Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 183
________________ | વિભાગ-૨: ઉપપાત [ ૧૩૧] કરે છે, એટલે કે એક જ સમયમાં સો ઘરોમાં આહાર કરતા, સો ઘરોમાં નિવાસ કરતા દેખાય છે. હે ભગવન્! શું એ સત્ય છે? હે ગૌતમ! ઘણા લોકો એક બીજાને આ પ્રમાણે કહે છે યાવતુ પ્રરૂપણા કરે છે કે અંબડ પરિવ્રાજક કામ્પિત્યપુર નગરમાં સો ઘરોમાં આહાર કરે છે, તો ઘરમાં નિવાસ કરે છે. હે ગૌતમ! તે સત્ય છે. હે ગૌતમ! હું પણ એમ જ કહું છું, પ્રરૂપણા કરું છું કે અંબડ પરિવ્રાજક કામ્પિત્યપુર નગરમાં એક સાથે સો ઘરોમાં આહાર કરે છે અને સો ઘરોમાં નિવાસ કરે છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે અંબડ પરિવ્રાજક સો ઘરોમાં આહાર કરે છે તથા સો ઘરોમાં નિવાસ કરે છે? ઉત્તર- હે ગૌતમ! અંબડ પરિવ્રાજક પ્રકૃતિથી ભદ્ર–સૌમ્ય, વ્યવહારશીલ, પરોપકાર પરાયણ અને પ્રકૃતિથી જ શાંત છે. તે સ્વભાવથી જ અલ્પ ક્રોધ, માન, માયા, લોભવાળા, મંદ કષાયી છે. તે કોમળ સ્વભાવથી યુક્ત અને અહંકાર રહિત, ગુરુજનોની આજ્ઞાનું પાલન કરનારા તથા વિનયશીલ છે. નિરંતર છઠ-છઠની તપસ્યા કરતા પોતાની ભુજાઓ ઊંચી કરીને સૂર્યની સન્મુખ આતાપના ભૂમિમાં આતાપના લેતા, શુભ આત્મપરિણામોથી, પ્રશસ્ત અધ્યવસાય- મનોવિચારથી અને વિશુદ્ધ લેશ્યાથી અર્થાત્ મનના શુદ્ધ પરિણામથી તદાવરણીયકર્મનો ક્ષયોપશમ થતાં; સત્ય અર્થને જાણવા માટેની વિચારણા રૂપ ઈહા, નિશ્ચયાત્મક બુદ્ધિરૂપ અવાય, અન્વય ધર્મોન્મુખ ચિંતનરૂપ માર્ગણા અને વ્યતિરેક ધર્મોન્મુખ ચિંતનરૂપ ગવેષણા કરતા તેને વીર્ય લબ્ધિ-વિશેષ શક્તિ, વૈક્રિય લબ્ધિ- વિવિધરૂપ બનાવવાનું સામર્થ્ય તથા અવધિજ્ઞાન- ઇન્દ્રિયોની સહાયતા વિના આત્માથી જ રૂપી પદાર્થોને જાણનારું જ્ઞાન પ્રગટ થયું છે. તેથી લોકોને આશ્ચર્ય ચકિત કરવા માટે તે કામ્પિત્યપુર નગરમાં એક જ સમયે એક સાથે સો ઘરોમાં આહાર કરે છે અને સો ઘરોમાં નિવાસ કરે છે. હે ગૌતમ! તેથી હું કહું છું કે તે વાત સત્ય છે કે અંબડ પરિવ્રાજક કાપ્પિલ્યપુર નગરના સો ઘરોમાં એક જ સમયે આહાર કરે છે અને સો ઘરમાં નિવાસ કરે છે. | २८ पहू णं भंते ! अम्मडे परिव्वायए देवाणुप्पियाणं अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए? णो इणटेसमटे । गोयमा ! अम्मडेणं परिवायए समणोवासए अभिगयजीवाजीवे जाव उवलद्धपुण्णपावे, आसक्संवरणिज्जर किरिया-अहिगरणबंधमोक्खकुसले, असहेज्जे, देवासुरणाग-सुवण्णाजक्खरक्खसकिण्णरकिंपुरिसगरुलगंधव्वमहोरगाइएहिं देवगणेहि णिग्गंथाओ पावयणाओ अणइक्कमणिज्जे, णिग्गंथे पावयणे हिस्संकिए, णिक्कंखिए, णिव्वितिगिच्छे, लट्टे, गहियटे, पुच्छियटे, अभिगयटे, विणिच्छियटे, अट्ठिमिंजपेमाणुरागरते, अयमाउसो ! णिग्गंथे पावयणे अडे, अयं परमट्टे, सेसे अणढे, चाउद्दसट्टमुद्धिपुण्णमासीणीसु पडिपुण्णं पोसह सम्मं अणुपालेमाणेसमणे णिग्गंथे फासुएसणिज्जेणं असणपाणखाइमसाइमेणं, वत्थपडिग्गहकंबलपायपुंछणेणं, ओसहभेसज्जेणं पाडिहारिएणं य पीढफलग-सेज्जासंथारएणं पडिलाभेमाणे अप्पाणं भावेमाणे विहरइ, णवरं- "ऊसियफलिहे, अवंगुयदुवारे, चियत्तंतेउरघरदारपवेसी", एयण वुच्चइ ।

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237