Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ભાષાશૈલી - આ આગમ પ્રાયઃ ગધાત્મક છે. તેમ છતાં થોડોક ભાગ પધાત્મક પણ છે. ભાષાની દષ્ટિએ પ્રસ્તુત આગમમાં ઉપમાની બહુલતા, સમાસની બહુલતા અને વિશેષણોની બહુલતા છે. તેમાં પ્રથમ સમવસરણ વિભાગની ભાષા કઠિન છે. તેની અપેક્ષાએ બીજા ઉપપાત વિભાગની ભાષા સરળ છે. વ્યાખ્યા સાહિત્ય :- શ્રી ઔપપાતિકસુત્રનો વિષય અત્યંત સરળ હોવાથી તેના પર નિર્યુક્તિ, ભાષ્ય કે ચૂર્ણિ સાહિત્યની રચના થઈ નથી. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિએ તેના પર સર્વ પ્રથમ સંસ્કૃત ભાષામાં ટીકાની રચના કરી છે. તે ટીકા પ્રાય: શબ્દાર્થ પ્રધાન છે. તેમાં અનેક મતાન્તરો અને પાઠાન્તરોનો સંકેત છે. ઉપલબ્ધસંસ્કરણ :- પ્રસ્તુત આગમનું સર્વ પ્રથમ પ્રકાશન ઈ.સ. ૧૮૭૫માં રાયબહાદુર ધનપતસિંહે કલકત્તાથી કર્યું. ત્યાર પછી ઈ.સ. ૧૮૮૦માં આગમસંગ્રહ કલકત્તાથી અને ઈ.સ. ૧૯૧માં આગમોદય સમિતિ મુંબઈ તરફથી વૃત્તિ સાથે પ્રકાશન થયું.
ત્યાર પછી આચાર્ય શ્રી અમોલક ઋષિજી મ.સા.એ હિન્દી અનુવાદ સહિત, ઈ.સ. ૧૯૫૯માં જૈન શાસ્ત્રોદ્વાર સમિતિ રાજકોટથી સંસ્કૃત વ્યાખ્યા, હિન્દી સાથે ગુજરાતી અનુવાદ સહિત આચાર્ય શ્રી ઘાસલાલજી મ.સા. દ્વારા, ઈ.સ. ૧૯૩માં મૂળ પાઠ અને હિન્દી સહિત, સંસ્કૃતિ રક્ષકસંઘ સૈલાના દ્વારા, ૧૯૩૬માં પુષ્ફભિષ્ણુએ સુત્તાગમે” સ્વરૂપે કેવળ મૂળપાઠનું અને યુવાચાર્ય શ્રી મધુકરમુનિ મ.સા.ના નામે આગમપ્રકાશન સમિતિ બાવરથી હિન્દી અનુવાદ વિવેચન સહિત તેનું પ્રકાશન થયું છે. આ રીતે યુગેયુગે પૂર્વાચાર્યોએ આગમ પરંપરાને અખંડિત રાખવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે. તેમના પુણ્ય પુરુષાર્થે જ આ કૃતગંગાનો પાવન પ્રવાહ આપણા સુધી પહોંચ્યો છે. પ્રસ્તુત સંસ્કરણ :- શ્રી અભયદેવસૂરિ કૃત ટીકાને આધારભૂત બનાવીને અન્ય પૂર્વાચાર્યોના હિન્દી, ગુજરાતી અનુવાદને લક્ષમાં રાખીને ગુજરાતી લોકો સરળતાપૂર્વક આગમના રહસ્યો સમજી શકે તે એક માત્ર ઉદ્દેશથી મૂળપાઠ, ભાવાર્થ, આવશ્યકતા અનુસાર સંક્ષિપ્ત વિવેચન સહિત આ સંસ્કરણ તૈયાર કરીને અમે શ્રુતસેવા માટેનો યત્કિંચિત્ પુરુષાર્થ કર્યો છે. આભાર દર્શન - સૌ. કે. ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.ના નામથી પ્રારંભ થયેલા આ મહત્તમ કાર્યમાં ગુરુકુલવાસી અનેક સતીજીઓએ યત્કિંચિત્ લાભ લીધો, આગમ
41