીવની અપ્રતિહત ગતિની જેમ સર્વ પ્રકારના પ્રતિઘાત કે પ્રતિબંધ રહિત, શુદ્ધ કરેલા સુવર્ણની જેમ વિશુદ્ધ ચારિત્રભાવમાં સંસ્થિત, દર્પણના પ્રગટ ભાવની જેમ માયા-કપટ રહિત શુદ્ધ પરિણામી, કાચબાની જેમ ગુખેન્દ્રિય, કમળપત્રની જેમ વિષયોથી નિર્લેપ, ગગનની જેમ નિરાલંબી–નિરપેક્ષ, પવનની જેમ નિરાલય–ઘર રહિત, ચંદ્રની જેમ સૌમ્ય લેશ્યાયુક્ત, સૂર્યની જેમ દૈહિક અને આત્મિક તેજ સંપન્ન, સાગરની જેમ ગંભીર, પક્ષીની જેમ સર્વથા વિપ્રમક્ત-અપ્રતિબદ્ધ વિહારી, મેરુપર્વતની જેમ નિષ્કપ, શરદકાલીન જલની જેમ શુદ્ધ હૃદયી, ગેંડાના શિંગની જેમ એક માત્ર આત્મનિષ્ઠ, ભારંડપક્ષીની જેમ અપ્રમત્ત, હાથીની જેમ શૂરવીર, વૃષભની જેમ ધૈર્યવાન, સિંહની જેમ પરીષહ વિજયમાં પરાક્રમી, પૃથ્વીની જેમ શીત-ઉષ્ણ આદિ સર્વ સ્પર્શીને સમભાવથી સહન કરવામાં સહનશીલ, ઘીથી સિંચિત અગ્નિની જેમ જ્ઞાન અને તપના તેજથી જાજ્વલ્યમાન હોય છે. તેઓ નિગ્રંથ પ્રવચનને આગળ રાખીને વિચરણ કરે છે.

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237