Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
માગદશક ભોમિયા છે ને ગાગરમાં સાગરરૂપે સમસ્ત વિશ્વનાં તત્વજ્ઞાનને ખજાને છે. દષ્ટાંતોથી પુસ્તક સભર છે. પ્રાચીન તથા અર્વાચીન દષ્ટાંતે વાંચતાં પ્રવચનકારથી વર્તમાન દુનિયાના પ્રવાહથી વિશ્વના વર્તમાન રાજકારણથી માંડી દરેક વિષયો વિષે તલસ્પર્શી જ્ઞાનમાહીતી ધરાવે છે, તે સમજી શકાય છે. એકંદરે આવા સર્વસંગ્રહ-આકારરૂપ આ ગ્રંથરત્નમાં પ્રસિદ્ધ થયેલાં આ પ્રવચન એટલે પૂ૦ પ્રવચનકારશ્રીને અતુલ બુદ્ધિવૈભવ, અગાધ જ્ઞાનગાંભીર્ય તથા અનન્ય જનહિતકરવૃત્તિ એ ત્રણેયનો સુભગ છતાં વિરલ સંયોગ જ કહી શકાય. તે સંયોગને આ રીતે સહજ બનાવી સદા જનકલ્યાણની ભાવના જેમાં ઓતપ્રોત રહી છે તે સંગ્રાહક શતાવધાની કવિકુલતિલક પન્યાસજી (હાલ આચાર્ય શ્રી કીર્તિચંદ્રસૂરિજી) મહારાજે ભારે પરિશ્રમ લઈને જે પોતાની શક્તિઓનો સદુપયોગ કર્યો છે, તે માટે સમાજ તેમનો ઉપકાર કદી ભૂલશે નહી; તે જ રીતે સંપાદક મહાશયે સંપાદનકાર્યમાં જે ચીવટ, ધૈર્ય અને ખંત રાખી કાર્યને સાંગોપાંગ પાર પાડયું છે, તે પણ અવશ્ય લેકોપકારક છે.
અંતમાં આ પ્રસિદ્ધ થયેલ બે ભાગો જે સાહિત્યિક દુનિયાનાં ઉત્તમ ગ્રંથરતને ગણાય એવાં છે. તેને આત્માર્થી જીવો વાંચે, વંચાવે ને વિચારે અને સર્વ કોઈને આત્મતત્ત્વવિચારમાં રસ લેતાં કરી આત્મતત્વના યથાર્થ જાણકાર બની, પરમાત્મપદને પ્રાપ્ત કરે, એ જ મંગલ ભાવના.
વિ. સં. ૨૦૧૭, માગશર વદ–૧૦ (પષદશમી).
૫. કનકવિજય ગણિ, (હાલ આ. શ્રી કનકચંદ્રસૂરિ)