Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
Th( 5.
અદ્ભુતરસમાં પરિણત થાય છે. આવા આઠ રસમય કોણિક રાજાનું પૂર્ણ વર્ણન આ સૂત્રમાં દેખાડી, તે રાજાની ઉણપતા કયાં હતી, તે બતાવવા પ્રસ્તુત સૂત્ર પ્રગટ કરે છે કે આવા રાજાને પણ પરલોકનો ભય હોય છે. આ શરીરરૂપી ભોગાયતન દગો દે તે પહેલાં મારે કંઈક કરી લેવું જોઈએ તેવા વિચારથી તે શાંત રસના પરમાણુથી બનેલા તીર્થકરની કાયાવાળા યોગીને ભજવા તત્પર થયા હતા. તેને ખ્યાલ હતો કે મને આત્મશાંતિનો માર્ગ અહીંજ મળશે જેથી તેમણે યમ-નિયમ ધાર્યા હતા. પ્રભુ ક્યાં બિરાજે છે તેની રોજ ખબર લેતા. ખબર પડતાં પ્રથમ વંદન કર્યા પછી રાજ ભોગવતા હતા અને વારંવાર પ્રભુ મહાવીરને ચંપાનગરીમાં પધારવા વિનંતી કરતા હતા. પ્રભુ પધારતા ત્યારે તેમના દર્શન કરવા કેવા ઠાઠમાઠથી જતાં અને આ નગરની ઋદ્ધિ-સમૃદ્ધિના નાયક રાજા કોણિક નગરજનોને જાણપણું કરાવીને દેખાડતા હતા કે આ ભોગ, શાંતરસના યોગ આગળ તુચ્છ છે, વામણા છે, માત્ર નિગ્રંથ પ્રવચન જ સત્ય છે, તે જ આદરણીય છે, એવો પ્રભુનો ઉપદેશ સાંભળી નગરજનો શ્રમણોપાસક શ્રમણ બની જતાં. અપ્રશસ્ત રસમાંથી નીકળી લોકો પ્રશસ્ત રસવાળા બની સંયમ તપથી આત્માનો શણગાર સજતા. તેથી આ સૂત્રમાં વિવિધ તપના પ્રકારો બતાવ્યા. આસનોના ભેદ-પ્રભેદ, આર્ત-રૌદ્ર ધ્યાનને છોડવાની રીતો અને ધર્મધ્યાન શુક્લધ્યાનની સાધના પદ્ધતિ વિસ્તારપૂર્વક દેખાડી. સાધકની સાધના કયા સ્ટેજ પર પહોંચે, તો તે ક્યાં ઉત્પન્ન થાય? તેના દરેકે દરેક સ્થળ બતાવી અંબડ પરિવ્રાજકોના ૭૦૦ શિષ્યોની શ્રમણોપાસક વૃત્તિ, નિયમની અડગતા, ઉપાસના બહુ સુંદર રીતે વર્ણવી છે. ગૌતમની જિજ્ઞાસાના પ્રશ્ન-ઉત્તર, મિથ્યાત્વયુક્ત અશુદ્ધ પરિણામથી ક્યાં જવાય તે બતાવી, તાપસોના ભેદ-પ્રભેદ, અંબડ પરિવ્રાજક શ્રમણોપાસકની વૈક્રિય લબ્ધિ, આખરમાં તેઓ ભવિષ્યમાં મોક્ષે જશે તેવું ભાવિ સંપૂર્ણ જીવન વૃત્તાંત, અલ્પારંભી, આરંભી, અણારંભી, મહારંભી જીવોની વાતો, મોહક્ષય જેટલાં અંશે થાય તેટલા અંશે નિર્જરા થતા આખર સંપૂર્ણ મોહક્ષયથી કેવળજ્ઞાન અને કેવળ દર્શન થયા પછી અઘાતિ કર્મક્ષય કરવા કેવળી સમુદ્યાત અને આખરમાં સિદ્ધ દશા પ્રાપ્ત કોણ કરી શકે તેનું હૂબહૂ વર્ણન કરી શાંતરસવાળા મોક્ષે જાય તેની પદ લાલિત્ય ભરેલી બાવીસ ગાથાથી શિલાપટ્ટકતી વાત ઉપાડીને સિદ્ધ શિલા ઉપર સિદ્ધલયમાં આત્મા સિદ્ધપણે કેમ પ્રતિષ્ઠિત થાય છે, તે સંપૂર્ણ વર્ણન આ સૂત્રમાં બતાવેલ છે.
- પ્રિય વાચક ગણ ! બધા શાસ્ત્રના વર્ણનનો ખજાનો આ ઉવવાઈ સૂત્રમાં છે. તમે નગરાદિનું વર્ણન જે શાસ્ત્રમાં પણ વાંચશો ત્યાં પાઠ આવશે કે નહીં ૩વવાફા, માટે આ ઉપાંગસૂત્ર અંગસૂત્રનું જ્ઞાન પૂર્ણ કરાવે છે. આગમના વાંચનથી આત્મા શુદ્ધ,