Book Title: Aastikonu Karttavya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 54
________________ પદવી તેઓને કેમ આપી? અને તેઓએ તે કેમ લીધી? તથા તમે તેને દાખલે શું વિચારીને આપે? શું આ વાત તમારી ધ્યાનમાં નથી કે શાસ્ત્ર મુજબ આચાય અગર ઉપાધ્યાય આદિજ આચાર્યાદિ પદવી દેવામાં અધિકારી છે અને તે પણ જ્ઞાન અને પેગ બનેવાળાને જ દઈ શકે છે, છતાં તમારી જણાવેલી આચાર્ય પદવી ખુદ તે ગામમાં કેટલી બધી છાની થઈ હતી અને શ્રાવ તરફથી જ તે કરવામાં આવી હતી તે તમે જાણે છે કે નહિ? અને તે વાત એટલાજ ઉપરથી શું નહિ સમજાશે કે પ્રતિષ્ઠાની કંકોતરી જે ત્યાંના સંઘે બહાર પાડી હતી તેમાં પણ આચાર્ય પદવી દેવાનું નામનિશાન પણ નહતું? ૧૩. જે સમસ્ત સંઘ તેઓને આચાર્ય પદવી આપતે હતા તે બીજી જગે પર તેમના સમુદાયમાં આચાર્ય થએલ, આચાર્ય પદ કરતા હતા તે જ દિવસે ધમાધમ કરવાનું કારણ શું હતું? એવી રીતે ધમાધમ કરીને સંઘાડાના મોટા આચાર્ય બેઠા છતાં સ્વતંત્ર રીતે સંઘ તેઓને આચાર્ય પદવી આપે એ તેમના સંઘાડાને માટે સારું ન ગણાય એમ ખરું ને? ૧૦૪, સાબીત કરવા માટે તમને તેમને લઇને બોલાવવામાં આવ્યા છતાં તમે ન આવ્યા તે તમારી હારેલા૫ણુની સ્થિતિ ખરી કે નહિ? શું તમને એમ નથી લાગતું કે જુઠા રિપોર્ટ ઉપર આધાર રાખી તમે જુઠી કલમ ચલાવી અને તેથી જ તમારે હારેલાની સ્થિતિમાં જવું પડયું? ૧૦૫. મેં કરેલી ટીકાને તમે છેલ્લા શસ્ત્ર તરીકે જણાવી તે ઉપરથી એમ માનવું શું છેટું છે કે તમે મારી પાસે કાંઈ સાબી તીએ નહિ હોય એમ ધારવામાં ઠગાયા હતા? ૧૦૬, શાસ્ત્રથી વિરૂદ્ધ પ્રરૂપણ કરનારની સાથે શાસ્ત્ર માનનારાઓને અસહકાર હોય એ વાત શાસ્ત્રસંમત છે એમ તમા નથી જાણતા? ૧૦૭. સંયમના ૧૭ ભેદોમાં જે વાતને શાસ્ત્રકારે અસંજમ તરીકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68