Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉવવાઈ સૂત્ર : પરિચય
વાવ્યતર જાતિના દેવ થાય છે.
વાનપ્રસ્થ સંન્યાસીઓ વિરાધકપણે જ્યોતિષીદેવમાં, કાંદર્ષિક આદિ શ્રમણો વિરાધકપણે કાંદર્ષિક દેવમાં, કઠિન વ્રત નિયમોનું પાલન કરનારા પરિવ્રાજકો વિરાધકપણે પાંચમા દેવલોકમાં, ગુરુ આદિના પ્રત્યેનીકો વિરાધકપણે કિવિધી જાતિના દેવમાં ઉત્પન્ન થાય છે. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય શ્રમણોપાસક આરાધકભાવે આઠમા દેવલોકમાં, મનુષ્ય શ્રાવકો બારમા દેવલોકમાં, શ્રમણો મોક્ષમાં અથવા સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે.
૫
નિર્તો વિરાધકપણે નવમી જૈવેયકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે વિવિધ પ્રકારના જીવો પોતાની યોગ્યતા અનુસાર આરાધક કે વિરાધકપણે દેવગતિને પ્રાપ્ત કરે છે.
અંબડ પરિવાજકના ૭૦૦ શિષ્યો :– તેઓએ અંખડ પરિવ્રાજક પાસે પરિવાજક પરંપરાની જીવનચર્યા અને વ્રત-નિયમનો સ્વીકાર કર્યો હતો. તેમાં તેઓ મુખ્યતયા બ્રહ્મચર્યવ્રતનું પૂર્ણપણે પાલન કરતા હતા. ત્યાર પછી જ્યારે અંબડ શ્રમણોપાસક થયા ત્યારે તેના સર્વે ય પરિવ્રાજક શિષ્યો શ્રમણોપાસક બન્યા અને અહિંસા, સત્ય, અદત્તાદાન વિરમણ અને પરિગ્રહ વિરમણ વ્રતનું સ્થૂલપણે પાલન કરતા હતા. તેઓને જિનધર્મ પ્રતિ અતૂટ શ્રદ્ધા હતી. એકદા નિર્જન અટવીમાં જલના દાતા કોઈ ન મળ્યા. તૃષાથી અત્યંત વ્યાકુળ થયેલા તેઓએ અદત્ત વ્રતને દઢતાપૂર્વક ટકાવી રાખવા ગંગા નદીના કિનારે ભગવાન મહાવીરની સાક્ષીએ પાદપગમન અનશનનો સ્વીકાર કરીને આરાધનાપૂર્વક દેહનો ત્યાગ કર્યો પરંતુ અદત્તજલ ગ્રહણ ન કર્યું. તે ૭૦૦ શિષ્યો આરાધના સહિત મૃત્યુ પામ્યા હોવાથી પાંચમા દેવલોકમાં દશ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા અને તે પરલોકના આરાધક થયા.
અંબડ પરિવ્રાજક :– અખંડ પરિવ્રાજકે પરિવ્રાજક પણામાં ભગવાન મહાવીરના સમાગમે શ્રાવકના વ્રતોનો સ્વીકાર કર્યો હતો. જૈનધર્મમાં તેમને દઢ શ્રદ્ધા હતી. તપ-સંયમના પ્રભાવે તેને વૈક્રિયલબ્ધિ અને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. લોકોને આશ્ચર્યચકિત કરવા તે વૈક્રિયલબ્ધિના પ્રયોગથી એક સાથે સો રૂપ બનાવી સો ઘરમાં ભોજન કરતા હતા. આધાકર્મ આદિ દોષ રહિત આહાર કરતા હતા.
અંતે તેઓ એક માસનું અનશન કરીને આરાધનાપૂર્વક મૃત્યુ પામીને પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા, દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને સંયમ-તપનું પાલન કરીને સિદ્ધગતિને પ્રાપ્ત કરશે.
કેવળી સમુદ્દાત :– કેવળી ભગવાન વેદનીય, નામ અને ગોત્રકર્મની સ્થિતિને આયુષ્ય કર્મની સ્થિતિની સમાન બનાવવા માટે વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા આત્મપ્રદેશોને ફેલાવી લોકવ્યાપી બનાવે છે. આયુષ્યના અંતિમ અંતર્મુહૂર્તમાં થતી આઠ સમયની આ સમગ્ર પ્રક્રિયાને કેવળી સમુદ્દાત કહે છે. સમુદ્દાતની ક્રિયા પૂર્ણ થયા પછી કેવળી ભગવાન આવશ્યકતાનુસાર મન, વચન અને કાયયોગની પ્રવૃત્તિ કરે છે. સિદ્ધ થવાની પ્રક્રિયા :– અંતિમ અસંખ્યાત સમયના અંતર્મુહૂર્તમાં કેવળી ભગવાન યોગ નિરોધ કરી અયોગી અવસ્થાને પ્રાપ્ત કરી, પાંચ હ્રસ્વ અાર અ, ઇ, ઉં, ૠ, વૃના ઉચ્ચારણકાલ પ્રમાણે સમયમાં શૈલેશીકરણ કરીને ચાર અધાતિકર્મોનો એક સાથે ક્ષય કરી, ઔદારિક, તેજસ અને કાર્યણ શરીરનો ત્યાગ કરી અશરીરી બની જાય છે. આ રીતે કર્મ અને કર્મજન્ય ભાવોથી સર્વથા મુક્ત થયેલો આત્મા ઋજુ ગતિથી એક સમય માત્રમાં લોકાર્ડો સિદ્ધક્ષેત્રમાં સ્થિત થઈ જાય છે. ત્યાં અનંતકાલ પર્યંત આત્મિક સુખનો અનુભવ કરે છે.