Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 197
________________ | વિભાગ-૨: ઉપપાત ૧૪૫ પોષણ કરે છે; તે પણ સંયમ-તપના પાલનથી ઉત્કૃષ્ટ બારમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે પરંતુ શ્રમણપણામાં થતી અયોગ્ય પ્રવૃત્તિના કારણે તે આભિયોગિક(નોકર) દેવ થાય છે. દોષસ્થાનની આલોચના-પ્રતિક્રમણ કર્યા વિના કાળધર્મ પામ્યા હોવાથી તે પરલોકના આરાધક થતા નથી. આભિયોગિક દેવ- ઇન્દ્રના દાસ, નોકર, ચાકર સમાન દેવને આભિયોગિક દેવ કહે છે. નિહવોની દેવોમાં ઉત્પત્તિ : ५२ से जे इमे गामागर णयरणिगमरायहाणि जाव सण्णिवेसेसु णिण्हगा भवंति, तं जहा- बहुरया, जीवपएसिया, अव्वत्तिया, सामुच्छेइया, दोकिरिया, तेरासिया, अबद्धिया इच्चेते सत्त पवयणणिण्हगा, केवलचरियालिंगसामण्णा, मिच्छद्दिट्ठी बहूहिं असब्भावुब्भावणाहिं मिच्छत्ताभिणिवेसेहि य अप्पाणं च परं च तदुभयं च वुग्गाहेमाणा, वुप्पाएमाणा विहरित्ता बहूई वासाई सामण्णपरियागं पाउणंति, पाउणित्ता कालमासे कालं किच्चा उक्कोसेणं उवरिमेसु गेवेज्जेसु देवत्ताए उववत्तारो भवंति । तहिं तेसिं गई जाव एक्कतीसं सागरोवमाई ठिई, परलोगस्स अणाराहगा, सेसं तं चेव । ભાવાર્થ :- ગામ, આકર યાવત સન્નિવેશ આદિમાં નિધવ હોય છે, જેમ કે- (૧) બહુત (૨) જીવ પ્રાદેશિક (૩) અવ્યક્તિક (૪) સામુચ્છેદિક (૫) ક્રિક્રિય (૬) ઐરાશિક તથા (૭) અબદ્ધિક, આ સાતે પ્રવચન નિતવ છે. તેઓ કેવળ સાધુચર્યા અને સાધુવેશની અપેક્ષાએ જ શ્રમણોની સમાન છે. પરંતુ તેઓ મિથ્યાત્વી છે, અનેક પ્રકારના અવિધમાન પદાર્થોની કલ્પનાથી, મિથ્યાભિનિવેશથી પોતાને, બીજાને અને ઉભયને પોતાના મિથ્યામત સ્વીકારનો આગ્રહ કરતાં, મિથ્યામતમાં સ્થાપિત કરતાં વિચરે છે. ઘણા વર્ષો સુધી આ પ્રકારની શ્રમણ પર્યાયનું પાલન કરીને મૃત્યુના સમયે મૃત્યુ પામીને ઉત્કૃષ્ટ ઉપરિમ નવમા ગ્રેવેયકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તે સ્થાનને અનુરૂપ તેની ગતિ થાય છે યાવત ત્યાં તેને એકત્રીસ સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત થાય છે. તેઓ મિથ્યાદષ્ટિ હોવાથી પરલોકના આરાધક હોતા નથી. શેષ વર્ણન પૂર્વવતુ જાણવું. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાત પ્રકારના પ્રવચન નિતવોનો ઉલ્લેખ કરી તેઓની ગતિ અને સ્થિતિનું નિરૂપણ કર્યું છે. સ્થાનાંગ સૂત્રની વ્યાખ્યામાં આચાર્ય અભયદેવસૂરીએ તે નિહ્નવોનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. પ્રસ્તુત પ્રકાશનના સ્થાનાંગ સૂત્ર ભાગ-૨માં પૃષ્ટ-૨૦૯ પર તે કથાનકો આપ્યા છે. પવન નિ :- પ્રવચન નિતવ. જિનપ્રવચનના કોઈ એક વિષયનો નિષેધ કરી તેનાથી વિપરીત પ્રરૂપણા કરનાર. પ્રસ્તુતમાં સાત નિદ્વવોના મતના નામનો ઉલ્લેખ છે. તે નિદ્વવોના નામોનો ઉલ્લેખ શ્રી સ્થાનાંગ સૂત્રમાં છે. આ સર્વ પ્રકારના નિહ્નવો ચારિત્રાચારના પાલનથી ઉત્કૃષ્ટ નવગ્રેવેયક સુધી દેવપણે ઉત્પન્ન થાય છે તથા મિથ્યા પ્રરૂપણાના કારણે પરભવના વિરાધક થાય છે. શ્રાવકોની ઉત્પત્તિ :|५३ सेजेइमेगामागर जावसण्णिवेसेसुमणुया भवंति, तंजहा- अप्पारंभा, अप्पपरिग्गहा, धम्मिया, धम्माणुया, धम्मिट्ठा, धम्मक्खाई, धम्मप्पलोई, धम्मपलज्जणा, धम्मसमुदायारा,

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237