Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 187
________________ | વિભાગ-રઃ ઉપપાત | १३५ गोयमा ! अम्मडे णं परिव्वायए उच्चावएहिं सीलव्वयगुण-वेरमण-पच्चक्खाणपोसहोववासेहिं अप्पाणं भावेमाणे बहूई वासाई समणोवासगपरियायं पाउणिहिइ, पाउणित्ता मासियाए संलेहणाए अप्पाणं झूसित्ता, सढि भत्ताई अणसणाए छेदित्ता, आलोइयपडिक्कंते, समाहिपत्ते कालमासे कालं किच्चा बंभलोए कप्पे देवत्ताए उववज्जिहिइ । तत्थ णं अत्थेगइयाणं देवाणं दस सागरोवमाई ठिई पण्णत्ता। तत्थ णं अम्मडस्स वि देवस्स दस सागरोवमाई ठिई । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અંબડ પરિવ્રાજક મૃત્યુના સમયે મૃત્યુ પામીને ક્યાં જશે? અને કઈ યોનિમાં ઉત્પન્ન થશે? ઉત્તર- હે ગૌતમ ! અંબડ પરિવ્રાજક વિવિધ પ્રકારના શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધ ઉપવાસ દ્વારા આત્માને ભાવિત કરતાં ઘણા વર્ષો સુધી શ્રાવક ધર્મનું પાલન કરીને અંતે એક માસની સંખના અને સાઠ ભક્તનો અનશન દ્વારા ત્યાગ કરીને આલોચના, પ્રતિક્રમણ સહિત સમાધિપૂર્વક મૃત્યુના સમયે મૃત્યુ પામીને પાંચમા દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાં અનેક દેવોની સ્થિતિ ૧૦ સાગરોપમની છે. તે રીતે અંબડ દેવની સ્થિતિ પણ દશ સાગરોપમની થશે. દઢ પ્રતિજ્ઞઃ અંબડ પરિવાજકનો ત્રીજો ભવઃ३५ सेणं भंते ! अम्मडे देवे ताओ देवलोगाओ आउक्खएणं, भवक्खएणं, ठिइक्खएणं, अणंतरं चयं चइत्ता कहिं गच्छिहिइ, कहिं उववज्जिहिइ? गोयमा !महाविदेहे वासे जाइंकुलाई भवंति- अड्डाई, दित्ताई, वित्ताई वित्थिण्ण विउल भवणसयणासण-जाण-वाहणाई, बहुधणजायरूक्रययाई, आओग-पओग-संपउत्ताई विच्छड्डिय-पउर-भत्तपाणाई, बहुदासी-दास-गो-महिस-गवेलगप्पभूयाई, बहुजणस्स अपरिभूयाई, तहप्पगारेसु कुलेसु पुमत्ताए पच्चायाहिइ । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવંત! અંબડ દેવ પોતાના દેવ ભવ સંબંધી આયુષ્યકર્મ દલિકોનો, દેવભવના કારણભૂત દેવગતિ નામ આદિકર્મ દલિકોનો અને ત્યાંની દશ સાગરોપમની સ્થિતિનો ક્ષય થતાં દેવલોકમાંથી ચ્યવીને ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે? ઉત્તર- હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં, સમૃદ્ધ, ઉજ્જવળ, પ્રસિદ્ધ, વિશાળ અને વિપુલ સંખ્યામાં ભવનો, શયન, આસન, વાહનાદિ હોય, જ્યાં પ્રચુર માત્રામાં ધન, સુવર્ણ અને ચાંદી હોય તથા ધનસંપત્તિની લેવડ-દેવડનો મોટો વહીવટ થઈ રહ્યો હોય, યાચકોને વિપુલ પ્રમાણમાં ભોજન-પાણી દાનમાં અપાઈ રહ્યા હોય, ઘણા દાસ-દાસીઓ જેની સેવામાં હોય; ગાય, ભેંસ, ઘેટા આદિ પશુધન ઘણું હોય; અન્ય અનેક જનોને માટે આદર્શભૂત હોય તેવા વિશિષ્ટ કુળોમાંથી કોઈ પણ એક વિશિષ્ટ કુળમાં તેનો જન્મ થશે. |३६ तए णं तस्स दारगस्स गब्भत्थस्स चेव समाणस्स अम्मापिईणं धम्मे दढा पइण्णा भविस्सइ । सेणंतत्थणवण्हं मासाणं बहुपडिपुण्णाणं अट्ठमाणं राइंदियाणं वीइक्कंताणं सुकुमालपाणिपाए, अहीणपडिपुण्णपंचिंदियसरीरे, लक्खणवंजणगुणोववेए, माणुम्माण

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237