Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૦ |
શ્રી વિવાઈસૂત્ર
તંતુઓના સમુદાયરૂપ હોય, તેમ સૂત્રાર્થના વિશિષ્ટ અર્થને પામી શકે તેવી બુદ્ધિના ધારક હતા.
કેટલાક એક પદથી અનેક પદનું જ્ઞાન પ્રાપ્ત કરાવી શકે તેવી પદાનુસારી લબ્ધિના ધારક હતા, કેટલાક એક ઇન્દ્રિય પાસેથી બીજી ઇન્દ્રિયોનું કામ કરાવી શકે તેવી સંભિન્ન શ્રોત લબ્ધિના ધારક હતા, કેટલાક દૂધની જેમ કાનને પ્રિય અને મનોહર લાગે તેવા વચનો બોલનાર ક્ષીરાશ્રવલબ્ધિના ધારક હતા, કેટલાક મધની જેમ સર્વદોષોપશામક વચનો બોલનાર મધ્વાશ્રવલબ્ધિના ધારક, કેટલાક ઘીની જેમ પરસ્પર સ્નિગ્ધતા-સ્નેહ ઉત્પન્ન કરે તેવા વચનો બોલનાર સર્પિતાશ્રવલબ્ધિના ધારક હતા, કેટલાક પોતે લાવેલી ભિક્ષા સ્વયં વાપરે નહીં અથવા જે ઘેરથી ભિક્ષા લીધી હોય તે દાતા સ્વયં જમે નહીં ત્યાં સુધી લાખો વ્યક્તિઓ ભોજન કરે છતાં ખૂટે નહીં તેવી અફીણમહાનલબ્ધિના ધારક હતા.
કેટલાક સંજ્ઞી જીવોના મનની વાતને જાણનાર ઋજુમતિ તથા કેટલાક વિપુલમતિ મન:પર્યવાનના ધારક હતા. કેટલાક વિવિધરૂપ બનાવવાની શક્તિ સંપન્ન વૈકિયલબ્ધિના ધારક હતા. કેટલાક અતિશયયુક્ત ગમન શક્તિ સંપન્ન ચારણ લબ્ધિના ધારક, કેટલાક પ્રજ્ઞપ્તિ આદિ વિધાઓના ધારક વિદ્યાઘર હતા. કેટલાક આકાશમાંથી હિરણ્ય આદિ ઇષ્ટ-અનિષ્ટ પદાર્થોની વર્ષા કરવાના સામર્થ્ય સંપન્ન હતા અથવા આકાશમાં ઉડી શકે તેવી આકાશગામિની વિદ્યાના ધારક હતા.
કેટલાક કનકાવલી તપ, એકાવલી તપ, લઘુસિંહ નિષ્ક્રીડિત તપ, મહાસિંહ નિષ્ક્રીડિત તપ,ભદ્ર પડિયા, મહાભદ્ર પડિમા, સર્વતો ભદ્ર પડિમા તથા વર્ધમાન આયંબિલ તપ કરતા હતા. કેટલાક મુનિરાજો એક માસિક ભિક્ષુ પડિમાના ધારક હતા. તેવી રીતે બે માસિક, ત્રણ માસિક, ચાર માસિક, પાંચ માસિક, છ માસિક, સાત માસિક, પ્રથમ સાત રાત-દિનની આઠમી ભિક્ષુ પડિમા, બીજા સાત રાત-દિનની નવમી ભિક્ષુ પડિમા, ત્રીજા સાત-રાત દિનની દશમી ભિક્ષુ પડિમા, કેટલાક એક રાત દિનની અગિયારમી ભિક્ષુ પડિમા, કેટલાક એક રાત્રિની બારમી ભિક્ષુ પડિમાના ધારક હતા. કેટલાક સપ્ત સપ્તમિકા, અષ્ટમ અષ્ટમિકા, નવમ નવમિકા, દસમ દસમિકા ભિક્ષુ પડિમાના ધારક હતા. કેટલાક લઘુમોક પડિમા, મહામોક પડિમા, યવમધ્ય ચંદ્ર પડિમા તથા કેટલાક વજ મધ્ય ચંદ્ર પડિમાના ધારક હતા. કેટલાક અકલ્પનીય ભોજન- પાન અને આચરણ આદિના ત્યાગરૂપ વિવેકપડિમાના ધારક, કેટલાક વ્યુત્સર્ગ– કાયોત્સર્ગ પડિમાના ધારક, કેટલાક ઉપધાન–અનશન આદિ ઉગ્ર તપસ્યાના ધારક અને પ્રતિસલીન પડિમાના ધારક હતા. આ રીતે સર્વ શ્રમણો સત્તર પ્રકારના સંયમ અને બાર પ્રકારના તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીના શ્રમણ-શિષ્ય પરિવારની વિવિધ પ્રકારની તપસાધનાનું તેમજ દીક્ષા પર્યાય, જ્ઞાન અને લબ્ધિઓનું નિરૂપણ છે. સંમિનણોયા :- સંભિન્નશ્રોતા. તેના ત્રણ અર્થ થાય છે– (૧) પૃથક પૃથક શબ્દોને એક સાથે પૃથક પૃથકુ સ્વરૂપે ગ્રહણ કરી શકે તેવી લબ્ધિ. (૨) શ્રોતસુ શબ્દ ઇન્દ્રિયનો વાચક છે અર્થાતુ દરેક ઇન્દ્રિય શબ્દને ગ્રહણ કરી શકે, શ્રોતેન્દ્રિયનું કાર્ય બીજી ચાર ઇન્દ્રિયો કરી શકે તેવી લબ્ધિ (૩) સર્વ ઇન્દ્રિયો પરસ્પર એક બીજાનું કાર્ય કરી શકે તેવી લબ્ધિને સંબિનશ્રોતાલબ્ધિ કહે છે. ચારણલબ્ધિઃ - ચારણ એટલે ચાલવું. જેની ગમનક્રિયા અતિશયપૂર્વક થતી હોય તેવી લબ્ધિ. આ લબ્ધિ
દિના ત્યાગ આદિ ઉગ્ર તપ બાર પ્રકાર