________________
મુંબઈ જૈન યુથલીગને ધી યંગમેન્સ જૈન સોસાયટી (શ્રી જૈન યુવક સંઘ) તરફથી સોલીસીટર મારફત ,
I
અપાએલી નોટીસ
* * ( અંગ્રેજી ઉપરથી તરજુમે. )
તા. ૧૭–૧૨–૨૮. મેસર્સ રતીલાલ સી. કોઠારી અને ચીમનલાલ એમ. શાહ.
ધી જૈન યુથલીગ મુંબઈના ઓનરરી સેક્રેટરીઓ જોગ. અમદાવાદમાં તા. ૧૨-૧૨-૧૯૨૮ ના રોજ થયેલ વ્યાખ્યાનને હેવાલ જે તા. ૧૪–૧૨–૧૯૨૮ ના ‘મુંબઈ સમાચાર પત્રમાં પ્રસીદ્ધ થયેલ છે તેની સામે મુંબઈની જેન યુથલીગ તરફથી વીરોધ દર્શાવવા સભા બોલાવવામાં આવી છે તેવું અમદાવાદની ધી યંગમેન્સ જૈન સંસાયટીના પ્રમુખે સાંભળ્યું છે તે નીચેની હકીકત આપને જણાવવાની તેમના તરફથી અમને સુચના થઈ છે.
તા. ૧૪-૧૨-૧૯૨૮ ને “મુંબઈ સમાચાર' નો રીપેટ ખેટે છે અને જેન કોમને આડે રસ્તે દેરવનારો છે એવું આપને સુચવવાને માટે અમને ફરમાવ્યું છે.
તા. ૧૨–૧૨–૧૯૨૮ ને સાચો રીપોર્ટ છાપાઓ ઉપર એકલવામાં આવ્યા છે અને ટુંક વખતમાં પ્રસીદ્ધ થશે.
તા. ૧૪-૧૨-૧૯૨૮ ના મુંબઈ સમાચારમાં પ્રસિદ્ધ થયેલા રીપોર્ટ ઉપર આજની ભરવામાં આવેલી સભામાં કાંઈ પણ પગલાં ભરવામાં આવશે અથવા આપની જેન યુથલીગ આવા ખોટા રીપેર્ટ ઉપર કાંઈ પણ આગળ વધશે તે તેના જોખમદાર આપ થશે,
- તમારો વિશ્વાસુ દફતરી એન્ડ ફરેરા.
સેલીસીટર્સ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com