Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૭૪ ]
શ્રી વિવાઈસૂત્ર
(૨) મહાસર્વતોભદ્ર ત૫– આ તપમાં ક્રમશઃ એક ઉપવાસથી સાત ઉપવાસ સુધી આગળ વધવાનું હોય છે. તેવી એક પંક્તિમાં ૧+૨+૩+૪+૫++૭ = ૨૮ ઉપવાસ અને વચ્ચે સાત પારણા થાય, તેવી સાત પંક્તિમાં ૧૯૬ ઉપવાસ અને ૪૯ દિવસ થાય છે અર્થાત્ ૧૯૬+૪૯ = ૨૪૫ દિવસે એક પરિપાટી પૂર્ણ થાય, તેવી ચાર પરિપાટીમાં ૯૮૦ દિવસ અર્થાત્ બે વર્ષ આઠ માસ અને વીસ દિવસ થાય છે. આયંબિલ વર્ધમાન તપ - આ તપમાં ક્રમશઃ એક આયંબિલથી સો આયંબિલ સુધી આગળ વધવાનું હોય છે. એક, બે, ત્રણ આદિ આયંબિલ પછી એક-એક ઉપવાસ કરવાનો હોય છે. એક આયંબિલ એક ઉપવાસ, બે આયંબિલ એક ઉપવાસ, ત્રણ આયંબિલ એક ઉપવાસ, ચાર આયંબિલ એક ઉપવાસ, આ રીતે ૧૦૦ આયંબિલ સુધી આગળ વધવાનું હોય છે. આ તપમાં કુલ ૫૦૫૦ આયંબિલ + ૧૦૦ ઉપવાસ = ૫૧૫૦ દિવસ અર્થાત્ ૧૪ વર્ષ, ૩ માસ ૨૦ દિવસ લાગે છે. ભિક્ષુ પડિમા - વિશિષ્ટ પ્રકારના તપ અને અભિગ્રહયુક્ત સાધનાને ભિક્ષુ પડિમા કહે છે.
તેના બાર પ્રકાર છે. પ્રથમ સાત પડિમાનો સમય એક-એક માસનો છે. પહેલી પડિકામાં ભિક્ષુ એક દત્તિ ભોજન અને એક દત્તિ પાણી ગ્રહણ કરે છે. આ રીતે ક્રમશઃ વધતા સાતમી પડિકામાં સાત દત્તિ ભોજન અને સાત દત્તિ પાણી ગ્રહણ કરે છે. આઠમી, નવમી અને દશમી પડિમા સાત-સાત અહોરાત્રની છે. તેમાં સાધુ એકાંતર ચૌવિહારા ઉપવાસની તપ સાધના સહિત ગામની બહાર જઈ વિશિષ્ટ આસને સ્થિત થઈને આતાપના લે છે. અગિયારમી પડિમા એક અહોરાત્રની અને બારમી પડિમા એક રાત્રિની છે. તેમાં ક્રમશઃ ચૌવિહારા છઠ અને અટ્ટમની તપસ્યા કરવાની છે. તેનું તપ ક્રમશઃ બે અને ત્રણ દિવસનું હોવા છતાં કાયોત્સર્ગ ક્રમશઃ એક અહોરાત્ર- આઠ પ્રહર અને એક રાત્રિ ચાર પ્રહર પર્યત કરવાનો હોય છે.
આ પડિમાઓને સુદઢ સંઘયણવાળા શક્તિસંપન્ન સાધુ સ્વીકાર કરે છે. તે સાધુઓ શરીર સંસ્કારનો ત્યાગ કરીને, અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિને સમભાવથી સહન કરે છે, અજ્ઞાતકુળમાંથી નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરી, વિશેષ પ્રકારે આત્મસાધના કરે છે. બાર ભિક્ષુ પડિમાના વિશેષ વર્ણન માટે જુઓ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર. દત્તિ- એક અખંડ ધારમાં અથવા એક જ વારમાં ગૃહસ્થો જેટલો અને જે આહાર વહોરાવે, તે જ ગ્રહણ કરવો તેને એક દત્તિ ભોજન કહે છે અને તે જ રીતે એક અખંડ ધારમાં ગૃહસ્થો જેટલું પાણી વહોરાવે, તે ગ્રહણ કરવું તેને એક દત્તિ પાણી કહે છે. સખસખમિકા ભિક્ષ-પતિમા :- આ તપની સમય મર્યાદા ૪૯ દિવસની છે. સાત-સાત દિવસના સાત અઠવાડિયામાં તેનું વિભાજન કરવામાં આવે છે.
પહેલા અઠવાડિયામાં હંમેશાં એક દત્તિ આહાર અને એક દત્તિ પાણી હોય છે. બીજા અઠવાડિયામાં હંમેશાં બે દત્તિ આહાર અને બે દક્તિ પાણી હોય છે. ક્રમિક રીતે આગળ વધતાં સાતમા અઠવાડિયામાં સાત દત્તિ આહાર અને સાત દત્તિ પાણી ગ્રહણ કરવાનું વિધાન છે.
સાધુએ જેટલી દત્તિ આહાર-પાણી ગ્રહણ કરવાનો અભિગ્રહ કર્યો હોય, તે પ્રમાણે આહાર-પાણી ગ્રહણ કરે છે. સપ્ત સપ્તમિકા ભિક્ષુપડિમાના ૪૯ દિવસમાં કુલ ૧૯૬ દત્તિ આહાર-પાણી થાય છે. અષ્ટ અષ્ટમિકા પડિમા- આ તપની સમય મર્યાદા ૮ X ૮ = ૬૪ દિવસની છે. તેમાં આઠ-આઠ દિવસના આઠ વર્ગમાં ક્રમશઃ પૂર્વવત્ આહાર-પાણીની દત્તિઓનું પ્રમાણ આઠ સુધી વધતું જાય છે.
તે જ રીતે નવનવમિકા પડિમાની સમય મર્યાદા ૯ X ૯ = ૮૧ દિવસની અને તેમાં આહાર