Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| વિભાગ-૧: સમવસરણ
बहुधण-बहुजायरूवरयए, आओग-पओग-संपउत्ते, विच्छड्डिय-पउर- भत्तपाणे, बहुदासीदास-गो-महिसगवेलगप्पभूए,
पडिपुण्णजंतकोसकोट्ठागाराउधागारे, बलवं, दुब्बलपच्चामित्ते, ओहयकंटयं, णिहयकंटयं, मलियकंटयं, उद्धियकंटयं, अकंटयं, ओहयसत्तुं, णिहयसत्तुं, मलियसत्तुं, उद्धियसत्तुं, णिज्जियसत्तुं, पराइयसत्तुं, ववगयदुब्भिक्खं, मारिभयविप्पमुक्कं, खेमं, सिवं, सुभिक्खं, पसंत-डिंबडमरं रज्जं पसासेमाणे विहरइ । ભાવાર્થ - ચંપા નગરીમાં કોણિક નામના રાજા રાજ્ય કરતા હતા. તેઓ મહાહિમવંત પર્વત, મહામલય પર્વત, મેરુપર્વત અને મહેન્દ્ર પર્વતની જેમ શ્રેષ્ઠ હતા. તેમનો જન્મ અત્યંત વિશુદ્ધ અને દીર્ઘકાલથી રાજકુલરૂપે પ્રસિદ્ધ વંશમાં થયો હતો. તેમના અંગોપાંગ સ્વસ્તિકાદિ રાજ ચિહ્નોથી શોભતાં હતાં. તેઓ અનેક લોકો દ્વારા સન્માનિત અને પૂજનીય હતા, નીતિમત્તા, દાક્ષિણ્ય આદિ સર્વગુણોથી સમૃદ્ધ હતા, તેઓ શુદ્ધ ક્ષત્રિય વંશમાં જન્મ પામ્યા હતા. અનેક રાજાઓ દ્વારા તેમનો રાજ્યભિષેક કરવામાં આવ્યો હતો. તેઓ માતાપિતાના વિનીત હતા. સ્વભાવે કરુણાશીલ હતા, કુલ મર્યાદાનું પાલન કરનારા હોવાથી સીમંકર અને પાલન કરાવનારા હોવાથી સીમંધર હતા, પ્રજાના હિતાર્થે યોગ્ય વસ્તુઓ પ્રાપ્ત કરતા હોવાથી ક્ષેમકર અને વસ્તુઓની સારસંભાળ રાખતા હોવાથી ક્ષેમંધર હતા, ઉત્તમ ઐશ્વર્યશાળી હોવાથી મનુષ્યોમાં ઈદ્ર સમાન હતા, જનપદ નિવાસીઓને વિનય આદિ સંબંધી શિક્ષણ દેનારા તેમજ પ્રજાનું રક્ષણ તથા સુંદર રીતે પોષણ કરનારા હોવાથી પિતા સમાન હતા, જનપદ નિવાસીઓના પાલક હતા અને પ્રજાજનોના હિત માટે સાવધાન હોવાથી પુરોહિત સમાન હતા; કુમાર્ગે જનારને સન્માર્ગે લાવીને મર્યાદામાં સ્થિર કરતા હોવાથી સેતુકર હતા, અદ્ભુત કાર્ય કરનારા હોવાથી કેતુકર હતા, કોશ, સૈન્યબલ આદિથી સમૃદ્ધ હોવાથી સાધારણ મનુષ્યોમાં શ્રેષ્ઠ હતા. તેઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તે ચારે પુરુષાર્થને સિદ્ધ કરનારા, પુરુષોમાં શ્રેષ્ઠ હતા. તેઓ સિંહ જેવા નિર્ભય હોવાથી પુરુષસિંહ, વાઘ જેવા શૂરવીર હોવાથી પુરુષ વ્યાઘ, સર્પની જેમ સફળ કાપવાળા હોવાથી પુરુષાશીવિષ, દીનદુઃખી પ્રત્યે કમળ જેવા કોમળ હૃદયવાળા હોવાથી પુરુષ પુંડરીક, શત્રુઓનું મર્દન કરનારા હોવાથી પુરુષગંધહસ્તિ સમાન હતા.
તે આઢય–અખૂટ ધનના સ્વામી, દખ–શત્રુઓના અભિમાનનો નાશ કરનાર, વિત્ત-સ્વધર્મ અને સ્વદેશના પાલક હોવાથી પ્રખ્યાત હતા; અનેક ભવન, શય્યા, આસન, યાન, વાહનો આદિથી સમૃદ્ધ હતા. તેમનો કોષ્ઠાગાર ધાન્યથી અને ભંડાર સોના, ચાંદી આદિ મૂલ્યવાન પદાર્થોથી ભરેલો હતો. તેઓ ધનલાભના પ્રયોગમાં અર્થાત્ મોટા-મોટા વ્યાપારોમાં હંમેશાં ઉદ્યમશીલ રહેતા હતા. તેમના ભોજનઘરમાં પ્રચુર માત્રામાં ભોજન બનતું હતું. જમી લીધા પછી પણ ઘણું ભોજન વધતું તે ગરીબોને અપાતું હતું. તેમની સેવામાં અનેક દાસ-દાસીઓ રહેતા તથા તેમની પશુશાળામાં ઘણા ગાય, ભેંસ, ઘેટા આદિ પશુધન રહેતું હતું.
તેમના મંત્રાગારો વિવિધ પ્રકારના મંત્રોથી, ખજાના સોનાના સિક્કાઓ અને રત્નો આદિથી, કોઠારો ધાન્યથી અને શસ્ત્રાગારો વિવિધ જાતના અસ્ત્રો-શસ્ત્રોથી યુક્ત રહેતાં હતાં. તેઓ શારીરિક બળ, ધન બળ અને સૈન્ય બળથી સંપન્ન હતા અને તેમણે અન્ય શત્રુ રાજાઓને બળહીન બનાવ્યા હતા. તેમનું રાજ્ય પ્રજાને પીડા કરનારા તસ્કર આદિ રૂપ કંટકથી રહિત હોવાથી ઉપહતકંટક, ચોર આદિને કારાગૃહમાં પૂરી રાખ્યા હોવાથી નિહતકંટક, ચોર,લુંટારા આદિને પ્રહારોથી મથિત કરી નાંખ્યા હોવાથી મથિતકંટક અને ઉપદ્રવકારી મનુષ્યોનો સર્વથા દેશનિકાલ કર્યો હોવાથી ઉદ્ધતકંટક હતું. આ રીતે ચોર આદિ કંટકોને વિવિધ ઉપાયો દ્વારા દૂર