Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અનુવાદિકાની કલમે
તપસ્વી સાધ્વી શ્રી કલ્પનાબાઈ મ.
તીર્થંકર અર્થરૂપ ઉપદેશના આધારે ગણધર ભગવંતો દ્વારા રચિત આગમો અંગસૂત્રો કહેવાય છે. તીર્થંકરો અને ગણધરોના નિર્વાણ પછી કાલાંતરે પ્રસંગોપાત બહુશ્રુત પૂર્વધર આચાર્ય ભગવંતો વિવિધ શાસ્ત્રોની રચના કરે છે. વીર નિર્વાણ પછી એક હજાર વર્ષે આચાર્ય શ્રી દેવર્દ્રિગણિ ક્ષમા શ્રમણે આગમો લિપિબદ્ધ કરાવ્યા ત્યારે બાર અંગસૂત્રો સિવાય અનેક આગમગ્રંથોની રચના થઈ ગઈ હતી. નંદીસૂત્રમાં બાર અંગસૂત્રો સિવાય અનેક આગમગ્રંથો 'અંગબાહ્ય' તરીકે નિર્દિષ્ટ છે. ત્યાર પછી આસરે વીર સંવત ચૌદમી-પંદરમી શતાશ્રદીમાં આચાર્યોએ ઉપલબ્ધ આગમગ્રંથોનું અન્ય પ્રકારે વિભાજન કર્યું. તેમાં અંગબાહ્ય સૂત્રોમાંથી કેટલાક સૂત્રોને ઉપાંગસૂત્રો રૂપે સ્વીકાર્યા.
અંગસૂત્રોની સંખ્યા બાર નિશ્ચિત જ છે અને ઉપાંગસૂત્રોની સંખ્યા પણ બાર નિશ્ચિત કરવામાં આવી છે. કાલાંતરે વ્યાખ્યાગ્રંથોમાં બાર અંગસૂત્રોને ક્રમશઃ બાર ઉપાંગસૂત્રો સાથે સંબંધિત કર્યા છે.
પ્રસ્તુત ઔપપાતિકસૂત્ર પરંપરાથી સ્વીકૃત બાર ઉપાંગ શાસ્ત્રના ક્રમમાં પ્રથમ ઉપાંગસૂત્ર છે. આ બાર ઉપાંગસૂત્રોના ક્રમના વિષયમાં કોઈપણ પ્રકારે સ્પષ્ટીકરણ પ્રાપ્ત થતું નથી. તેમછતાં પ્રસ્તુત ઔપપાતિક સૂત્ર પોતાની કેટલીક વિશેષતાઓને કારણે પ્રથમ ઉપાંગસૂત્ર રૂપે પ્રસિદ્ધ થયું છે.
ઔપપાતિકસૂત્ર- નામ કરણ :- ૩પપતનં ૩૫૫ાતો દેવ-નર નન્મસિદ્ધિામાં ૬ । અતસ્તનધિત્વ તમધ્યયનમાંપતિમ્ વૃત્તિ. દેવ અને નૈરયિકોના જન્મને ઉપપાત કહે છે, પ્રસ્તુત આગમમાં મુખ્ય રીતે દેવ અને નરકમાં ઉત્પન્ન થવા યોગ્ય ભિન્ન-ભિન્ન પ્રકારના જીવોનું વિસ્તૃત વર્ણન છે. તેથી આ આગમનું ‘ઔપપાતિક સૂત્ર' તે નામ સાર્થક છે.
વિષયવસ્તુ :- આ આગમના કોઈ અધ્યયન કે ઉદ્દેશકરૂપ વિભાગ નથી પરંતુ
37