Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 180
________________ | १२८ । શ્રી વિવાઈસૂત્ર દઈને, ગંગા મહાનદીસરી રંગેલી ગેરુ ગની શારણ કરવાની રૂદ્રાક્ષની માળાઓ, કરોટિકા-માટીના વિશેષ પ્રકારના પાત્ર, ભૂષિકા-બેસવાની પાટલીઓ, ષણનાલિકા-ત્રણ કાષ્ટથી બનાવવામાં આવેલી ત્રિપાઈ, અંકુશ- દેવપૂજા માટે પત્ર, પુષ્પ આદિને તોડવા માટે અથવા ભેગા કરવા માટે વપરાતું સાધન, કેશરિકાઓ પ્રમાર્જન કરવા ઉપયોગમાં લેવાતું વસ્ત્ર(ઝાપટિયું), પવિત્રિકા- ત્રાંબાની અંગુઠીઓ, ગણેત્રિકા-હાથમાં ધારણ કરવાની રૂદ્રાક્ષની માળાઓ, છત્ર, પગમાં પહેરવાની ચાખડીઓ, ગેરુથી રંગેલી ગેરુ રંગની શાટિકા-ધોતીઓ વગેરે ઉપકરણોને એકાંતમાં છોડી દઈને, ગંગા મહાનદીમાં (જલ રહિત સ્થાનમાં) રેતીનું બિછાનું બનાવીને, સંલેખનાપૂર્વક–દેહને અને મનને તપોમય સ્થિતિમાં લીન કરીને, શરીર અને કષાયના સંસ્કારો ક્ષીણ કરતાં, આહાર-પાણીનો ત્યાગ કરીને, પાદપોપગમ અનશનનો સ્વીકાર કરીને, મૃત્યુની આકાંક્ષા ન કરતા આપણે સ્થિત થઈએ. આ પ્રમાણે પરસ્પર કહીને તેઓએ નિશ્ચય કર્યો અને પોતાના ત્રિદંડ વગેરે ઉપકરણો એકાંતમાં છોડી દીધા. ગંગા મહાનદીમાં ઉતરીને જળ રહિત સ્થાનમાં રેતીનું સંસ્તારક તૈયાર કરીને, અને તેના પર આરૂઢ થયા. પૂર્વાભિમુખ પદ્માસને બેસીને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું| २५ णमोत्थुणं अरहताणं भगवंताणं जावसिद्धिगइणामधेयं ठाणं संपत्ताणं । णमोत्थुणं समणस्स भगवओ महावीरस्स जावसंपाविउकामस्स, णमोत्थुणं अम्मडस्स परिव्वायगस्स अम्हं धम्मायरियस्स धम्मोवदेसगस्स । पुदि णं अम्हेहिं अम्मडस्स परिव्वायगस्स अंतिए थूलए पाणाइवाए पच्चक्खाए जावज्जीवाए, थूलए मुसावाए पच्चक्खाए जावज्जीवाए, थूलए अदिण्णादाणे पच्चक्खाए जावज्जीवाए, सव्वे मेहुणे पच्चक्खाए जावज्जीवाए, थूलए परिग्गहे पच्चक्खाए जावज्जीवाए, इयाणिं अम्हे समणस्स भगवओ महावीरस्स अंतिए सव्वं पाणाइवायं पच्चक्खामो जावज्जीवाए, सव्वं मुसावायं पच्चक्खामो जावज्जीवाए, सव्वं अदिण्णादाणं पच्चक्खामो जावज्जीवाए, सव्वं मेहुणं पच्चक्खामो जावज्जीवाए, सव्वं परिग्गहंपच्चक्खामो जावज्जीवाए, सव्वं कोहं, माणं,मायं, लोह, पेज, दोसं, कलहं, अब्भक्खाणं, पेसुण्णं, परपरिवायं, अरइरई, मायामोसं, मिच्छादसणसल्लं, सव्वं अकरणिज्जं जोगं पच्चक्खामो जावज्जीवाए, सव्वं असणं, पाणं, खाइम, साइमं चउव्विहं पि आहारं पच्चक्खामो जावज्जीवाए। जंपि य इमं सरीरं इटुं, कंतं, पियं, मणुण्णं, मणाम, थेज्जं, वेसासियं, सम्मयं, अणमयं. बहमयं. भंडकरंडगसमाणं. रयणकरंडगभयं: मा णं सीयं. मा णं उण्हं.मा णं खुहा, मा णं पिवासा, मा णं वाला, मा णं चोरा, मा णं दंसा, मा णं मसगा, मा णं वाइयं पित्तियं सिंभियं सण्णिवाइयं विविहा रोगायंका, परीसहोवसग्गा फुसंतु त्ति कटु एयं पि यणं चरमेहिं ऊसासणीसासेहिं वोसिरामो त्ति कटु संलेहणा-झूसणा-झूसिया भत्तपाणपडियाइक्खिया पाओवगया कालं अणवकखमाणा विहरति । ભાવાર્થ- સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા અરિહંત (સિદ્ધ) ભગવાનને નમસ્કાર હો, સિદ્ધગતિને પ્રાપ્ત કરવાની કામનાવાળા અરિહંત-શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને નમસ્કાર હો, આપણા ધર્માચાર્ય અને ધર્મોપદેશક અંબડ પરિવ્રાજકને નમસ્કાર હો.

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237