Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૨૨
આત્મતત્ત્વવિચાર
મારી દે છે. પરંતુ ખરુ જોતાં તે તેને તમારે ઉપકાર માનવા જોઈએ, કારણ કે એ તેા તમને ભાવી બનાવની સૂચના આપે છે.
આ નિમિત્ત શુકન કરતાં શ્વાસ વધારે બળવાન છે, કારણ કે તેની માત્રા ઘણી ખારીક છે. દાખલા તરીકે જમણી ગાય મળી એ નિમિત્તશુકન, પરંતુ જો એ વખતે તમારા શ્વાસ ડાબે ચાલે તે ફળ ન આપે અને જમણે ચાલે તેા ઘણું ફળ આપે. ધારો કે એ વ્યક્તિને જમણી માજી સ્વર ચાલે છે અને શુકન થાય છે, તે પણ સરખુ ફળ ન મળે, કારણ કે તેમાંના એકને શ્વાસ ખેંચતી વખતના સ્વર હોય જે પૂરક કહેવાય અને બીજાને શ્વાસ કાઢતી વખતના સ્વર હાય જે રેચક કહેવાય. પૂરકવાળાને વધારે ફળ મળે, રેચકવાળાને આધુ ફળ મળે.
અહી એ પણ જાણવાની જરૂર છે કે અંનેને જમણે સ્વર હાય, પૂરક હોય છતાં (પૃથ્વી આદિ) તત્ત્વા જુદાં હાય તા જુદાં ફળ આપે. આ બધી બહુ ખારીક વાતેા છે, તેમાં સામાન્ય માણસને સમજ ન પડે, તેથી શાસ્ત્રકારોએ કહ્યું છે કે ચિત્તને ઉત્સાહ બધા કરતાં ચઢી જાય છે. તે દિલની સાક્ષી પૂરે છે. શુભ-અશુભ કરનાર કર્મ છે અને ક્રમને લઈને અહીં સારાં કે નરસાં નિમિત્તો મળે છે.
હિતશિક્ષા
હવે મૂળ વિષય પર આવીએ. કર્મના ઉદય અને વિપાકથી જ આપણને સુખ કે દુઃખના અનુભવ છે. આપણે
કમતા ઉદય
સુખમાં નથી રાજી થવાનું કે દુઃખમાં નથી ખેદ પામવાનું, કારણ કે તે અન્ને વસ્તુ કમજન્ય છે. જો સુખી પેાતાનાથી વધારે સુખી તરફ નજર રાખે તે તેને ગવ થાય નહિ, અને દુઃખી પેાતાનાથી વધારે દુઃખી તરફ નજર રાખે તે તેને દુઃખ લાગે નહિ. અહીં જ્ઞાનદશાની જરૂર છે.
હર્ષ અને શાક બંનેમાં આન્તધ્યાન છે અને તે દુગ - તિમાં લઈ જનાર છે. જ્યારે હષ અને શાક બંનેમાં સમભાવ આવે, ત્યારે જ આત્મા પેાતાના સ્વભાવમાં છે, એમ સમજવું. વિશેષ અવસરે કહેવાશે.