Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
થાય છે.
ભગવાનના દર્શનાર્થે આવેલા ચારે જાતિના દેવોના વર્ણનના માધ્યમથી દેવોનું શરીર, તેની રૂપસંપદા, વેશભૂષા, પ્રત્યેક જાતિના દેવોના વિવિધ ચિહ્નો, દેવોની દિવ્ય ઋદ્ધિ, ધૃતિ, બલ, પ્રભાવ, વૈક્રિયલબ્ધિ, દિવ્યયાન વગેરે વિષયોની જાણકારી પ્રાપ્ત થાય છે.
કોણિકરાજા અને ધારિણીરાણીનું પાંચ અભિગમપૂર્વક તીર્થંકરોના સાંનિધ્યમાં ગયા, ત્યાં જઈને વિધિપૂર્વક ભગવાનને ત્રણ વંદન કરી પર્યુપાસના—સેવા કરવી વગેરે વર્ણન વાચકોને ધર્મસભાનો શિષ્ટાચાર અને વંદનવિધિનો સ્પષ્ટ બોધ કરાવે છે.
સમવસરણમાં વિશાળ પરિષદની મધ્યમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વિના આપેલી ધર્મદેશના ભગવાનના વીતરાગભાવને પ્રગટ કરે છે. તેમજ છ દ્રવ્ય, નવતત્ત્વ, ૧૮ પાપસ્થાન, ૧૮ પાપસ્થાનની વિરતિ, આગારધર્મ અને અણગારધર્મના માધ્યમથી શ્રુત અને ચારિત્રના સ્વરૂપનો અને સંપૂર્ણ જૈનદર્શનનો બોધ થાય છે.
આ રીતે પ્રથમ સમવસરણ વિભાગ બીજા ઉપપાત વિભાગની પૂર્વભૂમિકારૂપ
છે.
(૨) ઉપપાત– બીજા વિભાગમાં ગણધર ગૌતમની જિજ્ઞાસા અનુસાર ભગવાને ભિન્ન—ભિન્ન પ્રકારના જીવોના ઉપપાતનું વર્ણન કર્યું છે. ઉપપાતવર્ણન જ પ્રસ્તુત આગમનું હાર્દ છે અને તેના આધારે જ આ આગમનું નામકરણ થયું છે. આ વર્ણન જ્ઞાનવર્ધક છે. તેમજ તે વૈદિક અને શ્રમણ પરંપરાના અનેક પરિવ્રાજકો, તાપસો અને શ્રમણો તથા તેઓની આચારસંહિતા પર પ્રકાશ પાડે છે.
તે ઉપરાંત અંબડ પરિવ્રાજક અને તેના ૭૦૦ શિષ્યોના કથાનકથી આ આગમ વાચકોને માટે રોચક બની ગયું છે.
અંબડ પરિવ્રાજકે પરિવ્રાજક પરંપરાનો સ્વીકાર કર્યો હોવા છતાં તેને શ્રમણ પરંપરા અને ભગવાન મહાવીર સ્વામીમાં દૃઢ શ્રદ્ધા થવી, શ્રાવકવ્રતનો સ્વીકાર કરવો, અંત સમયે અનશન સહિત આલોચનાપૂર્વક સમાધિમરણને પ્રાપ્ત થવું, આરાધકપણે મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરી ત્યાં સાધના કરી સિદ્ધગતિને પ્રાપ્ત કરવી, તે વિષય જૈનદર્શનની વિશાળતાને પ્રગટ કરે છે.
જૈનધર્મ કોઈ જાતિવાદ નથી પરંતુ રાગ-દ્વેષ રૂપ આંતરશત્રુઓને જીતવા
39