Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 192
________________ [ ૧૪૦ | શ્રી વિવાઈ સૂત્ર मासियाए संलेहणाए अप्पाणं झूसित्ता, सर्टि भत्ताई अणसणाए छेदित्ता जस्सट्ठाए कीरइ णग्गभावे, मुंडभावे, अण्हाणए, अदंतवणए, केसलोए, बंभचेरवासे, अच्छत्तगं अणोवाहणगं, भूमिसेज्जा, फलगसेज्जा, कट्ठसेज्जा, परघरपवेसो लद्धावलद्धं, परेहिं हीलणाओ, खिसणाओ,णिदणाओ, गरहणाओ, तालणाओ, तज्जणाओ, परिभवणाओ, पव्वहणाओ, उच्चावया गामकंटगा, बावीसं परीसहोवसग्गा अहियासिज्जंति, तमट्ठमाराहित्ता चरिमेहिं उस्सासणिस्सासेहिं सिज्झिहिइ, बुज्झिहिइ, मुच्चिहिइ परिणिव्वाहिइ, सव्वदुक्खाणमंतं करेहिइ । ભાવાર્થ :- ત્યાર પછી તે દઢપ્રતિજ્ઞ કેવળી ઘણા વર્ષો સુધી કેવલી પર્યાયનું પાલન કરીને અંતે એક માસની સંલેખના અને એક માસનું અનશનપૂર્ણ કરી, જે લક્ષ્યને માટે નગ્નભાવ–શરીર સંસ્કારનો ત્યાગ, મુંડભાવ–સાંસારિક સંબંધોનો ત્યાગ, સ્નાનનો પરિત્યાગ, દંતપ્રક્ષાલનનો ત્યાગ, કેશલુંચન, બ્રહ્મચર્યનું પાલન, છત્ર ત્યાગ, પગરખા ત્યાગ, વાહનનો ત્યાગ, ભૂમિ પર, લાકડાના પાટિયા પર, કાષ્ટ પર શયન કરવું ભિક્ષા માટે બીજાના ઘરમાં પ્રવેશ આદિ કરાય છે અને ભિક્ષામાં થતાં લાભ-અલાભ તેમજ બીજાએ કરેલી અવહેલના, ચીડવણી, પરોક્ષમાં થતી નિંદા, પ્રત્યક્ષ કરાયેલી ગહ, તાડના–થપ્પડાદિથી લાગેલો માર, તર્જના, અપમાન, વિવિધ કો, અનેક પ્રકારના પ્રતિકૂળ ઇન્દ્રિય વિષયો, બાવીસ પરીષહો તથા અનેક ઉપસર્ગોઆદિ સહન કરાય છે; તે લક્ષ્યની આરાધના કરીને અંતિમ શ્વાસોચ્છવાસથી સિદ્ધ(કૃતકૃત્ય) થશે, બુદ્ધ-કેવળજ્ઞાન સ્વરૂપ થશે, સમસ્ત કર્મોથી મુક્ત થશે, કર્મજન્ય સંતાપથી પરિનિવૃત્ત થઈને શીતલીભૂત થશે, શારીરિક, માનસિક સમસ્ત દુઃખોનો અંત કરશે. વિવેચનઃ પ્રસ્તુત સુત્રોમાં અંબડ પરિવ્રાજકની જીવનચર્યા સહિત તેની સિદ્ધિ પર્યતનું વર્ણન છે. અંબડ પરિવ્રાજક હતો. તેને જૈનધર્મની શ્રદ્ધા થતાં ભગવાન મહાવીર પાસે શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો હતો, નિરંતર છઠ્ઠ-છઠ્ઠની તપસ્યા અને સૂર્યની સન્મુખ આતાપના લેતાં તેને વૈક્રિયલબ્ધિ અને અવધિજ્ઞાન પ્રગટ થયું. શ્રાવક ધર્મનું સમ્યક પાલન કરી અંત સમયે આલોચના-પ્રતિક્રમણ સહિત સમાધિપૂર્વક કાળધર્મ પામી પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. અબડને સમ્યગુદર્શન સહિત દેવભવની પ્રાપ્તિ થઈ હોવાથી તે પરલોકના આરાધક થયા. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં દઢપ્રતિજ્ઞ નામે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી સિદ્ધ થશે. આગમ સાહિત્યમાં શ્રી રાજપ્રશ્રીય સૂત્રમાં વર્ણિત પ્રદેશ રાજા વર્તમાનમાં દેવભવમાં છે અને આગામી ભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં દઢપ્રતિષ નામે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી સિદ્ધ થશે. શ્રી ભગવતીસૂત્ર શતક પંદરમાં વર્ણિત ગોશાલક પણ વર્તમાનમાં દેવભવમાં છે. તે પણ સુદીર્ઘ ભવ પરંપરામાં પરિભ્રમણ કરી અંતે મહાવિદેહક્ષેત્રમાં દઢપ્રતિશ નામે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી સિદ્ધ થશે. આ ત્રણે દઢપ્રતિજ્ઞ નામની વ્યક્તિઓ ભિન્ન-ભિન્ન સમયે, મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરશે. અર્થાત પ્રદેશી રાજાનો જીવ ચાર પલ્યોપમ પછી, અંબાનો જીવ દસ સાગરોપમ પછી અને ગૌશાલકનો જીવ અસંખ્ય ભવો પછી મોક્ષ પ્રાપ્ત કરશે. આ ત્રણે ય દઢપ્રતિજ્ઞ સમાન નામવાળી ભિન્ન-ભિન્ન વ્યક્તિ થશે, તેમ સમજવું.

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237