Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૨ |
શ્રી વિવાઈસૂત્ર
રહિત, નિગ્રંથ પ્રવચનના ઉપદેશક, મોક્ષપ્રાપ્તિ માટે પુરુષાર્થશીલ ભવ્ય જીવ સમૂહના નાયક, શ્રુત-ચારિત્રધર્મના સંસ્થાપક, કર્મ નિર્જરા માટે શ્રમ કરનાર શ્રમણોના અધિપતિ, શ્રમણઆદિ ચતુર્વિધ સંઘના પરિવર્ધક, ચોત્રીસ અતિશય સંપન્ન, વાણીના પાંત્રીસ ગુણયુક્ત, આકાશગત ચક્ર, છત્ર, ચામરો, સ્ફટિકમય પાદપીઠ સહિત સિંહાસનથી યુક્ત, અતિશય મહિમા પ્રગટ કરવા આગળ ચાલતા ધર્મધ્વજથી યુક્ત, ચૌદ હજાર(૧૪,૦૦૦) શ્રમણો અને છત્રીસ હજાર(૩૬,૦૦૦) શ્રમણીઓના પરિવાર સહિત તીર્થકરોની પરંપરા અનુસાર વિહાર કરતાં, એક ગામથી બીજે ગામ જતાં, સુખપૂર્વક વિચરતાં ચંપાનગરીની બહારના ઉપનગર(પરા)માં પધાર્યા અને ચંપાનગરીના પૂર્ણભદ્ર ઉદ્યાનમાં પધારવાની ભાવના સાથે ત્યાં રહ્યા. વિવેચન :ભવં :- ભગ શબ્દના દશ અર્થ થાય છે– (૧) જ્ઞાન- ત્રણેલોક અને ત્રણે કાલના સમસ્ત પદાર્થોને એકી સાથે જાણવાનું સામર્થ્ય હોય તેવું અનુપમ જ્ઞાન (૨) મહિમા- અનુપમ મહિમા (૩) યશ- વિવિધ પ્રકારના અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને જીતવાથી ફેલાયેલી અસાધારણ કીર્તિ અને જગજીવોના સંરક્ષણ માટેના બુદ્ધિચાતુર્યથી પ્રાપ્ત થયેલા યશ સંપન્ન (૪) વૈરાગ્ય-કામભોગોની અભિલાષાનો સર્વથા અભાવ અથવા ક્રોધાદિ વૈભાવિક ભાવોનો અભાવ (૫) મુક્તિ- કર્મોના આત્યંતિક ક્ષયરૂપ મોક્ષ () રૂપ– પ્રકૃષ્ટ પુણ્યોદયે સમસ્ત પ્રાણીઓના ચિત્તનું હરણ કરે તેવું અનુપમ રૂ૫, (૭) વીર્ય- અંતરાય કર્મનો નાશ કર્યો હોવાથી પ્રગટ થયેલું અનંત સામર્થ્ય (૮) લક્ષ્મી-અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ આત્મગુણરૂપ લક્ષ્મી (૯) ધર્મ– શ્રુત અને ચારિત્ર રૂપ ધર્મ (૧૦) ઐશ્વર્ય- ત્રણે લોકનું આધિપત્ય. આ દશે પ્રકારના ‘ભગ’ જેનામાં હોય તેને ભગવાન કહે છે. તીર્થકરો દશે પ્રકારના ‘ભગ’ના સ્વામી હોવાથી તે ભગવાન સ્વરૂપ છે. આS રે - ધર્મની આદિ કરનારા. પ્રત્યેક તીર્થકરો પોત-પોતાના શાસનની અપેક્ષાએ ધર્મની આદિપ્રારંભ કરે છે. ક્યારેક બે તીર્થકરોની વચ્ચેના કાલમાં શાસન પરંપરા અવિચ્છિન્ન હોય તેમ છતાં નવા તીર્થકરને કેવળજ્ઞાન થાય ત્યારે તે ચતુર્વિધ તીર્થની સ્થાપના કરે, સંયમ અંગીકાર કરી ગણધરો દ્વાદશાંગીની રચના કરે છે. આ રીતે પોતાના શાસનની અપેક્ષાએ પ્રત્યેક તીર્થકર શ્રુત-ચારિત્રધર્મનો પ્રારંભ કરે છે. તેથી દરેક તીર્થકરો “આદિકર' કહેવાય છે. રિલવર યહત્ય:- પુરુષોમાં ગંધ હસ્તી સમાન. જેની ગંધથી જ બીજા હાથીઓ ભાગી જાય છે, તે ગંધહસ્તી કહેવાય છે. જે રાજા પાસે ગંધહસ્તી હોય તેનો યુદ્ધમાં અવશ્ય વિજય થાય છે. તે જ રીતે તીર્થકરો
જ્યાં બિરાજમાન હોય ત્યાં માર-મરકી આદિ રોગજન્ય ઉપદ્રવો શાંત થાય, અન્યતીર્થિકો પરાભૂત થઈ જાય છે. તેથી તેઓને ગંધહસ્તીની ઉપમા આપી છે. ધમવરી સંત વવટ્ટી - વીરરંત માં સન્ત શબ્દનો અર્થ અવયવ-વિભાગ થાય છે. દાન, શીલ, તપ અને ભાવ અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, તે ચાર જેના અવયવ છે. વર = શ્રેષ્ઠ. જ્ઞાનાદિમાં જેઓ સર્વ શ્રેષ્ઠ છે. રાજચક્ર કરતાં ધર્મચક્ર શ્રેષ્ઠ છે. રાજચક્ર ઈહલૌકિક ફળદાયક છે. જ્યારે ધર્મચક્ર ઇહલૌકિક અને પારલૌકિક ફળદાયક છે. તેવા શ્રેષ્ઠ ધર્મચક્ર વડે જેણે ચાર ગતિનો અથવા ચાર કષાયનો અંત કર્યો છે તે ધર્મવરચાતુરન્તચક્રવર્તી કહેવાય છે. અથવા મન શબ્દનો સીમા-મર્યાદા અર્થ થાય ત્યારે ઉત્તરદિશામાં હિમવાન પર્વત અને શેષ ત્રણ દિશામાં ત્રણ સમુદ્ર સુધી, આ રીતે ચારે દિશાની સીમાઓ પર્યત જેનું આધિપત્ય છે તેવા પખંડના અધિપતિ ચક્રવર્તી છે; તે ચક્રરત્ન વડે વિજય પ્રાપ્ત કરે છે. તે જ રીતે શ્રેષ્ઠ ધર્મરૂપ ચક્રવડે જે અન્યતીર્થિકો પર વિજય પ્રાપ્ત કરે છે, ત્રણે લોકના જીવો, દેવો, દાનવો જેને