Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
કંપતા, નિષ્કપતાની સ્થિતિ, અંતર, (૫/૭,૮) આદિ વિષયનું સુંદર પ્રતિપાદન પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત જીવ અને પુલના પારસ્પરિક પરિણમનને લઈને પુલના ત્રણ પ્રકાર કર્યા છે. પ્રયોગપરિણત, વિશ્વસા પરિણત અને મિશ્ન પરિણત પુદ્ગલ (૮/૧) શતક-૨/૧ માં પુદ્ગલ પરમાણુઓની આઠ વર્ગણા - ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ કાર્મણ, શ્વાસોચ્છવાસ, ભાષા અને મનોવર્ગણાનું નિરૂપણ કર્યું છે. જીવને જ્યારે જે પ્રકારના પુલોની આવશ્યકતા હોય ત્યારે તે વર્ગણાના પુલોને ગ્રહણ કરે છે. આઠે પ્રકારની વર્ગણા સંપૂર્ણ લોકમાં ભરી છે. તેની સ્થિતિ પૂર્ણ થતાં તેમાં પરિણમન, પરિવર્તન થયા જ કરે છે.
આ રીતે શ્રી ભગવતી સૂત્રમાં પુલ દ્રવ્ય વિષયક અનેકાનેક પ્રશ્નોત્તર પ્રતિપાદિત છે.
પુરાતત્ત્વવાદ-ઐતિહાસિક દૃષ્ટિકોણ : ઐતિહાસિક દ્રષ્ટિએ આજીવિક સંઘના આચાર્ય સંખલિપુત્ર ગોશાલક, સ્કંદ પરિવ્રાજક, પૂરણ તાપસ, તામલી તાપસ વગેરે અન્યતીર્થિકોના વિસ્તૃત જીવન ચરિત્રો, તેમના સિદ્ધાંતો, આચારચર્યાનું નિરૂપણ આદિ વિષયો અંકિત છે. તેનાથી તત્કાલીન દાર્શનિક માન્યતા પર પ્રકાશ પડે છે. અન્યતીર્થિકો પ્રભુ મહાવીરના સમાગમમાં આવતા હતા, પોતાની મિથ્યા માન્યતાને છોડીને સત્ય તત્વને સહજ અને સરળ રીતે સ્વીકારતા હતા. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે તે સમયે ભિન્ન ભિન્ન દર્શનધારાઓ મોજુદ હોવા છતાં સાંપ્રદાયિકવાદ કટ્ટર ન હતો. આ પ્રસંગો તત્કાલીન ઉદાર જન-માનસને પ્રગટ કરે છે.
જયંતી શ્રાવિકા, રોહા અણગાર, પાર્શ્વપત્ય કલાસ્યવેષિપુત્ર અણગાર, તંગિયા નગરીના શ્રાવકો વગેરે સ્વતીર્થિકોના પ્રશ્નો તત્કાલીન સમાજની જિજ્ઞાસા, સત્ય સમજવાની અને પામવાની તીવ્ર તમન્નાને પ્રગટ કરે છે. ઉપરોક્ત અનુસંધાનથી વિચાર કરતાં જણાય છે કે પ્રભુ મહાવીરના યુગમાં કોઈપણ દાર્શનિક કે બૌદ્ધિક વાતોની મહત્તા કરતાં આધ્યાત્મિક દૃષ્ટિકોણ મુખ્ય રહ્યો હતો. તેથી જ પ્રભુના સમાગમમાં આવનાર પ્રાયઃ પ્રત્યેક વ્યક્તિએ તત્ત્વચર્ચાના અંતે બોધ પામીને દેશવિરતિ અથવા સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કર્યું હતું.
સમ્રાટ કૃણિક અને ગણતંત્રાધિનાયક રાજા ચેટક વચ્ચે જે મહાશિલાકંટક સંગ્રામ અને રથમૂસલસંગ્રામ થયા, તે બંને મહાયુદ્ધમાં કરોડો માનવોનો જે નરસંહાર થયો તેનું વિસ્તૃત,
42