Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| વિભાગ-૨: ઉપપાત
[ ૧૫૧]
થવાથી અથવા ન થવાથી પણ તે ભોજનનો પરિત્યાગ કરી આજીવન અનશન વ્રતનો સ્વીકાર કરે છે. તે ઘણા દિવસો સુધી અનશનની આરાધના કરીને, જે લક્ષ્યથી નગ્નભાવ આદિ કષ્ટપૂર્ણ સંયમપથનો સ્વીકાર કર્યો હતો, તેની આરાધના કરીને છેલ્લા શ્વાસે અનંત, અનુત્તર, નિર્વાઘાત, નિરાવરણ, કૃત્ન, પ્રતિપૂર્ણ કેવલજ્ઞાન, કેવલદર્શનને પ્રાપ્ત કરે છે અને ત્યાર પછી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે, નિર્વાણ પામે છે, સર્વ દુઃખોનો અંત કરે છે.
- એક ભવ કરીને મોક્ષ જનારા અણગાર પૂર્વકર્મો શેષ રહી ગયા હોવાથી મૃત્યુના સમયે મૃત્યુ પામીને ઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ તેની ગતિ આદિ થાય છે. તેની સ્થિતિ ૩૩ સાગરોપમની હોય છે. તે પરલોકના આરાધક બને છે અને શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. વિવેચન -
પ્રસ્તુત સુત્રોમાં શ્રમણોની જીવનચર્યા, શ્રમણોના વિશિષ્ટ ગુણો પ્રદર્શિત કરતી ૨૧ ઉપમાઓ અને તેઓની ગતિનું પ્રતિપાદન કર્યું છે.
શ્રમણો પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું જીવનપર્યત સંપૂર્ણપણે પાલન કરે છે. શ્રમણોના વ્રતોમાં કોઈ પણ પ્રકારની છૂટ નથી. આ રીતે સાધના કરતાં અંત સમયે આરાધનાપૂર્વક કાળધર્મ પામે છે.
તેમાં જેના સર્વ કર્મો ક્ષય થાય તે કેવળજ્ઞાન-કેવળદર્શનને પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે. તેવા જીવો બે પ્રકારના હોય છે– (૧) અનેક વર્ષો સુધી કેવળી પર્યાયમાં વિચરણ કરીને અંતે અનશન કરી સિદ્ધ થાય. (૨) કેટલાક શ્રમણો અનેક વર્ષો સુધી છાસ્થ પર્યાયમાં રહીને સાધના કરતાં અંતે અનશન આરાધના કરી અંતિમ શ્વાસોચ્છવાસે કેવળજ્ઞાન-દર્શન પ્રાપ્ત કરે છે અને સિદ્ધ થાય છે.
કેટલાક શ્રમણોના કર્મો શેષ રહી ગયા હોય, તે એક મનુષ્યનો જન્મ પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે. તેવા જીવો વૈમાનિક દેવગતિમાં જાય છે અને ઉત્કૃષ્ટ આરાધનાએ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ૩૩ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય છે. શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે. પડ્યા (પા ) – અ = શરીર. એક જ મનુષ્યનું શરીર પ્રાપ્ત કરીને મોક્ષે જનારા જીવો. મયંતારો - આ શબ્દના બે અર્થ થાય છે– (૧) અવતાર: સંયમજીવન- સંયમનું સેવન–આરાધન કરનાર. (૨) ભયત્રાતા– સંયમ સાધના દ્વારા સંસારના ભયથી પોતાનું રક્ષણ કરનારા. સર્વ કામાદિથી વિરત મનુષ્યોની ઉત્પત્તિ - ५८ से जे इमे गामागर जाव सण्णिवेसेसु मणुया भवंति, तं जहा- सव्वकामविरया, सव्वरागविरया, सव्वसंगातीता, सव्वसिणेहाइक्कंता, अक्कोहा, णिक्कोहा, खीणक्कोहा एवं माणमायलोहा, अणुपुव्वेणं अट्ठ कम्मपयडीओ खवेत्ता उपि लोयग्गपइट्ठाणा हवंति । ભાવાર્થ :- ગ્રામ, આકર યાવત સન્નિવેશ આદિમાં જે આ પ્રકારના સાધક મનુષ્યો હોય છે, જેવા કે–સર્વ કામવિરત–શબ્દ, સ્પર્શ, રસ, ગંધ, આદિ સર્વવિષયોથી નિવૃત્ત, સર્વ રાગથી રહિત, સર્વ પ્રકારના સંગથી અને અનુરાગથી રહિત, અક્રોધ-ક્રોધના ઉદયને નિષ્ફળ કરનાર, નિષ્ક્રોધ- ક્રોધના ઉદય રહિત,