Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
વિભાગ—૧: સમવસરણ
શ્રી ઉવવાઈ સૂત્ર
વિભાગ-૧ : સમવસરણ
यंपा नगरी :
१ तेणं कालेणं तेणं समएणं चंपा णामं णयरी होत्था - रिद्धत्थिमिय- समिद्धा, पमुइयजण-जाणवया, आइण्ण-जणमणूसा, हल-सयसहस्स-संकिट्ठ- विकिट्ठ-लट्ठ-पण्णत्ता सेउसीमा, कुक्कुङ-संडे य गामपउरा, उच्छु-जव-सालि-कलिया, गो-महिस-गवेलगप्पभूया, आयारवंत- चेइय-जुवइ-विविह-सण्णिविट्ठ-बहुला, उक्कोडिय-गाय- गंठिभेयग- भड तक्कर-खंडरक्ख- रहिया, खेमा, णिरुवद्दवा, सुभिक्खा, वीसत्थसुहावासा, अगकोडिकुडुंबियाइण्ण- णिव्वुयसुहा, गड-णट्टग- जल्ल-मल्ल- मुट्ठिय-वे लंबग-कहगपवग-लासग-आइक्खग-मंख - लंख-तूणइल्ल- तुंबवीणिय- अणेग-तालायराणुचरिया, आरामुज्जाण-अगङ- तलाय - दीहिय- वप्पिणि- गुणोववेया, णंदणवण-सण्णिभप्पगासा,
उव्विद्धविउल-गंभीर-खायफलिहा, चक्क-गय-मुंसुंढि - ओरोह-सयग्वि जमलकवाङ घण- दुप्पवेसा, धणु-कुडिल-वंक-पागार-परिक्खित्ता, कविसीसग-वट्ट-रइय-संठियविरायमाणा, अट्टालय-चरिय-दार-गोपुर-तोरण-समुण्णय-सुविभत्त-रायमग्गा, छेयायरिय-रइय-दढफलिह-इंदकीला, विवणि वणिय-छेत्त- सिप्पियाइण्ण- णिव्वय-सुहा, सिंघाडग-तिग-चउक्क- चच्चर-पणियावण-विविह-वत्थु-परिमंडिया, सुरम्मा,
णरवइ-पविइण्ण-महिवइपहा, अणेग-वर-तुरग मत्तकुंजर-रहपहकर-सीय- संदमाणीआइण्ण-जाण-जुग्गा, विमउल - णव - णलिणि-सोभियजला, पंडुरवर-भवण-सण्णिमहिया, उत्ताण-णयण-पेच्छणिज्जा, पासादीया, दरिसणिज्जा, अभिरूवा पडिरूवा ।
ભાવાર્થ:- તે કાલે– વર્તમાન અવસર્પિણીકાલના ચોથા આરામાં, તે સમયે– ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા ત્યારે ચંપા નામની નગરી હતી, તે નગરી ભવનાદિ ઋદ્ધિથી સંપન્ન, સ્વચક્ર અને પરચક્રના ભય રહિત, ધન-ધાન્યથી સમૃદ્ધ હતી. ત્યાંના નાગરિકો અને અન્ય દેશમાંથી આવીને વસેલા લોકો ત્યાં આનંદથી રહેતા હતા. તે નગરી હંમેશાં ઘણા મનુષ્યોથી ભરચક રહેતી હતી.
ત્યાંની ભૂમિ લાખો હળોથી વારંવાર ખેડાતી હોવાથી ફળદ્રુપ હતી અને તે ખેતરોની સીમા, સીમાચિહ્ન દ્વારા(કે જળનાલિકાઓ દ્વારા) નિશ્ચિત થયેલી હતી. ત્યાં કૂકડા અને નાના સાંઢ ઘણા હતા. તે ખેતરોમાં શેરડી, જવ, શાલિના ઢગલે-ઢગલા પડયા રહેતા હતા. તે નગરીમાં ગાયો, ભેંસો, ઘેટાઓ આદિ દૂધાળા પ્રાણીઓ ઘણા હતા, તેથી લોકોને ખાદ્યપદાર્થોનો અભાવ કદિ જણાતો નહીં. ત્યાં મોટા સુંદર કલાકૃતિ-વાળા ઉદ્યાનો અને નર્તકીઓ માટે અનેક ભવનો હતા.