Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
કર્યા હોવાથી તેમનું રાજ્ય સર્વ પ્રકારે નિષ્કંટક હતું. તે જ રીતે તેમનું રાજ્ય ઉપહતશત્રુ, નિહતશત્રુ, મથિતશત્રુ, ઉદ્ધૃતશત્રુ, નિર્જિતશત્રુ અને પરાજિત શત્રુ હતું. રાજ્યમાં દુષ્કાળ આદિનો કે માર-મરકી આદિનો ભય ન હતો. આ રીતે ક્ષેમ-કુશળ, કલ્યાણકારી–ઉપદ્રવ રહિત, સુભિક્ષ–લોકોને સર્વ સામગ્રીઓ સુલભ હોય, કોઈ પણ પ્રકારના વિઘ્ન કે કલહ ન હોય, તેવા રાજ્યનું અનુશાસન કરતા કોણિક રાજા વિચરતા હતા. ધારિણી રાણી :
૧૬
११सणं कोणस्स रण्णो धारिणी णामं देवी होत्था - सुकुमालपाणिपाया, अहीण पडिपुण्णपंचिंदियसरीरा, लक्खण- वंजण-गुणोववेया, माणुम्माणप्पमाणपडिपुण्णसुजाय-सव्वंग-सुंदरंगी, ससि सोमाकास्कंतपियदंसणा, सुरूवा, करयल-परिमिय-पसत्थतिवलि- वलिय-मज्झा, कुंडलुल्लिहिय-गंडलेहा, कोमुइय-रयणियस्विमल- पडिपुण्णसोमवयणा, सिंगारागार चारुवेसा, संगयगय- हसिय-भणिय - विहिय- विलास- सललियसंलाव-णिउण-जुत्तोवयास्कुसला, पासादीया, दरिसणिज्जा अभिरूवा पडिरूवा; कोणिएणं रण्णा भंभसारपुत्तेणं सद्धिं अणुरत्ता, अविरत्ता इट्ठे सद्द-फरिस रस रूव-गंधे पंचविहे माणुस्सए कामभोए पच्चणुभवमाणी विहरइ ।
ભાવાર્થ :- તે કોણિક રાજાને ધારિણી નામે રાણી હતી. તેના હાથ, પગ ઘણાં જ સુકોમળ હતાં. તેનું શરીર સર્વ લક્ષણોથી સંપન્ન, સપ્રમાણ અને પાંચે ઇન્દ્રિયોથી પરિપૂર્ણ હતું. તેની શરીર સંપદા ઉત્તમ પ્રકારની હતી. હસ્તરેખા આદિ લક્ષણો, તલ, મસા આદિ ચિહ્નોથી તે સુસંપન્ન હતી. તે માન, ઉન્માન અને પ્રમાણથી પરિપૂર્ણ અને સમસ્ત અંગોપાંગ સુંદર હોવાથી તે સર્વાંગ સુંદરી હતી. તેની મુખાકૃતિ ચંદ્રમા સમાન સૌમ્ય, મનોહર કાંતિવાળી અને સ્વરૂપવાન હતી. તેના શરીરનો મધ્યભાગ એટલે કટિપ્રદેશ અને ઉદર હસ્તતલ પ્રમાણ અર્થાત્ બે વેંત પ્રમાણ અને ત્રિવલીવાળો હતો. તેના બંને ગાલ પર કરેલી પત્રાવલી–રેખા(પીર) તેના કાનમાં પહેરેલાં કુંડળોથી ઘસાતી હતી.(અથવા તેના ગાલ, કાનમાં પહેરેલા કુંડલો દ્વારા ઘસાવાથી રેખા યુક્ત હતા.) તેમનું મુખ શરદપૂર્ણિમાના ચંદ્ર જેવું સૌમ્ય અને સ્વચ્છ હતું. તેનો પહેરવેશ શૃંગાર રસના નિવાસ સ્થાન જેવો હતો. તેની ચાલવાની રીત ગજ તથા હંસ સમાન મોહક હતી. તેનું સ્મિત-હાસ્ય આકર્ષક હતું, વાણી કોયલ તથા વીણા જેવી મીઠી-મધુરી અને કર્ણપ્રિય હતી, તેની ચેષ્ટાઓ, વિલાસઆંખના કટાક્ષ મનોહર હતા, પરસ્પર સંભાષણની રીત અલંકારયુક્ત હતી. આ રીતે તે રાણી સર્વ ક્રિયાઓમાં ચતુર, વ્યવહારોમાં કુશળ, પ્રાસાદીય, દર્શનીય, સુંદર આકૃતિ સંપન્ન અને અત્યંત શોભાયમાન હતી.
તે રાણી શ્રેણિકરાજાના પુત્ર કોણિક રાજામાં અનુરક્ત અને અનુકૂળ હતી. મનોજ્ઞ, ઇષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધરૂપ પાંચે ઇન્દ્રિયોના મનુષ્ય સંબંધી કામભોગને ભોગવતી રહેતી હતી. વિવેચનઃ
लक्खण वंजणगुणोववेया :– લક્ષણ અને વ્યંજન આદિ ગુણયુક્ત. હાથ-પગ આદિમાં સ્વસ્તિક, ચક્ર આદિ ચિહ્નોને લક્ષણ અને તલ, મસા આદિ ચિહ્નોને વ્યંજન કહે છે. ઉત્તમ પુરુષોના શરીરમાં આવા શુભ લક્ષણો અને વ્યંજનો હોય છે.
माणुम्माणप्पमाणपडिपुण्णःતાઃ– માન, ઉન્માન અને પ્રમાણથી પરિપૂર્ણ માન-બદ્ગોળપ્રમાળતા । જલથી