Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૨૫
વ્યાખ્યાન પચીશમું
કર્મની શુભાશુભતા મહાનુભાવો ! - આ લેક, વિશ્વ, જગત કે દુનિયા છ દ્રવ્યને સમૂહ છે. તેમાં એક દ્રવ્ય પલટાઈને બીજું દ્રવ્ય થાય નહિ. જે એક દ્રવ્ય પલટાઈને બીજું દ્રવ્ય થતું હોય તો છનાં પાંચ થાય, પાંચના ચાર થાય, ચારનાં ત્રણ થાય, ત્રણનાં બે રહે અને બેમાંથી એક બની જાય. એ રીતે તે જીવ અને અજીવની કે ચેતન અને જડની જૂદાઈ પણ ન રહે! પરંતુ એ દ્રવ્ય પલટાતાં નથી, તેથી છનાં છ જ રહે છે.
આત્મા પર કર્મની અસર થાય છે. ‘આત્મા કેઈપણ સ્થિતિ–સંયોગમાં પુદ્ગલનું રૂપ ધારણ કરતું નથી અને પુદ્ગલે કઈ પણ સ્થિતિ–સંયોગમાં આત્માનું રૂપ ધારણ કરતાં નથી, પણ પુદ્ગલરૂપ કામણવગણાની-કર્મની અસર આત્માના સ્વભાવ પર થાય છે, તેથી જ આ લેકમાં આત્માની ભિન્ન ભિન્ન સ્થિતિ-અવસ્થાભૂમિકાએ સંભવે છે.
- ઘેડ અને ગધેડો સાથે રહેતા હોય તે ઘોડે ૫લટાઈને ગધેડે થતું નથી કે ગધેડે પલટાઈને ઘરે થત નથી, પણ એક બીજાના સ્વભાવની અસર એક બીજ પર
કર્મની શુભાશુભતા ] પડે છે. ખેડૂતેમાં એક કહેવત છે કે “ળિયાની સાથે કાળિયાને બાંધીએ તે વાન ન આવે, પણ સાન જરૂર આવે.” કહેવાનો મતલબ એ છે કે જે ધેળા-સારા ગુણ-વાળા બળદની સાથે કાળા–નઠારા સ્વભાવવાળા બળદને રાખ્યો હોય તો એ બળદને રંગ પલટાઈને કાળો ન થઈ જાય, પણ કાળા બળદની ખોટી ટેવ તો જરૂર આવે.
અને આત્માની અસર કર્મ પર થાય છે.
અહીં તમને પ્રશ્ન થશે કે “કર્મોની અસર આત્મા પર થાય છે, તેમ આત્માની અસર કર્મ પર થાય છે કે નહિ?” એને ઉત્તર એ છે કે આત્માની અસર કર્મ ઉપર પણ થાય છે જ. જ્યારે આત્મા કાર્મણવર્ગણાને ગ્રહણ કરી તેને કર્મરૂપે પરિણુમાવે છે, ત્યારે તેના ભાગલા પડે છે અને તેમાં સ્વભાવનું નિર્માણ થાય છે, તે આત્માની અસરને લીધે જ થાય છે. આત્મા ધારે તો કમની સ્થિતિ અને રસમાં પણ મોટા ફેરફાર કરી શકે છે. આને કમ ઉપર થતી આત્માની અસર નહિ તે બીજું શું કહેશે?
કર્મપ્રકૃતિમાં શુભાશુભને વ્યવહાર કરે નિશ્ચયથી જોઈએ તે બધાં કર્મો અશુભ છે, કારણ કે તે એક્ષપ્રાપ્તિમાં અંતરાય ઊભું કરે છે, પણ વ્યવહારથી જે વસ્તુ ઘણાને ગમે, મોટા ભાગને ગમે, તે શુભ ગણાય, છે અને ઘણાને ન ગમે, મોટા ભાગને ન ગમે, તે અશુભ ગણાય છે, એટલે કર્મની પ્રકૃતિમાં શુભ અને અશુભ : વ્યવહાર થાય છે... , ,
,