Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૨૮ ]
શ્રી ઉવવાઈ સત્ર
ભાવાર્થ – તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ઘણા અંતેવાસી શિષ્યો, શ્રમણ ભગવંતોકર્મક્ષયની સાધનામાં શ્રમ કરી રહેલા શ્રમણો, શ્રત ચારિત્રધર્મથી યુક્ત ભગવદ્ સ્વરૂપ હતા. તેમાંથી કેટલાક શ્રમણો નગરોની રક્ષા માટે નિયુક્ત કરેલા ઉગ્રવંશમાંથી દીક્ષિત થયેલા હતા, કેટલાક આદિનાથ પ્રભુએ ગુરુ સ્થાને સ્થાપિત કરેલા ભોગવંશમાંથી પ્રવ્રજિત થયેલા હતા, કેટલાક આદિનાથ પ્રભુએમિત્ર સ્થાને સ્થાપિત કરેલા રાજન્યવંશમાંથી પ્રવ્રજિત થયેલા હતા, કેટલાક શ્રમણો આદિનાથ પ્રભુના વંશજો– ઇક્વાકુવંશમાંથી પ્રવ્રજિત થયેલા હતા, કેટલાક કુરુવંશમાંથી, કેટલાક ક્ષત્રિય વંશમાંથી પ્રવ્રજિત થયેલા હતા. તે જ રીતે કેટલાક શ્રમણો ભટ–સામાન્ય વીર, કેટલાક હજારો શત્રુઓ સાથે એકલા યુદ્ધ કરી શકે તેવા સમર્થ વીર યોદ્ધાઓ, સેનાપતિઓ, ધારાશાસ્ત્રમાં નિપુણ પ્રશાસ્તા, નગરશેઠ, ઈભ્ય-હાથી ઢંકાય જાય તેટલા સુવર્ણના માલિક ઈભ્ય પણ દીક્ષિત થઈ પ્રભુની પાસે શ્રમણ બન્યા હતા. ભગવાનની પાસે બીજા પણ ઘણાએ સંયમ ગ્રહણ કરેલો હતો. તેઓ બધા ઉત્તમ જાતિ સંપન્ન, ઉત્તમકુળ સંપન્ન, સુંદરરૂપવાન, ત્રિયોગની વિશુદ્ધિરૂપવિનયવાન, સંસારને અસાર સમજવાની બુદ્ધિરૂપવિજ્ઞાનયુક્ત, શરીરની કાંતિરૂપ વર્ણ, શરીરના તેજરૂપ લાવણ્ય, શારીરિકબળરૂપવિક્રમ, શ્રેષ્ઠ સૌભાગ્ય સંપન્ન તથા કાંતિયુક્ત હતા. આ શિષ્ય પરિવારમાં કેટલાક દીક્ષિત થયા પહેલા પ્રચુર ધન, ધાન્ય અને નોકર, ચાકર આદિ પરિવારથી પરિવૃત્ત, રાજસી ઠાઠવાળા, પાંચ ઇન્દ્રિયના મનોવાંછિત સુખમાં તલ્લીન, વિલાસી અને પુણ્યના ઉદયે ખૂબ સારી રીતે લાલન પાલન પામેલા હતા. તેઓ સાંસરિક કામભોગને કિપાક ફળની જેમ દુઃખદાયી સમજીને, વિષયસુખને પાણીના પરપોટાની જેમ ક્ષણભંગુર જાણીને, કુશના અગ્રભાગ પર રહેલા જલબિંદુની જેમ આયુષ્યને ચંચલ સમજીને, જીવનને અનિત્ય, અશાશ્વત સમજીને વસ્ત્રમાં લાગેલી રજને જેમ ખંખેરી નાંખે તેમ તેઓએ કામભોગોનો ત્યાગ કર્યો હતો. તેઓ ચાંદી, સુવર્ણ, ધન, ધાન્ય, સૈન્ય, વાહન, ખજાના ભંડાર, રાજ્ય, રાષ્ટ્ર, નગર, અંતઃપુર, પુષ્કળ ધન, સુવર્ણ–સોનાના ઘડેલા આભૂષણો, રત્નો, મણી, મોતી, શંખ, પરવાળાલાલરત્ન, માણેક આદિ ઘણી કીમતી સંપત્તિનો ત્યાગ કરીને તથા સ્વાપતેય- બહુમૂલ્ય સારભૂત મુખ્ય ધનનો પણ ત્યાગ કરીને, ખજાનામાં ગુપ્ત દ્રવ્યરૂપે રહેલા ધનને દાનયોગ્ય વ્યક્તિઓને દાનમાં આપીને, પુત્રાદિમાં તેનું વિભાજન કરીને, દ્રવ્યથી શિરોમુંડન અને ભાવથી કષાયોને ઉપશાંત કરીને ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગાર જીવનનો સ્વીકાર કરી, દીક્ષિત થયા હતા. તે શ્રમણોમાં કેટલાક શ્રમણો પંદર દિવસની સંયમ પર્યાયવાળા હતા. કેટલાક એક માસ, બે માસ, ત્રણ માસ, ચાર માસ, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ, અગિયાર માસની સંયમ પર્યાયવાળા હતા. કેટલાક એકવર્ષ, બે વર્ષ, ત્રણવર્ષ અને કેટલાક અનેક વર્ષની સંયમ પર્યાયવાળા હતા. તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહેતા હતા. | २१ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी बहवे णिग्गंथा भगवंतो अप्पेगइया आभिणिबोहियणाणी,सुयणाणी, ओहिणाणी,मणपज्जवणाणी, केवलणाणी। अप्पेगइया मणबलिया, वयबलिया कायबलिया । अप्पेगइया णाणबलिया, दंसणबलिया, चारित्तबलिया । अप्पेगइया मणेणं सावाणुग्गहसमत्था एवं वएणं, काएणं ।
अप्पेगइया खेलोसहिपत्ता, एवं जल्लोसहिपत्ता, विप्पोसहिपत्ता, आमोसहिपत्ता, सव्वोसहिपत्ता । अप्पेगइया कोट्ठबुद्धी एवं बीयबुद्धी, पडबुद्धी । अप्पेगइया पयाणुसारी, अप्पेगइया सभिण्णसोया, अप्पेगइया खीरासवा, महुआसवा अप्पेगइया सप्पिआसवा अप्पेगइया अक्खीणमहाणसिया एवं उज्जुमई, विउलमई, विउव्वणिड्डिपत्ता, चारणा, विज्जाहारा,